આ છે સ્તન કેન્સરના લક્ષણો, જાણો અને ચેતી જાવો

દર વર્ષે ચાર ફેબ્રુઆરી ના રોજ વિશ્વ કેન્સર દિવસ મનાવવામાં આવે છે.

image source

આ વર્ષે વિશ્વ કેન્સર દિવસની થીમ ‘મેં હું ઔર મેં રહુંગા/રહુંગી’ રાખવામાં આવી છે. કેન્સર એક એવી બીમારી છે જેનો જો યોગ્ય સમયે ઈલાજ કરવામાં ના આવે તો દર્દીનો જીવ પણ જઈ શકે છે.

image source

આ જીવલેણ બીમારીથી દુનિયામાં સૌથી વધુ મોત થાય છે. કેન્સરની બીમારી ઘણા પ્રકારની હોય છે. ઉપરાંત મહિલાઓ અને પુરુષોમાં તેના લક્ષણો પણ અલગ અલગ હોય છે. જ્યાં મહિલાઓ સૌથી વધુ સ્તન કેન્સરથી મરી રહી છે ત્યાં જ પુરુષોને સૌથી વધુ ફેફસાંના કેન્સરનો ખતરો વધારે હોય છે.

image source

પહેલીવાર વિશ્વ કેન્સર દિવસ વર્ષ ૧૯૩૩માં ઉજવવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય કેન્સર નિયંત્રણ સંઘ દ્વારા પ્રથમવાર જીનીવા ખાતે મનાવવામાં આવ્યો હતો.

૪ ફેબ્રુઆરી, ૨૦૦૦માં કેન્સરની વિરુદ્ધ વિશ્વ કેન્સર સંમેલન થયું જ્યાં આ નક્કી કરવામાં આવ્યું કે દર વર્ષે ૪ ફેબ્રુઆરીના રોજ કેન્સર વિરુદ્ધ જાગરૂકતા ફેલાવવા માટે આ દિવસ મનાવવામાં આવશે.

image source

આ સંમેલન ફ્રાન્સના પેરિસ શહેરમાં યોજવામાં આવ્યું હતું. કેન્સર એક એવી બીમારી છે જેનાથી આખી દુનિયા હેરાન છે. મહિલાઓ સૌથી વધારે સ્તન કેન્સરથી પીડીત થઈ રહી છે, જે સૌથી ખતરનાક કેન્સર માંથી એક છે.

image source

જો યોગ્ય સમયે સ્તન કેન્સરના લક્ષણોને ઓળખવામાં ના આવે તો આ આખા શરીરમાં ફેલાઈ શકે છે. સ્તન કેન્સરમાં કેન્સરની બીમારીની કોશિકાઓ સ્તનના ટીશ્યુઝમાં બને છે. સ્તનના કેન્સરના લક્ષણો ખબર પડવાથી તરત જ ડોકટરને બતાવવું જોઈએ. સ્તન કેન્સરના શરૂઆતી લક્ષણોમાં સ્તનના આકારમાં બદલાવ આવવાની સાથે જ ગાંઠનું દેખાવું પણ છે.

image source

જો આપ સ્તનમાં ગાંઠ મહેસુસ કરી રહ્યા છો તો તેને હળવાશમાં ના લેતા ડોકટરની સલાહ જરૂર લેવી. સ્તનમાં દુખાવો, આકારની સાથે સાથે રંગમાં પણ પરિવર્તન અને નિપ્પલમાં પણ સોજો આવી જવો પણ સ્તન કેન્સરના લક્ષણોમાં સામેલ છે.

image source

બ્રેસ્ટ કેન્સરના આ પ્રકારના લક્ષણો જોવા મળે તો તેને નજરઅંદાજ ના કરતા તરત જ ડોકટર પાસે તપાસ કરાવી લેવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ