શું તમે શિયાળાની ઋતુમાં અહિંયા ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? તો કરી દેજો કેન્સલ, નહિં તો….

આપણા દેશમાં એકથી વધીને એક સુંદર જગ્યાઓ છે ખાસ કરીને શિયાળામાં તો આ જગ્યાઓ પ્રવાસીઓનું કેન્દ્ર બની જાય છે. પ્રાકૃતિક છટાઓ એક અલગ જ રૂપ દેખાડીને પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. જયારે પર્વતો પર બરફ વર્ષ થાય છે ત્યારે ઊંચાઈ પર વધુ ઠંડી પડે છે એટલે જો તમે પ્રાકૃતિક સુંદરતાના મોહમાં આવીને ઊંચા સ્થાનોએ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો એક વખત ત્યાંના તાપમાન વિષેની માહિતી જરૂર મેળવી લો કારણ કે બધા લોકો ઓછું તાપમાન સહન નથી કરી શકતા. ત્યારે આજના આ યાત્રા સંબંધી લેખમાં અમે આપને આવા જ અમુક સ્થાનો વિષે જણાવીશું જ્યાં ધારણા કરતા પણ વધુ ઠંડી પડે છે.

સ્પીતી ઘાટી

image source

હિમાચલ પરદેશમાં સ્થિત સ્પીતી ઘાટી આમ તો એક સુંદર જગ્યા છે પરંતુ ભૂલથી પણ આ સ્થાને શિયાળામાં ન જવું. કારણ કે નવેમ્બર મહિના બાદ આ જગ્યા એક બર્ફીલા રણપ્રદેશમાં ફેરવાઈ જાય છે. આ જગ્યા સમુદ્ર તળથી 3800 મીટરની ઊંચાઈ પર છે. કેટલાય અનુભવી પર્યટકો શિયાળામાં અહીં ટ્રેકિંગ કરવાનો પ્લાન કરે છે પરંતુ તે એક મુશ્કેલ પ્રવાસ બની જાય છે કારણ કે તે દિવસોમાં અહીંનું ન્યુનતમ તાપમાન લગભગ માઇનસ 30 ડિગ્રી સુધી પહોંચી જાય છે.

હેમકુંડ સાહિબ

image source

હેમકુંડ સાહિબ એટલા માટે પ્રસિદ્ધ છે કે અહીં એક એવું ગુરુદ્વારા છે જે ઊંચાઈ પર બનેલું છે. આ ગુરુદ્વારા સાત બર્ફીલી પહાડીઓ વચ્ચે બનેલું છે. શિયાળાની ઋતુમાં તો આ ગુરુદ્વારા સંપૂર રીતે બરફથી ઢંકાઈ જાય છે. મોટાભાગના લોકો અહીં ગરમીના દિવસોમાં જ ફરવા માટે આવે છે કારણ કે ત્યારે અહીંનું તાપમાન ફરવા માટે અનુકૂળ હોય છે. અહીં શિયાળાનું ન્યુનતમ તાપમાન લગભગ માઇનસ 11 ડિગ્રી સુધી પહોંચી જાય છે.

લદ્દાખ

image source

લગભગ દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તે તેના જીવનમાં એક વખત લદ્દાખની મુલાકાત અચૂક લે. પરંતુ આ જગ્યાએ જો તમે શિયાળામાં જવા ઇચ્છતા હોય તો બે વખત વિચારી લેજો. કારણ કે લેહની પ્રાકૃતિક સુંદરતા તો તમને દરેક ઋતુમાં પોતાની તરફ આકર્ષિત કરશે પરંતુ શિયાળામાં અહીંનું તાપમાન તમારા શરીરને અનુકૂળ ન પણ આવી શકે. ખાસ કરીને ડિસેમ્બર અને જાન્યુઆરીમાં અહીં ખુબ બરફવર્ષા થાય છે. આ જગ્યાએ શિયાળામાં ન્યુનતમ તાપમાન લગભગ માઇનસ 28 ડિગ્રી સુધી પહોંચી જાય છે.

સેલા દર્રા

image source

સેલા દર્રા એક સુંદર પહાડી છે જે તવાંગને અરુણાચલ પ્રદેશ સાથે જોડે છે. આ પહાડી પરથી એવા દ્રશ્યો જોવા મળે છે જે અહીં આવતા પર્યટકોને મંત્રમુગ્ધ કરી દે છે. આ જગ્યા સમુદ્ર તળથી 4000 મીટરની ઊંચાઈ પર છે પરંતુ શિયાળાના દિવસોમાં અહીં ધ્રુજાવી દેનારી ઠંડી પડે છે. એ સમયે અહીંનું ન્યુનતમ તાપમાન માઇનસ 15 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ