શિયાળામાં હોટ વારંવાર ફાટી જાય છે અને પડી જાય છે ચીરા, તો અપનાવો આજથી જ આ ઘરેલુ નુસ્ખા

શિયાળો આવતાની સાથે જ હોઠ ફાટવાની સમસ્યા થવા લાગે છે, આખા શિયાળા દરમિયાન આપણે આ સમસ્યાનો સામનો કરવો પડે છે. તમને જણાવી દઇએ કે શરીરમાં પાણીની અછતને કારણે લોકોના હોઠ ફાટવાની સમસ્યા થાય છે. હકીકતમાં શિયાળો આવતાની સાથે જ ઠંડીના કારણે લોકો પાણી ઓછું પીવે છે. જેના કારણે શુષ્ક ત્વચા અને હોઠ ફાટવાની સમસ્યા દેખાવા લાગે છે. તમને જણાવી દઈએ કે જો તમે આ શિયાળામાં તમારા હોઠને ખૂબ જ નરમ રાખવા માંગતા હો, તો આ ટીપ્સને કાળજીપૂર્વક અપનાવો.

image source

– આપણી ત્વચાની જેમ આપણા હોઠને પણ ભેજની જરૂર હોય છે. તમને જણાવી દઈએ કે ફાટેલા હોઠને ફરી નરમ બનાવવા માટે, શક્ય તેટલું પાણી પીવો, તેની સાથે ફળો અને શાકભાજી ખાઓ અને ઘરની બહાર જતા સમયે તમારા હોઠ પર લિપબામ જરૂરથી લગાવો. ગ્લિસરિન શિયાળામાં શુષ્ક ત્વચાને સુધારવા માટે ઔષધીય ઉપાય તરીકે કામ કરે છે. આ સાથે તમે તમારા ફાટેલા હોઠ પર ગ્લિસરીન લગાવી શકો છો. શિયાળાના દિવસો દરમિયાન શુષ્ક હોઠ પર મેટ લિપસ્ટિક લગાવવાની જગ્યાએ, ક્રીમ લિપસ્ટિકનો ઉપયોગ કરો.

image source

– તમારા ફાટેલા હોઠ પર નાળિયેર તેલ લગાવો. તમને જણાવી દઈએ કે શિયાળામાં ફાટેલા હોઠની સમસ્યાથી બચવા માટે તમારા હોઠ પર શિયા બટર પણ લગાવી શકો છો. કારણ કે શિયા બટરમાં એસપીએફના ગુણધર્મો જોવા મળે છે. તેથી તેને લગાવવાથી શુષ્ક હોઠને પોષણ મળે છે. આ સાથે આ શિયાળામાં સુકા હોઠને સુરક્ષિત રાખવા માટે આ હોઠ ઉપર નાળિયેર તેલ પણ લગાવી શકાય છે. આ તેલ શુષ્ક ત્વચાને અંદરથી પોષણ આપે છે. નાળિયેર તેલ નાભિ પર લગાવવાથી પણ એકદમ ફાયદાકારક સાબિત થાય છે.

image source

– શિયાળામાં, મૃત ત્વચા સામાન્ય રીતે હોઠ પર એકઠી થાય છે, જેથી હોઠ ફાટી જાય છે. આ સમસ્યા દૂર કરવા માટે ખાંડ અને મધનું સ્ક્ર્બ બનાવો અને આ સ્ક્રબથી તમારા હોઠની મસાજ કરો. આ ઘરેલુ ઉપાયથી તમારા હોઠ એકદમ નરમ બનશે.

– શિયાળામાં ત્વચા અને હોઠની શુષ્કતા ટાળવા માટે ઘીનો ઉપયોગ કરવો જ જોઇએ. ઘીમાં પુષ્કળ ભેજ હોય ​​છે જે હોઠને ફાટવાથી રોકે છે.

image source

– જે લોકો રાત્રે સૂતા પહેલા તેમની નાભિ પર સરસવનું તેલ લગાવે છે, તે લોકોને હોઠ ફાટવાની સમસ્યા થતી નથી. નાભિ પર તેલ લગાવીને સૂવાથી તમારા હોઠ વધુ નરમ રહે છે અને પેટના દુખાવાની સમસ્યા પણ દૂર થાય છે.

image source

– વિટામિન-ઇથી ભરપૂર લિપબામ એંટી-ઓક્સિડેન્ટ્સનો એક ભરપૂર સ્રોત છે. તમને જણાવી દઈએ કે આ લિપબામ હોઠોને નરમ અને ગુલાબી રાખે છે. તેથી તમારા હોઠ સ્વસ્થ રાખવા માટે લિપબામનો ઉપયોગ વારંવાર કરવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ