‘વર્ક ફ્રોમ હોમ’થી પતિ-પત્ની વચ્ચે થઇ રહ્યું છે કંઇક આવું, શું તમારી સાથે પણ થાય છે આવું?

-મારે હવે મારા પતિ સાથે રહેવું જ નથી. તેઓ છેલ્લા આઠ મહિનાથી ઘરે બેસીને કામ કરે છે. મને થોડાક દિવસ માટે પિયર પણ જવા દેતા નથી અને જો ક્યાંક બહાર જાવ અને થોડીક વધારે વાર લાગે છે તો શંકા કરતા હોય તેમ પ્રશ્નો કરવા લાગે છે.

હું આઠ- આઠ મહિનાઓથી પતિ અને બાળકોની સેવા કરવાની મારી ફરજ પૂરી કરું છે તેમ છતાં પણ તેઓ સતત સીસીટીવીના કેમેરાની જેમ સતત મારી પર નજર રાખી રહ્યા હોય એમ ફરે છે. હવે હું ત્રાસી ગઈ છે અને ઝઘડા પણ થવા લાગ્યા છે. મારો કોઈ વાંક કે ગુનો નથી તો પણ મારે મશીન હોવું તેવી રીતે વર્તન કરવું પડે છે અને મારી આઝાદીની કોઈને ચિંતા નથી. મારે હવે એમની સાથે રહેવું નથી.(પત્નીની ફરિયાદ)

image source

હું પણ છેલ્લા આઠ- આઠ મહિનાઓથી ઘરે બેસીને કામ કરું છું. મારી પત્નીની જેવી સ્થિતિ છે એવી જ સ્થિતિ મારી પણ છે. એક તરફ નોકરીમાં કોસ્ટકટિંગ (પગારમાં ઘટાડો) થયો છે અને નોકરીને જાળવી રાખવા માટે મારે સતત પ્રવૃત્ત રહેવું પડે છે. પત્ની સતત કામ કરતી હોય છે અને પત્નીની મને ચિંતા થાય છે એટલા માટે પ્રશ્નો કરું છું એનો ઉંધો અથ કાઢીને મારા પર ગુસ્સો કર્યા કરે છે.

થોડીક વાર મોબાઈલ ફોન પર ગેમ રમું કે પછી મિત્રો સાથે વાત કરું છું તો પત્ની ઝઘડો કરે છે કે, હું આપની આટલી બધી સેવા કરું છું તેમ છતાં પણ મારા માટે આપની પાસે સમય જ નથી. બાળકોની હાજરીમાં જ ઝઘડો કરવાનું શરુ કરી દે છે. હું હવે કંટાળી ગયો છું. ઘરમાં તો જાણે મારી કોઈ કીમત જ નથી. (પતિનો આક્રોશ)

image source

ગુજરાત યુનીવર્સીટીના સાઈકોલોજી વિભાગના વડા તરીકે નિવૃત્ત ડૉ. અશ્વિન જણસારી આ બાબતે વાત કરતા કહે છે કે, સાધારણ દિવસોની તુલનામાં વર્ક from હોમ દરમિયાન ઘરે રહેવાના લીધે સતત કામ કરી રહેલ પતિદેવોમાં રીફ્રેશમેન્ટ માટેની ડીઝાયર વધી જાય છે.

-જયારે બીજી બાજુ પત્નીને પતિ અને બાળકો સતત ઘરે હોવાના લીધે તેમના સમય સાચવવાની ચિંતા થવાની સાથે જ પત્નીના કામમાં વધારો થઈ જાય છે. પત્નીને બાળકો ઘરે હોવાના લીધે તેની સંકોચવૃત્તિમાં વધારો થવા લાગે છે. પતિ સ્ટ્રેસ વર્ક અને ઓફીસ કલ્ચરના અભાવે હેરાન થતા હોય છે ત્યારે જ પત્ની સતત પતિ અને બાળકોના સમય સાચવીને હેરાન થાય છે.

આવા સમયે જયારે અંગત જીવન માણવાનો સમય આવે છે ત્યારે પતિ- પત્નીના વિચાર અને આનંદની અનુભૂતિમાં પરિવર્તન આવે છે. જીવનશૈલીમાં પરિવર્તન થવાની અસર પતિ- પત્નીની સેક્સલાઈફ પર પણ પડે છે અને ત્યાર પછી જ પતિ- પત્ની વચ્ચે ઝઘડાની શરુઆત થઈ જાય છે. સતત છ મહિનાઓથી બીબાઢાળ જીવનમાં પતિ- પત્ની બંને અકળાવા લાગે છે સ્વાભાવિક બાબત જ છે કે, પતિ સતત એવું ઈચ્છે કે, તેની પત્ની સતત તેની સેવા કરે.

જયારે બીજી બાજુ થાકી ગયેલ પત્ની ફ્રી ટાઇમ નહી મળવાના લીધે અકળાઈ જાય છે. આવી સ્થિતિમાં સેક્સ લાઇફમાં પતિનો અધિકાર ભાવ વધવા લાગે છે. પત્નીની મનાઈ કે પછી સંપૂર્ણ સહયોગના અભાવે પતિના મનમાં શંકા થવા લાગે છે ત્યાર પછી ઝઘડાની શરુઆત થઈ જાય છે. જો આ સમયે બંને સમજદારી પૂર્વક વર્તન નહી કરે તો પતિનો મેલ ઈગો અને પત્નીના ઈમોશન્સ વચ્ચેનો ટકરાવ ગૃહકલેશનું કારણ બને છે.

image source

આવા મામલાઓમાં ઘણા બધા દંપત્તિ સેકસોલોજિસ્ટ પાસે સલાહ લેવા જાય છે. સેકસોલોજિસ્ટનું કહેવું છે કે, બદલાયેલી જીવનશૈલીમાં પતિ- પત્નીના અંગત જીવન માણવાની પદ્ધતિમાં આવેલ પરિવર્તનના ફાયદા અને ગેરફાયદા પણ છે. મોટાભાગે ૪૦ વર્ષ કે તેના કરતા વધારે ઉમર ધરાવતા પતિ- પત્નીમાં વિવાદ થવાનું પ્રમાણ વધ્યું છે. જયારે યુવા દંપત્તિમાં સીધી ટક્કરના કેટલાક બનાવ પણ બન્યા છે જે અવિશ્વાસના સ્તરે પહોચી જાય છે.

પતિ કે પત્ની સતત પોતાના મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યા કરે છે તો તે પણ અવિશ્વાસનું કારણ બની જાય છે. પુરુષોમાં વર્ષ દરમિયાન આવકની ચિંતાના લીધે સેક્સ લાઈફને અસર કરે છે તો તેને પત્ની પત શંકા પણ વધતી જાય છે. તો સ્ત્રી વર્ગમાં સતત સેવા કરી લીધા પછી પોતાની ભાવનાઓને સમજનાર કોઈ વ્યક્તિ નથી તે મુદ્દો વિવાદિત બન્યો છે.

image source

વાસ્તવિકતામાં, પતિ અને પત્ની બંનેમાં તણાવ અને ચિંતાગ્રસ્ત થઈ જવાના લીધે તેમના હોર્મોન્સમાં આવી રહેલ પરિવર્તનથી ઉત્તેજનાશક્તિને અસર પહોચાડે છે. સુખી સેક્સ લાઈફ જીવવા મત સ્મોકિંગ, સ્ટ્રેસ, સ્કોચ અને સુગર ઘણો મહત્વનો ભાગ ભજવે છે. સેક્સ લાઈફને સારી બનાવવા માટે આ ચાર Sને ત્યાગ કરીને એકબીજાને સમજવા એ જ વર્તમાન સમયની માંગ છે.

મોબાઈલ ફોનનો વધારે ઉપયોગ અવિશ્વાસનું કારણ

image source

પતિ- પત્ની એકબીજાને સંપૂર્ણ સમય આપે તો જ દાંપત્યજીવનમાં ખટરાગ થશે નહી.

-એકબીજાને સમજીને અને શાંતિથી ચર્ચા કરીને સમસ્યાને ઉકેલવી જોઈએ.

-ઘરમાં હંમેશા હળવાશભર્યું વાતાવરણ રહે તેનું બંનેએ ધ્યાન રાખવું જોઈએ અને સાથે બેસીને હળવાશની ક્ષણો વિતાવવી.

-મનગમતા મિત્રો અને સંબંધીઓ સાથે સંપર્ક કરવો. પરંતુ આ સંબંધ શંકા ઉત્પન્ન કરે તેટલી હદે વધવા જોઈએ નહી.

-પતિ અને પત્નીએ મોબાઈલ ફોનનો ઉપયોગ સ્વયંશિસ્ત જાળવતા એકબીજા માટે સંપૂર્ણ રીતે હાજર હોવ તેવી રીતે સમય આપવો જોઈએ.

-ઘરે રહીને રૂટીન કાર્યો સિવાય અન્ય પ્રવૃતિઓમાં પણ રસ લેવો.

-બે- ચાર દિવસમાં એક વાર પતિ- પત્નીએ એકલા ચાલવા માટે નીકળવું.

-રોજ ઘરમાં નિયમિતપણે યોગા અને હળવી કસરતો કરવી જોઈએ.

-ફક્ત મોબાઈલનો ઉપયોગ કરવાને બદલે માઈન્ડ ડાયવર્ટ થાય તેવી પ્રવૃત્તિ કરવી.

-ઘરમાં સતત બાળકોની હાજરી અને પતિની વ્યસ્તતાના લીધે સમય સાચવી રહેલ ગૃહિણીને પરિવારના સંય સભ્યોએ મદદ કરવી.
-પતિ કે પત્નીએ એકબીજા પર પોતાના વિચારોનેથોપી દેવા જોઈએ નહી તેનું ધ્યાન રાખવું.

image source

-આ બધા ઉપાયો કરવા છતાં પણ ગૃહ કલેશ સમાપ્ત નથી થતો તો આપે કાઉન્સેલરની સલાહ લેવી.