આ યુવાને 70 હજારમાં બનાવી પેટ્રોલ વગર ચાલતી મોદી બાઈક, જે કારને પણ પાડી દેશે પાછળ

વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. તેના માટે કેટલીક સંસ્થાઓ દિવસ રાત કામ કરી રહી છે પણ બીજી બાજુ દુનિયામાં વાહનોની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે જેમાંના લગભગ બધા જ પેટ્રોલ કે ડિઝલથી ચાલતા વાહનો છે. અને તેના કારણે હવાનું પ્રદૂષણ ખૂબ વધી જાય છે. આપણા દેશની રાજધાની દિલ્લીની સ્થિતિ આપણા બધાથી જરા પણ અજાણ નથી. અહીં પ્રદૂષણને કાબૂમાં રાખવા માટે સરકારે ઓડ ઇવનનો કાયદો અવારનવાર લાગુ પાડવો પડે છે પણ તેમ છતાં વધારે કોઈ જ અસર જોવા મળતી નથી.

image source

બીજી બાજુ પર્યાવરણનું રક્ષણ કરતી સંસ્થાઓ તેમજ કેટલાક દેશની સરકારો પણ પ્રદૂષણ રહિત વાતાવણ ઉભુ કરવા માટે લોકોને વીજળીથતી ચાલતા વાહનો વાપરવા માટે પ્રોત્સાહિત કરે છે અને તેના માટે સરકાર કેટલીક રાહતો પણ આપે છે. પણ કેટલીક મર્યાદાઓના કારણે હજુ સુધી વીજળીથી ચાલતા વાહનો જોઈએ તેટલી સંખ્યામાં રસ્તાઓ પર નથી જોવા મળતા. અને તેના કારણે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે અને હિમનદીઓ ધાર્યા કરતાં વધઆરે ઝડપથી પીઘળી રહી છે અને તેના કારણ સમુદ્રમાં પાણીનું સ્તર વધવાની ભીંતી પણ વારંવાર પ્રગટ કરવામાં આવે છે.

image source

અને આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને એક યુવાને જાતે જ એક વિજળીથી ચાલતી બાઇક બનાવી છે. જે તેણે 70000 રૂપિયામાં બનાવી છે.

તાજેતરમાં એક સમાચાર આવ્યા છે કે મેરઠમાં રેહનારા એક યુવાને એક એવી મોટરસાઇકલ બનાવી છે જે પેટ્રોલથી નહીં પણ વિજળીથી ચાલે છે. એક નાનકડી વસ્તીમાં રહેતા આ યુવાને માત્ર 70000માં આ મોટરસાઇકલ બનાવી છે તેમજ તેનું નામ પણ તેણે મોદી રાખ્યું છે.

image source

આ યુવાને જણાવ્યું કે તેણે ઓટોમોબાઈલ જિનિયરિંગ કર્યું છે તેમજ તે અભ્યાસમાં હોંશિયાર છે પણ ઘરન સ્થિતિ ઠીક ન હોવાના કારમે તેણે વિજળીથી ચાલતી મોટર સાઇકલ બનાવવાની પ્રેરણા મલી છે.

image source

જો આ યુવાન વિષે તમને જણાવીએ તો તેનું નામ અહમદ વકાર છે જે એક ગરીબ વિસ્તારમાં રહેનારો સામાન્ય યાન છે. તેણે દિલ્લી ઇન્સ્ટીટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ ટેક્નોલોજીમાંથી અભ્યાસ કર્યો છે તેમ જ આ મોટરસાઇકલને કેટલાએ પાર્ટ્સ જોડીને બનાવી છે. જ્યારે આ યુવાનને પુછવામાં આવ્યું કે મોટરસાઇકલનું નામ મોદી કેમ રાખવામાં આવ્યું છે ત્યારે તેણે જણાવ્યું કે મોદીજીના સ્વચ્છ ભારત પ્રદૂષણ મુક્ત ભારતથી પ્રેરણા લઈને તેણે આ નામ રાખ્યું છે. આવા યુવાનો પાસેથી આજની યુવા પેઢીએ ખરેખર કંઈક શીખવા જેવું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ