જલદી લઇ લો ક્વીઝ, હાઉસી અને ઉખાણા રમવા માટેની ટિકિટ, અને ઘરે બેઠા જીતો એક લાખ કરતા પણ વધારે ઇનામો, અને સાથે વાઉચર્સ પણ

Hello Friends, કેમ છો બધા…જલદી તૈયાર થઇ જાવો અમારી સાથે ક્વીઝ, હાઉસી અને ઉખાણા રમવા…

અમને ખબર છે તમે બધા ઘરે બેઠા-બેઠા પત્તા, ચેસ, કેરમ જેવી અનેક રમતો રમીને કંટાળી ગયા છો ત્યારે અમે તમારી માટે લઇને આવ્યા છીએ એક સુપર-ડુપર ગેમ, જેનુ નામ છે ‘સ્માર્ટોકિડ્ઝ ફનફેર-ઇવેન્ટ 1’, આમ, જો સાદી ભાષામાં કહીએ તો ‘હાઉસી’, હવે ખબર પડી ગઇને તમને…..હા તો તમે તૈયાર છો ને અમારી સાથે હાઉસી રમવા માટે? જો કે મિત્રો તમારા મનમાં એક પ્રશ્ન ઊભો થતો હશે કે, આ હાઉસી રમવા માટે કેવી રીતે ફટાફટ ટિકિટ લઇ લઉં અને 1 લાખ રૂપિયા કરતા પણ વધુના ઇનામો ઝટપટ જીતી લઉં….

આ હાઉસી ગેમ તમે ઘરે બેઠા ઓનલાઇન રમી શકશો અને આમાં સૌથી મોટી વાત તો એ છે કે, આ ગેમમાં તમે તમારા પરિવારજનોંને પણ સાથે જોઇન્ટ કરી શકશો.. આ સાથે બને એમ વધુ તમે તમારા વોટ્સએપ ગ્રુપ કે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્રારા તમે તમારા ગ્રુપના લોકોને પણ આ માહિતી પહોંચાડી શકો છો જેથી કરીને તમારા ફ્રેન્ડ઼્સ અને ફેમિલીને આ ઇવેન્ટનો લાભ મળે અને સાથે ઢગલો ઇનામો જીતવાનો મોંકો પણ મળે…તો કોની રાહ જોવો છો, જલદી જાણી લો કેવી રીતે શરૂઆત કરશો આ હાઉસી રમવાની……

જો કે આ હાઉસી રમવા માટે તમારે બહુ વધારે રૂપિયા ખર્ચવાની જરૂર નથી, તમારા બેંક અકાઉન્ટમાંથી માત્ર 50 રૂપિયા જ ઓછા કરવાના રહેશે..મિત્રો તમને બધાને ખબર જ હશે કે આમ તો હાઉસીની ટિકિટ કેટલી મોંઘી હોય છે, પણ આ લોકડાઉન સમયે તમારા કંટાળાને દૂર કરવા અને સાથે-સાથે તમારું ખિસ્સુ વધારે ખાલી ના થાય એ માટે આ હાઉસી ટિકિટનો દર ખૂબ જ ઓછો રાખવામાં આવ્યો છે….તમને ફરીથી એક વાત યાદ કરાવી દઇએ કે, આ 50 રૂપિયાની ટિકિટ સામે તમે અનેક પ્રકારના ઇનામો જીતી શકો છો અને સાથે તમે 3000 રૂપિયાના ગેરેન્ટડ ગિફ્ટ વાઉચર્સ પણ મેળવી શકો છો…

ખરેખર તમને જાણીને આનંદ થશે કે, આ હાઉસીમાંથી જે પણ નફો થશે એ PM Caresમાં જશે..એટલે કે તમે ઘરે બેઠા ગરીબ જનતાને દાન પણ કરી શકશો…તો હવે કંઇ પણ વધારે વિચાર્યા વગર જલદી લઇ લો આ હાઉસીની ટિકિટ અને રવિવારના રોજ રમીને આ દિવસને હંમેશ માટે બનાવી દો યાદગાર…અમારી સો ટકા ગેરેન્ટી છે કે આ ઓનલાઇન હાઉસી ઘરે બેઠા તમને રમવાની ખૂબ જ મજા આવશે…તો જલદી વાંચી લો આ પોઇન્ટ્સ અને જાણી લો કેવી રીતે લેશો આ હાઉસીની ટિકિટ અને કેવી રીતે એક, બે નહિં પણ અનેક ઇનામો…

આ ઈવેન્ટના મુખ્ય બે હેતુ છેઃ

૧) ઘરે બેસીને મિત્રો, પરિવાર અને અન્ય ગુજરાતીઓ સાથે મજા માણવી – અને, સરકારને લોકડાઊનમાં સાથ-સહકાર આપવો.

૨) આ ઈવેન્ટમાંથી થનાર બધો જ નફો PM Cares ફંડમાં દાન કરવામાં આવશે.

આ ઈવેન્ટનો હેતુ કોઈ જ પ્રકારે નફાખોરી કે ઈનામો જીતવાનો નથી. જે ઈનામ જીતે તેને ઈશ્વરનો પ્રસાદ ગણી શકે અને ઈચ્છે તો તે જીતેલા ઈનામને “PM – Cares”માં દાન પણ આપી શકે છે. માટે મહેરબાની કરીને ઈવેન્ટમાં તોફાન-મસ્તી, વાદ-વિવાદ કે ચડસાચડસી કરવા નહીં.

દરેક ભાગ લેનાર વ્યક્તિ એક કે એક કરતા વધુ પાસ આ ઈવેન્ટ માટે લઈ શકે છે. જેટલા પાસ લેશે એટલી હાઊસીની ટિકીટો મળશે.

એક પાસની કિંમત – રૂપિયા ૫૦

દરેક ભાગ લેનાર વ્યક્તિને ગેરંટેડ ૩૦૦૦ રૂપિયા કરતા વધુ કિંમતના વાઊચર ઈમેઈલમાં મોકલવામાં આવશે. આ વાઊચરની વિગતો નીચે નિયમો બાદ આપવામાં આવેલી છે.

આ ઊપરાંત રૂપિયા ૧ લાખ કરતા વધુ ઈનામો જીતવાની તક પણ મળશે.

તો છો ને તૈયાર ગુજરાતી પાવર દેશને બતાવવા?

ઈવેન્ટના નિયમો –

૧) કોઈપણ વ્યક્તિ આ રમત રમી શકે છે. જો તમે ભારતની બહાર હો તો પણ. – ફક્ત તમારી પાસે એક ભારતીય બેંક એકાઊન્ટ હોવું જરૂરી છે.

૨) હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓમાં રમતો રમાડવામાં આવશે. (Games shall be played by people who know Hindi, Gujarati or English)

૩) સ્થળઃ ફેસબૂક લાઈવ (ઈવેન્ટ માટે બનાવેલા ગૃપ

https://www.facebook.com/groups/SmartoKidsFunfair01/ પર) – આ ગ્રુપમાં એન્ટ્રી મેળવવા માટે તમારી ટીકીટનો નંબર નાખવો જરૂરી છે. માટે, તમારા ઈ-મેલમાં ટીકીટ મળી ગયા બાદ જ આ ગ્રુપ જોઈન કરવું. મોટાભાગે, તમારા પૈસા ચૂકવ્યાના ૧૨ કલાક સુધીમાં તમને ઈ-મેલમાં ટીકીટ મળી જશે. ત્યાં સુધી રાહ જોવી.

૪) તારીખઃ ૧૯/૪/૨૦ અને રવિવાર

૫) સમયઃ

ક્વિઝ – સવારે ૧૦ઃ૩૦

ઊખાણા – બપોરે ૩

હાઊસી – સાંજે ૫

૬) ક્વિઝ – ૫ ઈનામો – દરેક રુપિયા ૫૦૦ ના – દરેક પ્રશ્નનો પ્રથમ સાચો જવાબ આપનારને જ ઈનામ મળશે. પ્રથમ સાચો જવાબ લાઈવ વિડીયો હોસ્ટ કરનારની સ્ક્રિન ઉપર જે પ્રથમ દેખાશે તે જ રહેશે. અન્ય કોઈની સ્ક્રિન ઉપરનો જવાબનો ક્રમ ગણવામાં આવશે નહીં.

૭) ઊખાણા – ૫ ઈનામો – દરેક રુપિયા ૫૦૦ ના – દરેક પ્રશ્નનો પ્રથમ સાચો જવાબ આપનારને જ ઈનામ મળશે. પ્રથમ સાચો જવાબ લાઈવ વિડીયો હોસ્ટ કરનારની સ્ક્રિન ઉપર જે પ્રથમ દેખાશે તે જ રહેશે. અન્ય કોઈની સ્ક્રિન ઉપરનો જવાબનો ક્રમ ગણવામાં આવશે નહીં.

૮) હાઊસી –

૮.૧) પ્રથમ સાચુ ઈનામ ક્લેઈમ કરનારને નીચે મુજબ ઈનામ મળશે. એ જ નંબર પર દ્વિતીય અને તૃતીય સાચું ઈનામ ક્લેઈમ કરનારને ૨૫૦-૨૫૦ રૂપિયા આપવામાં આવશે. ત્યારબાદ ઈનામ ક્લેઈમ કરનારને કંઈપણ આપવામાં આવશે નહીં.

  • ટેમ્પરેચર – સૌથી મોટો અને સૌથી નાનો નંબર – રુપિયા ૧૫૦૦
  • ફોર કોર્નર્સ – રુપિયા ૨૦૦૦ (તમારી ટિકીટના ચાર ખૂણાના નંબરો – પ્રથમ હરોળનો પહેલો અને છેલ્લો ત્રીજી હરોળનો પહેલો અને છેલ્લો)
  • ૫ યંગસ્ટર્સ – રૂપિયા ૨૫૦૦ (તમારી ટિકીટના સૌથી નાના ૫ નંબરો)
  • પ્રથમ ૫ – રુપિયા ૨૫૦૦ (તમારી ટિકીટના કોઈ પણ ૫ નંબરો)
  • પ્રથમ ૯ – રુપિયા ૫૦૦૦ (તમારી ટિકીટના કોઈ પણ ૯ નંબરો)
  • પહેલી લાઈન – રુપિયા ૪૦૦૦
  • બીજી લાઈન – રુપિયા ૪૦૦૦
  • ત્રીજી લાઈન – રુપિયા ૪૦૦૦
  • ટ્વીન લાઈન્સ – રુપિયા ૪૦૦૦ (તમારી ટિકીટની કોઈ પણ ૨ લાઈન)
  • બ્રેક ફાસ્ટ – રુપિયા ૫૦૦૦ (તમારી ટિકીટના ૧ થી ૩૦ વચ્ચે આવતા બધા જ નંબરો)
  • લંચ – રુપિયા ૫૦૦૦ (તમારી ટિકીટના ૩૧ થી ૬૦ વચ્ચે આવતા બધા જ નંબરો)
  • ડિનર – રુપિયા ૫૦૦૦ (તમારી ટિકીટના ૬૧ થી ૯૦ વચ્ચે આવતા બધા જ નંબરો)
  • એકી નંબરો – રુપિયા ૭૦૦૦ (Odd Numbers)
  • બેકી નંબરો – રુપિયા ૭૦૦૦ (Even Numbers)
  • પહેલુ ફૂલહાઊસ – રુપિયા ૧૫૦૦૦
  • બીજું ફૂલ હાઊસ – રુપિયા ૮૦૦૦
  • ત્રીજું ફૂલ હાઊસ – રુપિયા ૭૦૦૦
  • ચોથું ફૂલ હાઊસ – રૂપિયા ૬૦૦૦

૮.૨) ઈનામ મેળવવા માટે તમારે જ્યારે કોઈ ઈનામ લાગે ત્યારે તમારે ફેસબૂક લાઈવના કોમેન્ટ સેક્શનમાં “ટિકીટનો નંબર, ઈનામ અને ક્યા નંબરે ઈનામ લાગ્યુ” તે લખવાનું રહેશે. ઊ.દા. – તમને ૨૩ નંબર બોલાય ત્યારે પહેલી લાઈન પૂરી થાય અને તમારી ટિકીટનો નંબર ૧૧૦ હોય તો – “110, first line, 23” કોમેન્ટમાં લખવાનું રહેશે.

૮.૩) જો તમારા ઈન્ટરનેટની ઝડપ ઓછી હોય કે અન્ય કોઈ કારણસર તમે સમયસર ઈનામ વિશે કોમેન્ટમાં નથી લખી શક્તા તો કોઈ જ વાંધો નથી. બીજો નંબર બોલાય પછી પણ તમે ઈનામ વિશે કોમેન્ટમાં લખી શકો છો. ઊ.દા. – ૨૩ નંબર બોલાઈ ગયા પછી તમારે પહેલી લાઈન થઈ ગઈ છે પણ તમે કોમેન્ટ કરી શક્યા નથી. હવે, ૪૬ નંબર બોલાય છે. ત્યાર સુધીમાં તમે “110, first line, 23” કોમેન્ટમાં લખો છો તો પણ તમને ઈનામ મળશે. પણ, જો ૪૬ પછી અન્ય કોઈ નંબર બોલાયા બાદ જો તમે ઈનામની વિગતો કોમેન્ટમાં લખો છો તો એ માન્ય ગણાશે નહીં.

૮.૪) ઉપરના ઊદાહરણમાં ૪૬ નંબર બાદ ‘વ્યક્તિ ૧’ “110, first line, 23” લખે છે અને ‘વ્યક્તિ ૨’ “12, first line, 46” લખે છે તો ઈનામ ટિકીટ નંબર ૧૧૦ વાળા વ્યક્તિ એટલે કે ‘વ્યક્તિ ૧’ ને આપવામાં આવશે. ‘વ્યક્તિ ૨’ને ૫૦ રુપિયાનું આશ્વાસન ઈનામ આપવામાં આવશે.

૮.૫) બે નંબર બોલવા વચ્ચે હોસ્ટ ૩૦ થી ૪૫ સેકન્ડ્સનો સમય રાખશે

૮.૬) નંબર ચેકવાની સરળતા રહે તે માટે હાઊસી વાળો લાઈવ વિડીયો શરૂ થાય તે પહેલા તમારી ટિકીટ ને કાગળ ઉપર દોરી લેશો અને એક પેન્સિલ કે પેન હાથમાં રાખશો.

૮.૭) તમે ભૂલથી ખોટું ઈનામ ક્લેઈમ કર્યું? – કોઈ જ વાંધો નથી. તમે રમવાનું ચાલુ રાખી શકો છો. પણ, તમને જે – તે ઈનામ નહીં મળે.

૮.૮) આયોજકોને લાગે છે કે તમે ખલેલ પહોંચાડવાના હેતુથી ખોટું ઈનામ ક્લેઈમ કર્યું અથવા તો અસભ્ય/રમતને ના લાગતી કોમેન્ટ કરી તો તમને રમતમાંથી બાકાત કરી દેવામાં આવશે.

૮.૯) તમે ફૂલ હાઉસ સિવાય કોઈ પણ એક ઇનામ ક્લેમ કરી શકો છો. માટે તમને ગેમ દરમ્યાન કોઈ એક ઈનામ મળે છે (ઊ.દા. ફર્સ્ટ લાઈન કે ફોર કોર્નર્સ જેવું), તો ત્યારબાદ તમે માત્ર ફૂલહાઉસ જ ક્લેમ કરી શકશો, બીજું કોઈ ઈનામ નહીં

૮.૧૦) દરેક હાઊસીની ટિકીટ તમારા વૉટ્સએપ વાળા મોબાઈલ નંબર તથા ઈમેઈલ સાથે જોડાયેલ હશે તેથી મહેરબાની કરીને સાચી વિગતો આપવી.

૯) જો કોઈપણ સંજોગોમાં ઈવેન્ટ થતી નથી તો સંપૂર્ણ પેમેન્ટ પાછું આપવામાં આવશે. એ સિવાયના કોઈ પણ અન્ય સંજોગોમાં પૈસા પાછા આપવામાં નહીં આવે.

૧૦) ૩ વર્કીંગ દિવસની અંદર ઈનામ તમારા ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. ટી.ડી.એસ. કાપવામાં આવશે. વિજેતા અને જીતેલી રકમની પોસ્ટ ઈવેન્ટની રમતો પૂરી થયાના ૧ કલાકની અંદર પબ્લિશ કરવામાં આવશે.

૧૧) તમારે જો પાકી રસીદ જોઈતી હોય તો તમને જે ઈમેઈલ એડ્રેસ ઊપરથી વાઊચર્સ અને હાઊસીની ટિકીટ મોકલવામાં આવી છે તે ઈમેઈલ એડ્રેસ ઉપર ઈમેઈલ મોકલવાનો રહેશે. તમને ૩ વર્કીંગ દિવસમાં પાકી રસીદ ઈમેઈલ કરવામાં આવશે.

૧૨) ઈવેન્ટમાં ભાગ લેવા માટે

https://pages.razorpay.com/SmartoKids-Housie-1

લિંક પર જઈને રજિસ્ટર કરો.

જો તમે paytmથી પેમેન્ટ કરવા માંગો છો તો આ લિંક ઉપર જઈને QR code સ્કેન કરો અને આ ફોર્મ ભરોઃ

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdQVIYaKG5hgINQv95HdWn274Ykx3DF9MZWJdlPjTWQNLFeOw/viewform

૧૩) મોબાઈલ નંબર ૯૭૭૩૨૪૬૭૫૬ ને તમારા નંબરમાં સેવ કરીને તેના ઉપરથી વૉટ્સએપમાં “hello” લખીને મોકલો જેથી અમારો દરેક મેસેજ તમારા સુધી વૉટ્સએપના માધ્યમથી પહોંચે. જો તમે આ સ્ટેપ નથી કરતા અને તમને કોઈ મેસેજ નથી મળતો તો જવાબદારી અમારી રહેશે નહીં.

૧૪) બધા જ વાઊચર્સ અને હાઊસીની ટિકીટ તમારા ઈમેઈલ એડ્રેસ પર શનિવાર, તા. ૧૮/૪/૨૦૨૦,ના રોજ રાતે ૧૦ઃ૦૦ વાગ્યા સુધીમાં પહોંચી જશે. જો કોઈ કારણસર તમારા ઈમેઈલમાં ના આવે તો, ઉપર કહેલા નંબર પર વૉટ્સએપથી શનિવારે રાતે ૧૨ વાગ્યા સુધીમાં મેસેજ કરવો.

૧૫) ત્યાર બાદ

https://www.facebook.com/groups/SmartoKidsFunfair01/

ફેસબૂક ગૃપ પર જઈને જોડાઓ. ત્યાં જ સવારે ૧૦ઃ૩૦ વાગ્યાથી બધી જ લાઈવ ઈવેન્ટ્સ થશે.

૧૬) ઈવેન્ટ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો ૭૯૮૪૨૯૪૮૩૭ પર સવારે ૯ થી સાંજે ૬ વચ્ચે ફોન કરવો.

૧૭) કોઈપણ કાયદાકીય બાબતો માટે અમદાવાદ જ્યુડીશરી વિસ્તાર માન્ય ગણવામાં આવશે.

વાઊચર્સની વિગતોઃ

સ્માર્ટોકિડ્ઝ ફનફેર ઈવેન્ટ ૧ (SmartoKids Funfair Event – 1) માં ભાગ લેનાર દરેક વ્યક્તિ ને મળશે નીચે મુજબના ૩૦૦૦/- કરતા પણ વધુ રકમના ગેરંટેડ વાઊચર્સ

૧) T-Shirt Factory ( https://www.facebook.com/TshirtFactoryIndiaOnline)ના કોઈ પણ ટીશર્ટની ખરીદી ઉપર ૨૦%ની છૂટ (મિનિમમ રૂપિયા ૪૦/- ની વેલ્યુ)

૨) Food Couture (https://www.facebook.com/foodcoutureculinarycentre)ના કોઈ પણ ઓનલાઈન ક્લાસમાં ૨૦%ની છૂટ (મિનિમમ રૂપિયા ૫૦૦/- ની વેલ્યુ)

૩) SmartoKids (www.SmartoKids.com)ના કોઈ પણ બોક્સની ખરીદી પર ફ્લેટ 100 રૂપિયાની છૂટ

૪) Dr. Dwijesh Multispeciality Dental Clinic (www.DwijeshDental.com) દાંતને લગતા કોઈપણ ઓનલાઈન કે રુબરુ કન્સલ્ટેશન ઉપર ૫૦% ની છૂટ (મિનિમમ રૂપિયા ૧૦૦/- ની વેલ્યુ) તથા ત્યાં કરવામાં આવેલ ટ્રીટમેન્ટ ઉપર ૨૦% ની છૂટ

૫) Celebre Aesthetics (www.Celebre.in)માં weight loss, hair, skin અને cosmetic surgery ને લગતા ઓનલાઈન કે રુબરુ કન્સલ્ટેશન ઉપર ૫૦%ની છૂટ (મિનિમમ રૂપિયા ૩૫૦/- ની વેલ્યુ) તથા ત્યાં કરવામાં આવેલ ટ્રીટમેન્ટ ઉપર ૧૦% ની છૂટ

6) Just Parenting – બાળઊછેરને લગતા પેરેન્ટીંગ સેમિનાર (fb.me/justparenting.official / મોબાઈલ નંબર – 9898043635)માં ૫૦% ની છૂટ (મિનિમમ રૂપિયા ૨૦૦૦/- ની વેલ્યુ)

૭) Reeva Fertilityમાં (મોબાઈલ નંબર – 9724326244) પ્રેગનન્સી, Fertility, IVF જેવા પ્રશ્નો માટેનાં રૂબરૂ તેમજ ઓનલાઈન કન્સલ્ટેશનમાં ૬૭%ની છૂટ (મિનિમમ રૂપિયા ૨૦૦/- ની વેલ્યુ)

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ