શું તમે જાણો છો તમારા વાંકા ચુકા દાંત તમારા હૃદય અને ફેફસાને પણ નુકસાન પહોંચાડે છે?

મિત્રો, મોટાભાગના લોકો વાંકાચૂકા દાંત ધરાવતા હોય છે અને એ બાબત તદન સામાન્ય બાબત છે. જો કે, જે લોકો આ પ્રકારના દાંત ધરાવતા હોય છે, તે લોકોએ પોતાના મોઢાની સાફ-સફાઈ પર વિશેષ ધ્યાન આપવાની જરૂરીયાત છે. જો તમે તમારા દાંતની સાર-સંભાળ રાખવામા જરાપણ બેદરકારી દર્શાવશો તો ફક્ત તમારા દાંત અને પેઢામા જ સડો નહિ થાય પરંતુ, તે તમારા હૃદય અને ફેફસા માટે પણ ખુબ જ જોખમકારક સાબિત થઇ શકે છે.

image source

બ્રિટીશ ઓર્થોડોન્ટીક સોસાયટીના એક અધ્યયનમા આ અંગે ચેતવણી આપવામા આવી છે. આ સંશોધકોના મત મુજબ જે લોકો આ વાંકાચૂકા દાંત ધરાવતા હોય છે, તેમના માટે આ દાંતની સાફ-સફાઈ કરવી ખુબ જ વધારે પડતી કપરી સાબિત થઇ શકે છે. તે વ્યક્તિ ભલે મોઢાના દરેક ખૂણામા બ્રશ ફેરવતો હોય છે પરંતુ, તેમછતા દાંત અને પેઢા વચ્ચે થોડો કચરો તો એકત્રિત થયેલો હોય જ છે. આ કચરો દાંતની અંદર જીવાણુઓને વિકસવા દે છે અને તેના કારણે જ દાંત અને પેઢામા અવારનવાર સડાની ફરિયાદ રહે છે.

image soucre

આ અધ્યયનના એક મુખ્ય સંશોધક રિચર્ડ જયોર્જના મત મુજબ જીવાણુઓ ખાણીપીણીની ચીજવસ્તુઓની સાથે ફેફસા અને હૃદયમા પ્રવેશ કરી લે છે. તેનાથી તમને ન્યુમોનીયા બ્રોન્કાઈટીસ સહીત અન્ય સંક્રમણ થવાની સાથે-સાથે હૃદયની ધમનીઓમા પ્લાક જામવાનો ભય પણ વધી જાય છે, આ પ્લાક તમારી ધમનીઓને ખુબ જ વધારે પડતી સાંકડી બનાવે છે અને તેના કારણે રકતપ્રવાહ દરમિયાન તમારી ધમનીઓ પર વધુ પડતુ દબાણ આવે છે.

image soucre

વધુ પડતું દબાણ આવવાથી આ ધમનીઓ ફાટે અને વ્યક્તિ હૃદયના હુમલાનો શિકાર બને છે. જ્યારે લોકો ક્રોધમા દાંત કચડતા હોય છે, તે આદત પણ હૃદય માટે જીવલેણ હોવાનુ જયોર્જ જણાવે છે. આ આદતના કારણે દાંત ઘસાવા, તૂટવા અને તેમા તિરાડ પડવાની આશંકા રહે છે.

image soucre

આ તિરાડ દાંત અને પેઢાની વચ્ચે ગંદકી જામવાનુ કારણ બને છે, જેથી બેકટેરિયાને આ જગ્યાએ ઘર કરવાનું સરળ રહે છે અને તેના કારણે લોહીના પ્રવાહનુ યોગ્ય પરિભ્રમણ મુશ્કેલ બને છે અને બ્લડપ્રેશર વધે છે. આ કારણોસર તમારી યાદદાસ્ત નબળી પડવાનો ભય પણ વધે છે

image source

‘ધી લંડન સેન્ટર ફોર કોસ્મેટિકસ ડેન્ટીસ્ટરી’ ના એક અધ્યયન મુજબ મોઢામા વધારે પ્રમાણમા જીવાણુઓની હાજરી તમારી યાદદાસ્ત માટે જીવલેણ સાબિત થઇ શકે છે. આ સંશોધકોનો દાવો એવો હતો કે, મોઢામાં હાજર બેકટીરીયા પાચનતંત્રમા પહોંચીને માત્ર કોશિકાઓને જ નિશાન નથી બનાવતી પરંતુ, તે તમારા શરીરમા અનેકવિધ રીતે વિધ્ન ઉભા કરે છે. માટે જો તમે દાંત સાથે સંકળાયેલ બીમારીઓથી રક્ષણ મેળવવા ઈચ્છતા હોવ તો નિયમિત સવારે અને રાત્રે બ્રશ કરી જીભ પર ગંદકી એકત્રિત ના થવા દો તથા સિગરેટ, તમાકુ, ગુટખા સોફટ ડ્રીંક, કોફી વગેરે જેવી વસ્તુઓથી દૂર રહો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત