શિયાળામાં બહુ થાય છે સાંધાના દુખાવા? તો આજથી જ ખાવા લાગો આ વસ્તુઓ, થઇ જશે રાહત

શિયાળાની સ્વાસ્થ્યવર્ધક ઋતુ હાલમાં તેના ફુલગુલાબી મિજાજમાં છે. આપણે સૌ જાણીએ છીએ કે તંદુરસ્ત સ્વાસ્થ્યને યથાવત રાખવા માટે શિયાળાની ઋતુ ‘કુદરતનો આશીર્વાદ’ છે. પરંતુ આ સ્વાસ્થ્યપ્રદ ઋતુમાં શરીરની પૂરતી કાળજી ન લઈએ તો શિયાળો નુક્સાનદાયક પણ બની શકે છે. ખાસ કરીને ખાન-પાન, આહાર-વિહાર સિવાય આપણે શિયાળામાં અનેક બાબતોનું વિશેષ ધ્યાન રાખીએ, જેથી શિયાળો રહે મસ્ત અને આપણે રહીએ સ્વસ્થ ! સામાન્ય રીતે આપણું શરીર ઋતુ અનુસાર કામગીરી અને કાર્યશૈલીમાં પરિવર્તન કરતુ રહે છે. શિયાળાની આ ઋતુમાં આપણું શરીર ‘એક્ટીવ મૉડ’માં હોય છે. કુદરતે આપણને શિયાળાની મૌસમ આખા વર્ષની શારીરિક શક્તિનો સંગ્રહ કરવા આપી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ કઈ સમસ્યાઓથી શિયાળામાં વિશેષ સચેત રહેવું જોઈએ તેના વિશે આજે આપણે વાત કરીશું.શિયાળાની ઋતુ ભલે સ્વાસ્થ્યપ્રદ મૌસમ ગણાય તેમ છતાં શ્વસનરોગ, હૃદયરોગ, ત્વચાના રોગ, મગજના રોગ, હાંડકાં-સાંધાના રોગ, વાયરસજન્ય રોગ, બાળકોમાં વિવિધ પ્રકારના ફ્લુનો રોગ વિગેરે થઈ શકે છે.

image source

ઉંમરની સાથે-સાથે હાડકાં પણ નબળા થતા જાય છે. તેમનામાં તે મજબૂતી નથી રહેતી કે લોકો દરેક કામ ખૂબ જ સરળતાથી કરી લે છે. કેટલાક કિસ્સામાં તો હાડકાં ખૂબ જ નબળા જ થઇ જાય છે અને આ સ્થિતિને ‘ઑસ્ટિયોપોરોસિસ’ કહેવામાં આવે છે. આ કારણથી હાડકાંમાં ફ્રેક્ચર પણ થઇ શકે છે અને ક્યારેક-ક્યારેક તો હાડકાં એટલા નબળા થઇ જાય છે કે પડવાને કારણે તેના તૂટવાનો પણ ડર રહે છે. ઑસ્ટિયોપોરોસિસનું કારણ યોગ્ય પ્રમાણમાં કેલ્શિયમ ન લેવાથી થઇ શકે છે. આ સાથે જ અન્ય પોષક તત્ત્વોની ઉણપ પણ હાડકાંમાં નબળાઇનું કારણ બની શકે છે. જાણો, હાડકાને મજબૂત બનાવવાના કેટલાક ઘરેલૂ ઉપાય વિશે…

દરરોજ સફરજનનું સેવન કરો

image source

દરરોજ એક સફરજન ખાવાથી ઑસ્ટિયોપોરોસિસની સમસ્યા ટળી શકે છે. સફરજનમાં પોલીફેનોલ્સ અને ફ્લવોનોઇડ્સ જેવા એન્ટી-ઑક્સીડેન્ટ્સ હોય છે જે હાડકાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સફરજનની છાલ સહિત ભોજન વધુ ફાયદાકારક હોય છે.

તલના બીજ બનાવે છે હાડકાને મજબૂત

image source

પોતાના આહારમાં તલના બીજ મિક્સ કરો. આ ઑસ્ટિયોપોરોસિસને અટકાવવાનો સૌથી સારો ઉપાય છે. હકીકતમાં તલના બીજ કેલ્શિયમથી ભરપૂર હોય છે જે હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે દરરોજ એક મુઠ્ઠી શેકેલા સફેદ તલના બીજનું સેવન કરી શકો છો. તમે તેને ગરમ દૂધમાં પણ નાંખીને પી શકો છો.

હાડકાંની મજબૂતી માટે અનાનસ પણ છે ફાયદાકારક

image source

અનાનસમાં મેન્ગેનીઝ હોય છે, જે ઑસ્ટિયોપોરોસિસને અટકાવવામાં મદદ કરે છે. હકીકતમાં શરીરમાં મેન્ગેનીઝની ઉણપથી સાંધામાં દુખાવો અને હાડકાં નબળા થઇ શકે છે. એટલા માટે જમતા પહેલા એક નાની વાટકી અનાનસનું સેવન કરો. તમે દરરોજ એક કપ અનાનસનો જ્યુસ પણી પી શકો છો. તેનાથી હાડકાંને મજબૂતી મળે છે.

માછલીનું તેલ હાડકાને મજબૂત બનાવે છે

image source

જો તમે નોન-વેજીટેરિયન છો તો માછલીના તેલનું સેવન કરી શકો છો. એક રિસર્ચ અનુસાર માછલીનાં તેલમાં પણ રહેલ ઓમેગા-3 ફેટી એસિડ હાડકાઓ અને માંસપેશિઓને થતાં નુકશાનને ઘટાડે છે. જો કે વધુ પ્રમાણમાં માછલીનાં તેલનું સેવન પણ શરીર માટે નુકશાનકારક હોઇ શકે છે. એટલા માટે ઓછા પ્રમાણમાં તેનું સેવન કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત