કોરોનાથી બચવા માટે આ વ્યક્તિ રોજ પીતો હતો 5 લીટર પાણી, અંતે ICUમાં થવું પડ્યું દાખલ

પાણી કોઈ પણ જીવીત પ્રાણીના અસ્તિત્વ માટે કેટલું જરૂરી છે તે બતાવવાની જરૂર નથી પણ જેમ કોઈ પણ વસ્તુનો અતિરેક નુકસાન કરી શકે છે તેવી જ રીતે પાણીનો અતિરેક પણ તમને નુકસાન પહોંચાડે છે. હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જે ઇંગ્લેન્ડના એક વ્યક્તિ સાથે બન્યો છે. તેણે એટલું બધું પાણી પીધું કે તેની સ્થિતિ અત્યંત ગંભીર થઈ ગઈ હતી.

image source

34 વર્ષના સિવિલ સર્વન્ટ લ્યૂક વિલિયમસન ઇંગ્લેન્ડના બ્રિસ્ટલ શહેરમા પોતાના પરિવાર સાથે રહે છે. બ્રિટેનમાં લાગુ પાડવામા આવેલા પહેલા લોકડાઉનના સમયે લ્યૂકને લાગ્યું હતું કે તે કોરોના પોઝિટિવ થઈ ગયા છે અને તેમને લાગ્યું કે જો તે પોતે રોજ જે પાણી ગ્રહણ કરે છે તેનું પ્રમાણ વધારીને ડબલ કરી દેશે તો તેઓ આ બીમારીને હરાવવામાં સફળ રહેશે.

image source

સામાન્ય રીતે એક સામાન્ય માણસને દિવસમાં એકથી બે લિટર પાણી પીવાની સલાહ આપવામા આવે છે જો કે લ્યૂકે પોતાના પાણીનું પ્રમાણ વધારીને 4થી 5 લીટર કરી દીધું હતું જેના કારણ તેના શરીરમાં સોડિયમનું સ્તર જોખમી સ્તરે ઘટી ગયું હતું. આ જ કારણે લ્યૂક એક દિવસ લથડાઈને પડી ગયા.

image source

લ્યૂકના પત્નીએ આ વિષે વાત કરતાં જણાવ્યું, ‘તેઓ સાંજે નહાવા ગયા હતા અને અચાનક બાથરૂમમાં તેઓ લથડાઈને બટી ગયા. કારણ કે લોકડાઉન હતું તો તેણીએ કોઈ પાડોશીની મદદ નહોતી માંગી. તેમણે તરત જ એમ્બ્યુલન્સ બોલાવી તો તે 45 મિનિટ બાદ આવી પણ આ એમ્બ્યુલન્સના આવતા પહેલાં લ્યૂક 20 મિનિટ સુધી બેહોશ પડી રહ્યા હતા. અને કોઈ પ્રકારની પ્રતિક્રિયા નહોતા આપી રહ્યા જેના કારણે મને ખૂબ ટેન્શન થઈ ગયું હતું.’

image source

તેમણે આગળ કહ્યું કે છેવટે જ્યારે ડોક્ટર્સ ત્યાં આવી પહોંચ્યા ત્યારે તેમણે જણાવ્યું કે લ્યૂક કેટલાએ દિવસથી વધારે પ્રમાણમાં પાણી પી રહ્યા છે. જેના કારણે તેમના શરીરમાં સોલ્ટનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ ગયું હતું અને તેના જ કારણે લ્યૂકની સ્થિતી ખરાબ થઈ ગઈ હતી. તેમને બે ત્રણ દિવસ સુધી આઈસીયુમાં રાખવામા આવ્યા હતા. તેઓ વેન્ટિલેટર પર હતા. હોસ્પિટલ સ્ટાફ ખૂબ જ સારો હતો. તેમણે કેટલાક ટેસ્ટ કર્યા અને તેમના ઇલેક્ટ્રોલાઇટ્સને બેલેન્સ કર્યા. લ્યૂક હવે પોતાની હેલ્થ પર ફોકસ કરી રહ્યા છે.

image source

આ કિસ્સા પરથી આપણે એટલું તો જાણી જ શક્યા છે કે અધૂરા જ્ઞાન સાથે આપણે આપણા શરીર સાથે કોઈ પણ પ્રકારનો પ્રયોગ ન કરવો જોઈએ. તમારા શરીર માટે જો તમે કોઈ મોટું પરિવર્તન કરી રહ્યા હોવ તો તમારે ડોક્ટરની સલાહ ચોક્કસ લેવી જ જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ