OMG! અહિંંયા તો સાપોથી થાય છે મસાજ, PHOTOS જોઈને તમારી પણ છૂટી જશે કંપારી!

આજના દોડાદોડીવાળા જીવનમીં લોકોના શરીરને ભાગ્યે જ આરામ મળી શકે છે. ક્યાંક લોકો પોતાની અવ્યવસ્થિત જીવનશૈલીના કારણે શારીરિક પીડાઓ ભોગવે છે તો વળી ક્યાંક લોકો પોતાના બિઝી શેડ્યુલમાંથી સમય ન કાઢી શકવાના કારણે વિવિધ શારીરિક પીડાઓનો સામનો કરતા હોય છે. અને જ્યારે આવા થાકેલા શરીરને જો કોઈ થોડું દબાવી આપે કે પછી થોડું માલિશ કરી આપે તો જાણે ખૂબ રાહતનો અનુભવ થતો હોય છે. અને માટે જ હાલના સમયમાં દુનિયામાં સ્પાની બોલબાલા વધી ગઈ છે.

image source

મસાજ કરાવવાથી શરીરને આરામ મળે છે પણ શું તમે ક્યારેય સ્નેક મસાજ એટલે કે સાપ દ્વારા શરીરની માલિશ વિષે સાંભળ્યુ છે ! તમે કહેશો કે મસાજ અને તે પણ સાપ દ્વારા આટલી હિમ્મત વળી કોણ કરી શકે. પણ તમને જણાવી દીએ કે આ ખરેખર સત્ય છે. મિસ્રમાં એક સ્પામાં લોકો સ્નેક મસાજ આપે છે અને દાવો કરવામા આવે છે કે આ મસાજથી શરીરન ખૂબ આરામ મળે છે. અને પીડા પણ દૂર થઈ જાય છે.

image source

ઇજીપ્તની રાજધાની કાઇરોમાં એક સ્પા આ પ્રકારની સેવા લોકોને આપી રહ્યું છે. જેમાં લોકો કેટલાએ પ્રકારના માલિશ કરાવી શકે છે જેમાંથી એક સ્નેક મસાજ પણ છે. અને ઘણા લોકો એવા હિંમતવાળા પણ છે જેઓ સ્નેક મસાજ કરાવવાનું પસંદ કરે છે. તેમાં બિન ઝેરી સાપનો જ ઉપયોગ કરવામાં આવે છે.

image source

આ સ્પામાં, જીવતા સાપને લોકોની પીઠ અને ચહેરા પર છોડી દેવામા આવે છે. તેનાથી લોકોને શરીરમાં થઈ રહેલી પીડામાં રાહત મળે છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના એક વિડિયો પ્રમાણે માલિશ કરનારા પહેલાં ગ્રાહકની પીઠ પર તેલ રગડે છે અને ત્યાર બાદ ત્રીસ મિનિટના માલિશ દરમિયાન તેઓ અજગર અને લગભગ 28 પ્રકારના વિવિદ સાપ કે જે બિન ઝેરી હોય તે તેમના શરીર પર છોડી દે છે. સ્નેક મસાજનો આ વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

image source

સ્પાના માલિક સફવત સેડકીએ જણાવ્યું કે સાપનું માલિશ માંસપેશીઓ અને સાંધાની પીડાને ઘટાડવાનું કામ કરે છે. સાથે સાથે શરીરમાં લોહીનો પ્રવાહ પણ જાળવી રાખવામાં મદદ કરે છે. સ્પામાં એક ગ્રાહક, દીયા જીને સ્નેક મસાજ કરાવવા દરમિયાન કહ્યું કે જ્યારે સાપ તેની પીઠ પર રાખવામાં આવ્યા હતા, ત્યારે તેમને ખૂબ રાહત અનુભવી હતી અને તેમની પીડા પણ ગાયબ થઈ ગઈ હતી. તેમણે કહ્યું કે પહેલાં તેઓ ગભરાઈ ગયા કે મારા શરીરપર કેટલાએ સાંપ ફરી રહ્યા છે. પણ થોડી વારમાં તેમનો ભય તેમજ ચીંતા અને માનસિક તાણ સાવ જ ગાયબ થઈ ગયા અને તેઓ ખૂબ રાહત અનુભવી રહ્યા હતા અને જ્યારે માલિશ પુરુ થઈ ગયું ત્યારે તેમનો આત્મવિશ્વાસ પણ ખૂબ વધી ગયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ