ભારતીય મહિલા ક્રિકેટર જેમિમાં રોડ્રિગેજે ઓસ્ટ્રેલિયન કીડ્સને શીખવાડ્યો એટલો મસ્ત બોલિવૂડ ડાન્સ કે વિડીયો જોઇને તમે પણ નાચવા લાગશો

ભારતીય મ0હિલા ક્રીકેટર જેમીમા રોડ્રીગગાઇઝે ઓસ્ટ્રેલિયન કીડ્સને શીખવ્યો બોલીવૂડ ડાન્સ – જુઓ વિડિયો

image source

થોડા સમય પહેલાં વુમન્સ વર્લ્ડ કપ ટી-20 દરમિયાન પાકિસ્તાની મહિલા ક્રીકેટરોએ બીટ બોક્સિંગ કરીને સોશિયલ મિડિયા પર ચર્ચા જગાવી હતી તો હવે ભારતીય ક્રીકેટ ટીમ પણ ઓસ્ટ્રેલિયા ખાતે ચાલી રહેલા ટી-20 વર્લ્ડ કપને એન્જોય કરતી જોવા મળી છે. ભારતીય મહિલા ક્રીકેટર જેમીમા રોડ્રીગાઇઝ બોલીવૂડના જાણીતા ગીત પર ઠૂમકા લગાવતી જોવા મળી હતી.

image source

રાઇટ હેન્ડેડ બેટ્સવુમન જેમીમા હજુ એક-બે દિવસ પહેલાં જ ત્યાંની સીક્યોરીટી ગાર્ડ સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. પણ તેણી માત્ર આટલે જ નહીં રોકાતાં ઓસ્ટ્રેલિયાની કેટલીક કીશોરીઓને પણ પોતાની ડાન્સ સ્કીલ શીખવતી જોવા મળી હતી.

ઇન્ટરનેશનલ ક્રીકેટ કાઉન્સીલ એટલે કે આઈસીસીના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ દ્વારા એક વિડિયો શેર કરવામાં આવી છે જેમાં જેમીમાહ અને હર્લીન દેઓલ ઓસ્ટ્રેલિયન કીશોરીઓ સાથે હળવાશની પળો એન્જોય કરતી જોવા મળી હતી. જે દરમિયાન તેમણે તે બાળકીઓને બોલીવૂડ સ્ટેપ શીખવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc) on

તેણીએ કાર્તિક આર્યાન અને સારા અલિ ખાનની તાજેતરમાં રિલિઝ થયેલી ફિલ્મ લવ આજ કલના હીટ સોંગ હાં મે ગલત પર બાળકીઓ સાથે સ્ટેપ્સ કર્યા હતા. આ પહેલાં તેણીએ વુમન ગાર્ડ સાથે પણ આ જ સોંગ પર ડાન્સ કર્યો હતો જેની વિડિયો પણ આઈસીસી એ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી અને તે જ વિડિયો કાર્તિકે પણ પોતાના અકાઉન્ટ પર રીશેર કર્યો હતો. કાર્તિક પોતે પણ પોતાની ફેવરીટ ક્રીકેટરને તેના સોંગ પર ઝૂમતાં જોઈ અભિભૂત થઈ ગયો હતો.

image source

અને જેમીમાં પોતે પણ આ સોંગની જબરજસ્ત ફેન બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે તેણી તેના પર જ વારંવાર ડાન્સ કરતી જોવા મળી છે. તેણી સાથે ઓસ્ટ્રેલિયન કીડ્સ પણ ખૂબ જ મસ્તીથી જૂમી રહ્યા છે જે તમે આ વિડિયોમાં જોઈ શકો છો.

image source

હવે ભારતીય વુમન્સ ક્રીકેટ ટીમના પર્ફોમન્સની વાત કરીએ તો આપણી વુમન્સ ટીમને વુમન્સ વર્લ્ડ કપમાં હરમનપ્રીત કૌર લીડ કરી રહી છે. તેમણે ચારમાંથી ચાર મેચ અત્યાર સુધીમાં જીતી લીધી છે, અને તેની સાથે જ આપણી ટીમ સેમી ફાઇનલ્સ માટે ક્વોલીફાઈ થઈ ગઈ છે.

બસ તો આપણી પણ આપણી વુમેન્સ ટીમને શુભેચ્છાઓ છે કે તેઓ કપને ઘરે લઈને આવે અને જેમીમા પુરી ઇન્ડિયન વુમેન ક્રીકેટ ટીમ સાથે ઓસ્ટ્રેલિયામાં નહીં પણ ભારતના આંગણે ડાન્સ કરે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !