કોરોના પહેલા પણ આ મહામારીએ લીધો હતો અનેક લોકોનો જીવ, પણ જાણો કેમ ઘરમાં કેદ થવાની નોબત આવી ન હતી

કોરોનાથી પહેલા પણ ફેલાઈ છે ઘણી મહામારીઓ,પણ કેમ ન આવી ઘરોમાં કેદ થવાની નોબત

image source

કોરોના વાયરસ એ વિશ્વની પ્રથમ મહામારી નથી.ભૂતકાળમાં,સાર્સ,સ્વાઈન ફ્લૂ અને ઇબોલા જેવા રોગચાળાએ વિશ્વને મુશ્કેલીમાં મુક્યું હતું,પરંતુ આ મહામારીઓનો સામનો કરવા માટે ક્યારેય લોકડાઉન કરવું પડ્યું ન હતું, જ્યારે કોરોના વાયરસના ચેપને રોકવા માટે લોકડાઉન સૌથી મોટું શસ્ત્ર સાબિત થઈ રહ્યું છે.વિશ્વની લગભગ અડધી વસ્તી કોરોના ચેપને કારણે તેમના ઘરોમાં કેદ છે.

છેલ્લા બે દાયકામાં ઘણી મહામારી દુનિયામાં આવી

image source

વિશ્વ છેલ્લાં બે દાયકામાં ઇબોલા,સાર્સ અને સ્વાઈન ફ્લૂ જેવી મહામારીઓ સાથે સંઘર્ષ કરવો પડ્યો છે,પરંતુ કોઈ મહામારી આર્થિક અને સામાજિક રીતે આટલો પ્રતિબંધિત રહ્યો નથી,જ્યારે કોરોનાને લીધે પોતાના સમાજ અને પરિવારના સભ્યોથી દૂર રહેવું પડ્યું છે.હવે સવાલ એ છે કે,કોરોનામાં જ લોકડાઉન કરવાની જરૂર કેમ છે, આનાથી પહેલાની મહામારીઓમાં કેમ નહિ?

સાર્સ ચેપ કોરોના જેટલો ઝડપી ન હતો

image source

2002 ના અંતમાં,ચીનમાં શ્વસન રોગ જોવા મળ્યો.2003 માં થયેલી તપાસમાં જાણવા મળ્યું કે તે સામાન્ય રોગ નથી, પરંતુ સાર્સ મહામારી છે. તમને જણાવી દઈએ કે સાર્સ વાયરસના ઘણા બધા લક્ષણો કોરોના વાયરસ જેવા જ હતા.સાર્સ મહામારી વિશ્વના 26 દેશોમાં ફેલાયેલી.લગભગ 8,098 લોકોને સાર્સ ચેપ લાગ્યો હતો અને લગભગ 774 લોકોનાં મોત નીપજ્યાં હતાં.કોરોના વાયરસ જેવા વાયરસને કારણે સાર્સ રોગ પ્રાણીઓથી માણસોમાં ફેલાયો હતો, પરંતુ તેની અસર આવી નહોતી.જોકે સાર્સથી થવા વાળો મૃત્યુ દર 9.6 ટકા હતો જ્યારે કોરોનાથી મૃત્યુ દર 1.4 ટકા છે.

મર્સને કારણે મૃત્યુ દર 34 ટકા હતો

image source

મર્સ વાયરસ પણ એકદમ જોખમી હતો. મર્સથી મૃત્યુની ટકાવારી 34 ટકા હતી.જાન્યુઆરી 2020 સુધીમાં મર્સના 2,519 કેસ નોંધાયા છે,જેમાં 866 લોકોનાં મોત નીપજ્યાં છે. મર્સ અને સાર્સ કોરોના જેવા વૈશ્વિક રોગચાળો બન્યા ન હતા,કારણ કે તેમાં ચેપનો દર ખૂબ જ ઓછો હતો. મર્સ અને સાર્સ કોઈને સ્પર્શ કરીને ફેલાયા ન હતા,જ્યારે કોરોનાના કિસ્સામાં આવું નથી. મર્સ અને સાર્સથી સંક્રમિત વ્યક્તિમાંથી ચેપ એટલો ઝડપથી ફેલાયો નહીં જેટલો ઝડપથી કોરોના ફેલાય છે.સાર્સ વિશે વાત કરીએ તો તેને કોરોના વાયરસનો પૂર્વજ પણ કહેવામાં આવી રહ્યો છે.

સ્વાઇન ફ્લૂને કારણે પાંચ લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં

image source

2009 માં,સ્વાઇન ફ્લૂ ફેલાયો જેને એચ 1 એન 1 ઈન્ફલ્યુએન્ઝાના નવા સ્વરૂપ તરીકે ઓળખવામાં આવતું હતું.વર્ષ 2009 માં લગભગ 5,75,400 લોકો સ્વાઈન ફ્લૂના કારણે મૃત્યુ પામ્યા હતા અને એક અબજથી વધુ લોકોને ચેપ લાગ્યો હોવાનો અંદાજ છે.કોરોના વાયરસની જેમ સ્વાઈન ફ્લૂ પણ એક વ્યક્તિથી બીજામાં સરળતાથી ફેલાય છે. નોંધનીય છે કે,કોરોનાની જેમ, ઘણી વખત સ્વાઈન ફલૂ ના પણ લક્ષણો દેખાતા ન હતા.સ્વાઇન ફ્લૂનો ચેપ દર એકથી બીજામાં 1.4 થી 1.6 ની વચ્ચે છે,જે કોરોના કરતા ઘણો ઓછો છે. કોરોનામાં માથાદીઠ ચેપ દર 1.5–3.5 છે.

ઇબોલા ના લીધે સરેરાશ 50 ટકા લોકોના મૃત્યુનું કારણ બને છે

image source

ઇબોલા 2014-15માં દક્ષિણ આફ્રિકામાં ફેલાયો હતો.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર,પશ્ચિમ આફ્રિકાથી ફેલાયેલી આ બીમારીએ 2014 – 16 દરમિયાન 11,000 થી વધુ લોકોનો ભોગ લીધો હતો.ઇબોલાથી સંક્રમિત 50 ટકા લોકો મૃત્યુ પામ્યા હતા,જોકે ઇબોલા મર્સ અને સાર્સ જેટલા સરળતાથી ફેલાતા નથી. ઇબોલાથી ચેપી વ્યક્તિના કારણે ચેપ ત્યાં સુધી ના ફેલાય શકે,જ્યાંસુધી એ વ્યક્તિમાં આના લક્ષણો ના દેખાય. ઇબોલાનો ચેપ,સંક્રમિત વ્યક્તિ ના લોહી,પરસેવો,મૂત્ર,અને ઉધરસ દ્વવારા નીકળતા તારણ પ્રવાહીના કારણે ફેલાય છે. ઇબોલાના લક્ષણોમાં કોરોનાનાં લક્ષણો જેવા તાવ, ઉલટી અને ઝાડા પણ શામેલ છે.

કોરોના વાયરસ અન્ય મહામારીઓથી કેવી રીતે અલગ છે ?

image source

કોરોનાની એક મોટી સમસ્યા એ છે કે તે કોઈ લક્ષણો બતાવ્યા વિના લોકોમાં ફેલાય છે.અનેક અહેવાલોમાં પણ તેની પુષ્ટિ થઈ છે.આ કિસ્સામાં કોરોના સાથેનો ખતરો એ છે કે ઘણા લોકો તેને ચેપ લગાવે છે,પરંતુ લક્ષણો દેખાતા નથી.તેથી જ્યારે તેમનામાં લક્ષણો દેખાવાનું શરૂ થાય છે, ત્યાં સુધીમાં ઘણા બધા લોકોમાં આનો ચેપ ફેલાય ગયો હોય છે.આ જ કારણ છે કે વિશ્વના અન્ય વાયરસ કરતા કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે.આવી સ્થિતિમાં, કોરોના ચેપને રોકવાનો એક જ રસ્તો છે અને તે છે સામાજિક અંતર.આજે,વિશ્વની અડધી વસ્તી સામાજિક અંતર માટે તેમના પોતાના ઘરોમાં કેદ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ