શિયાળામાં અચુક ખાઓ આમળા, પાચન સિસ્ટમ સારી થશે અને સાથે આટલા ફાયદાઓ તો ખરા જ

આમળાના આરોગ્ય લાભ ઘણા છે. આમળાને આયુર્વેદમાં દવા તરીકે ઉપયોગ કરવાની સલાહ આપે છે. આમળા એ વિટામિન સી નો મુખ્ય સ્રોત છે. આમળા ઘણી સમસ્યા દૂર કરવામાં ફાયદાકારક છે. આ ઉપરાંત કોલેસ્ટરોલના સ્તરને નિયંત્રિત કરવામાં પણ તે ફાયદાકારક માનવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે આમળા કઈ રીતે ઘણી સમસ્યા દૂર કરવામાં ફાયદાકારક છે, સાથે આમળાનું જ્યુસ બનાવવાની રીત. હાઈ કોલેસ્ટરોલમાં, આપણને હૃદયરોગનું જોખમ વધારે છે. બદલાતી જીવનશૈલી અને આપણા આહારની સીધી અસર આપણા લીવર અને કોલેસ્ટરોલના સ્તર પર પડે છે. ઉચ્ચ કોલેસ્ટ્રોલનું સ્તર તમારા હૃદયને લગતા સ્ટ્રોક જેવા ગંભીર રોગોને આમંત્રણ આપે છે. તો અહીં, જાણો કેવી રીતે આમળા આ રોગોનો ઇલાજ કરશે….

image source

– આમલામાં જોવા મળતા એન્ટી-ઓક્સિડેન્ટ્સ આપણા શરીરમાંથી ઝેર દૂર કરવામાં મદદ કરે છે અને લીવર આપણા શરીરનો તે ભાગ છે જ્યાં સૌથી વધુ માત્રામાં ઝેર જોવા મળે છે. લીવરના સિરોસિસથી પીડિત લોકોની સારવાર દરમિયાન આમળાનું સેવન કરવું ફાયદાકારક છે. તે હિપેટાઇટિસના પીડિતો માટે પણ ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. આમળા ફેટી લીવર રોગને રોકવા માટે ઘરેલું ઉપાય તરીકે કામ કરી શકે છે. આમળાનો ઉપયોગ ચમનપ્લાસ બનાવવા માટે મુખ્ય ઘટક તરીકે થાય છે, જે લીવરને સ્વસ્થ રાખવા તેમજ આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા માટે ફાયદાકારક હોઈ શકે છે.

image source

– આમળાનું સેવન કરવાથી વાળ જાડા, ચમકદાર અને સ્વસ્થ રહે છે. આ એક એવું કુદરતી હેર ટોનિક છે, જે બજારમાં ઉપલબ્ધ સૌથી મોંઘા ઉત્પાદનોમાં પણ નથી મળી શકતું. આમળાનું સેવન કરવાથી વાળ ઝડપથી મોટા અને જાડા થાય છે. આમળા વાળ ખરતા અટકાવે છે અને ડેંડ્રફથી પણ બચાવે છે. તેમાં હાજર એન્ટીઓકિસડન્ટો વાળને સફેદ થતા અટકાવે છે અને વાળનો કુદરતી રંગ જાળવી રાખે છે. તમે મોટાભાગના શેમ્પુમાં પણ જોયું હશે કે તેમાં આમળાનો ઉપયોગ થાય છે. તેથી આમળાનું નિયમિત સેવન કરવાથી વાળ પણ જાડા અને ચમકદાર રહે છે.

image source

– નિયમિતપણે આમળાનું સેવન કરવાથી પાચન સિસ્ટમ યોગ્ય છે. આમળામાં ફાઇબર મોટી માત્રામાં જોવા મળે છે અને તેમાં બળતરા વિરોધી ગુણધર્મો પણ છે. તે ગેસ્ટ્રિક સમસ્યાને સુધારવા સાથે સમગ્ર પાચન શક્તિને મજબૂત બનાવે છે. આમળા કબજિયાત, ડાયરિયા અને પાઈલ્સ જેવી સમસ્યાઓમાં પણ રાહત આપે છે. આમળાનું સેવન કરવાથી ભૂખ ના લાગવાની સમસ્યા દૂર થાય છે અને આપણી પાચન સિસ્ટમ યોગ્ય રહે છે.

image source

– આમળા હાઈ કોલેસ્ટરોલના દર્દી માટે પણ ખુબ ફાયદાકારક છે. નિયમિત આમળાનું સેવન કરવાથી હાઈ કોલેસ્ટરોલની સમસ્યા દૂર થાય છે, જેથી આપણું હૃદય પણ સ્વસ્થ રહે છે. તેથી દરરોજ આમળાનો રસ પીવો એ સ્વસ્થ રહેવા માટેનો સૌથી સહેલો અને સલામત ઉપાય છે.

જાણો આમળાના રસ બનાવવાની રીત-

image source

– સૌથી પેહલા નાના નાના ટુકડાઓમાં બે આમળા કાપો અને તેના બીજ કાઢો.

– હવે તેને બ્લેન્ડરમાં નાખો અને તેમાં થોડું પાણી ઉમેરીને તેને સારી રીતે પીસી લો.

– આ રસને ગાળી લો, ત્યારબાદ તેમાં કાળું મીઠું અને મધ મિક્સ કરીને પીવો.

image source

– તમે આમળા કાચા પણ કહી શકો છો અથવા આ જ્યુસ બનાવીને પણ પી શકો છો. બંને રીતે આમળા તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે ફાયદાકારક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ