એક જ સ્થાન પર લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી સ્વાસ્થ્યને થાય છે આ નુકસાન, જાણો તમે પણ

જે મહિલાઓ વધારે સમય સુધી બેસી રહે છે, ખાસ કરીને જે મેનોપોઝ માંથી પસાર થઈ ચૂકી છે (post-menopausal women) અને તેમના શરીરનો ભાર વધારેમાં વધારે છે કે જાડાપણાથી ગ્રસિત છે એમનામાં હ્ર્દયરોગનો ખતરો વધી શકે છે. આ વાત એક અધ્યયનમાં સામે આવી છે.

image source

અમેરિકાના ફિનિક્સમાં એરિજૉના સ્ટેટ યુનિવર્સિટી કોલેજ ઓફ હેલ્થ સોલ્યુશનમાં ન્યુટ્રિશનના પ્રોફેસર અને અધ્યયનના પ્રમુખ લેખક ડોંરોથી સિયર્સ કહે છે, “બેસવાનો સમય ઓછો કરવાથી ગ્લુકોઝ નિયંત્રણ અને રક્ત પ્રવાહમાં સુધાર થાય છે, અને શારીરિક ગતિવિધિઓ પણ વધે છે, અહિયાં સુધી કે જમવાનું બનાવવું અને ખરીદી જેવી હલકી-ફૂલક્કી રોજની ગતિવિધિઓ, મૃત્યુદરના જોખમને ઓછું કરે છે અને હ્રદય રોગ અને સ્ટ્રોકને રોકવાની સાથે અનુકૂળ જોડાણ દેખાય છે.”

આશરે ૬૩ વર્ષની મહિલાઓને સામેલ કરવામાં આવી હતી.

image source

જર્નલ ઓફ ધ અમેરિકન હાર્ટ એસોસિએશનમાં પ્રકાશિત આ અધ્યયનમાં, શોધકર્તાઓને મોટી ઉમરની મહિલાઓ અને જે વધારે વજનવાળી કે જાડાપણાનો શિકાર હતી, કેટલીક આદતોને માપી. અધ્યયનમાં સામેલ કુલ ૫૧૮ મહિલાઓ જેમની બોડી માંસ ઇંડેક્સ ૩૧ kg/ m2 હતા. બધી મહિલાઓની સરેરાશ 63 વર્ષ હતી.

૧૪ દિવસ સુધી અધ્યયન કરવામાં આવ્યું.

 

image source

અધ્યયનના પ્રતિભાગીઓને ૧૪ દિવસ સુધી પોતાના જમણા કુલ્હા પર એકસેલેરોમીટર(accelerometers) પહેર્યું. ઉપકરણને ફક્ત સૂતા સમે અને સ્નાન કરવા કે તરતા દરમિયાન જ રિમૂવ કર્યું. એકસેલેરોમીટરનો ઉપયોગ આખો દિવસ મહિલા પ્રતિભાગીઓની બેસવાની અને શારીરિક ગતિવિધિને ટ્રેક કરવા અને રિકોર્ડ કરવા માટે કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફક્ત વાર રક્તનું પરીક્ષણ કરવામાં આવ્યું જેમાં બ્લડસુંગર અને ઇન્સ્યુલીન રેજિસ્ટસને માપવામાં આવ્યું.

image source

બેસવાના પ્રત્યેક અતિરિક્ત કલાકોને ૬% થી વધારે ફાસ્ટિંગ ઇન્સ્યુલીન અને ઇન્સ્યુલીન રેજીસટેન્સમાં ૭% થી વધારે વૃધ્ધિની સાથે જોડવામાં આવ્યું હતું, જે પરિણામ જોવા મળ્યું છે. આશરે બેસવાની અવધિમાં પ્રત્યેક વધારાની ૧૫ મિનિટમાં ૭%થી વધારે ફાસ્ટિંગ ઇન્સ્યુલીન અને ઇન્સ્યુલીન રેજીસટેન્સમાં લગભગ ૯%ની વૃધ્ધિની સાથે જોડાણ થયું હતું.

સિયર્સ કહે છે “અમે બેસવાના વધારાના સમય અને ઇન્સ્યુલીન અને ઇન્સ્યુલીન રેજીસ્ટેનસની વચ્ચે મજબૂત નકારાત્મક જોડાણને જોઈને આશ્ચર્યચકિત હતા, અને એક્સરસાઈઝ અને ઓબેસિટીને જવાબદાર થયા પછી પણ એમાં મજબૂત જોડાણ હતું.”

વજન પ્રબંધન માટે WHO ની સલાહ

image source

– જાડાપણું, હ્રદય રોગના પ્રમુખ કારણછે, એટલા માટે વજન પ્રબંધન માટે સૌથી જરૂરી છે કે આપ આપના વજનનું ધ્યાન રાખો, જો વજન વધે તો તેનું પ્રબંધન કરો.

-ચરબીનું સેવન સીમિત પ્રમાણમાં કરો અને સેચ્યુરેટેડ ફેટને બદલે અનસેચ્યુરેટેડ ફેટને ડાયટમાં સામેલ કરો.

-ફળોનું સેવન વધારો સાથે જ આહારમાં શાકભાજી, દાળ, આખું અનાજ અને નટ્સને સામેલ કરો.

image source

-ખાંડ અને મીઠાનું વધારે પડતા સેવન અટકાવી દો.

-આ બધી વાતો સિવાય, એક્સરસાઈઝ કરવાનું ના ભૂલવું. રોજના ૩૦ થી ૬૦ મિનિટ સુધી એક્સરસાઈઝ જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ