વાળનો ગ્રોથ વધારવા અને સાથે ખરતા વાળને બંધ કરવા હોય તો આજથી આ 5 વસ્તુઓ ખાવાનું કરી દો શરૂ

શિયાળાની શરૂઆત થતાં જ વાળ વિશે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. શિયાળાના દિવસોમાં વાળ વધવાની વાત તો ખુબ દૂર છે, પરંતુ ડેન્ડ્રફ અને વાળ ખરવાની સમસ્યા ખૂબ સામાન્ય બને છે. વાળ ખરવાની સમસ્યાના કારણે તમારા ચેહરાનો ગ્લો ઓછો થાય છે. તમારો આત્મવિશ્વાસ ઓછો થાય છે. વાળની સમસ્યા દૂર કરાવવા માટે તમે ઘણા ઉત્પાદનો અને ઘણી પાર્લરોની ટ્રીટમેન્ટ અપનાવો છો તો પણ આ સમસ્યા વધતી જ રહે છે, જેથી આપણે તે મૂંઝવણમાં રહીએ છીએ કે હવે આગળ શું કરવું ? આજે અમે તમને એવા ઉપાયો જણાવીશું જે ઉપાયો અપનાવવાથી તમારા વાળ ખરવાની સમસ્યા તો દૂર થશે જ સાથે તમારા વાળ પણ લાંબા અને જાડા બનશે.

આમળા

image source

શિયાળાના દિવસોમાં આમળા ખાવાથી શારિરીક ફાયદા થાય જ છે, સાથે આમળા ખાવા એ વાળ માટે પણ રામબાણ ઈલાજ માનવામાં આવે છે. તમારા વાળની દરેક સમસ્યા દૂર કરવા માટે આમળાનું સેવન ફાયદાકારક છે. તમે ઘણા શેમ્પુ અને તેલની સામગ્રીમાં પણ આમળા જોયા હશે. તેથી આમળાનું સેવન કરવું ફાયદાકારક છે જ સાથે તમે આમળાનો રસ પણ તમારા વાળ પર લગાવી શકો છો. આ માટે તાજા આમળા લો તેને ગ્રાઈન્ડ કરી તેનો રસ કાઢો. ત્યારબાદ આ રસ વાળના મૂળમાં તેલની જેમ લગાવો અને થોડા સમય પછી નવશેકા પાણીથી તમારા વાળ ધોઈ લો. આ ઉપાયથી તમારા વાળ જાડા અને લાંબા તો થશે જ સાથે તમારા વાળ એકદમ નરમ બનશે.

ગાજર

image source

શિયાળાના દિવસોમાં દરેક લોકો અલગ અલગ રીતે ગાજર ખાઈ છે. ઘણા લોકો સલાડ કરીને, જ્યુસ કરીને અથવા કાચા પણ ખાઈ છે. ગાજર ખાવાથી શારીરિક ફાયદા તો થાય જ છે, સાથે ગાજર આપણા વાળને જાડા અને મજબૂત પણ બનાવે છે. ગાજરમાં બાયોટિન નામનું પ્રોટીન જોવા મળે છે, જે વાળ માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

કઠોળ

image source

વાળની દરેક સમસ્યા દૂર કરવા માટે કઠોળનું સેવન કરવું જોઈએ.કઠોળમાં આયરન ખુબ જ જોવા મળે છે, જે વાળના ગ્રોથ માટે જરૂરી છે. તેથી વાળને મજબૂત બનાવવા માટે પલાળેલા કઠોળ ફાયદાકારક છે.

સોયાબીન

image source

ઘણા લોકોને સોયાબીન પસંદ નથી, પરંતુ સોયાબીનના નિયમિત સેવનથી વાળ મજબૂત અને ઘાટા બને છે.

અળસી

image source

અળસીમાં વિટામિન ઈ અને ઓમેગા 3 ફેટી એસિડ જોવા મળે છે, જે વાળને તૂટતાં બચાવે છે અને વાળનો ગ્રોથ પણ વધારે છે. અળસીનો ઉપયોગ ઘણી રીતે થાય છે.મુખ્યત્વે તમે અળસીનો ઉપયોગ મુખવાસ તરીકે જ કરતા હશો, પણ જ્યાં સુધી તમે અળસીને પુરી રીતે ચાવીને નહીં, ત્યાં સુધી તેનો પૂરો ફાયદો નહીં મળે. તેથી સામાન્ય રીતે અળસીને પલાળીને રાખવું યોગ્ય છે. જો તમે ઈચ્છો તો તમે અળસીને પીસી અને તેનો પાવડર બનાવીને પણ તેનું સેવન કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ