સફેદ વાળની સમસ્યા માત્ર થોડા દિવસોમાં કરવી છે દૂર? તો આ ઘરેલું ઉપાયો તમારા માટે છે સૌથી બેસ્ટ

આજના સમયમાં કામના દબાણ અને તાણના કારણે લોકોના વાળ નાની ઉંમરે જ સફેદ થવા લાગે છે. ખરાબ રૂટીનની અંદર આપણા વાળ પર પણ ખરાબ પડે છે. લોકો તેમના વાળ માટે ઘણા પ્રકારનાં ઉત્પાદનોનો ઉપયોગ કરે છે, જેના કારણે કેમિકલની ખરાબ અસરથી નાની ઉંમરે જ વાળ સફેદ થવાની સમસ્યા ઉભી થાય છે. સફેદ વાળ છુપાવવા માટે લોકો બજારમાંથી અનેક પ્રકારના ડાઇ વગેરે ખરીદે છે. તેનાથી થોડા સમય માટે સફેદ વાળ છુપાય છે, પરંતુ વધુ કેમિકલના ઉપયોગને કારણે વાળ વધુ ને વધુ સફેદ થવા લાગે છે. સફેદ વાળની ​​સમસ્યાને ટાળવા માટે, તમે કેટલાક ઘરેલું ઉપાય અપનાવી શકો છો. અહીં જણાવેલા ઉપાયોમાં એક પણ ચીજમાં કેમિકલ નહીં હોય જેથી તમે નીડર રહીને આ ચીજોનો ઉપયોગ કરી શકો છો. આ ઉપાય તમારા વાળ કાળા તો કરશે જ સાથે તે તમારા વાળ ચમકદાર અને મજબૂત બનાવશે.

image source

– વાળને જાડા કાળા બનાવવા માટે લાંબા સમયથી આમળાનો ઉપયોગ કરવામાં આવે છે. આમળા વાળ માટે ખૂબ ફાયદાકારક છે. વાળને સફેદ થવાથી બચાવવા માટે સૂકા આમળાને ત્યાં સુધી પાણીમાં ઉકાળો જ્યાં સુધી પાણી અડધું ના થઈ જાય. આ પાણીમાં મહેંદી અને લીંબુનો રસ મિક્સ કરો અને પેસ્ટની જેમ તૈયાર કરો. ત્યારબાદ આ પેસ્ટ તમારા વાળ પર લગાવો અને તે સુકાય જાય ત્યાં સુધી રહેવા દો. પછી તમારા વાળ સદા પાણીથી ધોઈ લો. થોડા દિવસોના અંતરે આ ઉપાયનો નિયમિત ઉપયોગ કરવાથી, અકાળે થતા સફેદ વાળની સમસ્યા અટકે છે.

image source

– અડધો કપ નાળિયેર તેલ અથવા ઓલિવ તેલ ગરમ કરો અને તેને 4 ગ્રામ કપૂર સાથે બરાબર મિક્સ કરો. જ્યારે કપૂર તેલમાં સંપૂર્ણ ઓગળી જાય છે, ત્યારે આ તેલને બોટલમાં ભરો. અઠવાડિયામાં એકવાર આ તેલથી તમારા માથા પરની ચામડીની માલિશ કરો. અકાળે થતા સફેદ વાળની સમસ્યાને રોકવા માટે આ ઉપાય ખૂબ અસરકારક માનવામાં આવે છે.

image source

– સફેદ વાળને રોકવા માટે ડુંગળીનો રસ પણ ખૂબ અસરકારક માનવામાં આવે છે. વાળ ધોવાના અડધા કલાક પહેલા વાળની ​​મૂળિયામાં ડુંગળીનો રસ લગાવો. તે પછી વાળ ધોઈ લો. આ ઉપાયથી સફેદ વાળની સમસ્યા દૂર થાય છે, સાથે ડેન્ડ્રફ અને વાળ ખરવાની સમસ્યા પણ ઓછી થાય છે.

image source

– સફેદ વાળની ​​સમસ્યાથી છુટકારો મેળવવા માટે આદુ છીણીને તેનો રસ કાઢી લો, હવે આદુના રસમાં મધ નાખો. આ મિશ્રણને અઠવાડિયામાં બે વાર વાળમાં લગાવો. થોડા દિવસો સુધી આ ઉપાયનો સતત ઉપયોગ કરવાથી ધીમે ધીમે તમારા સફેદ વાળ કાળા થઈ જશે.

image source

– વાળને સ્વસ્થ અને ચમકદાર રાખવા માટે દહીં પણ ખૂબ અસરકારક માનવામાં આવે છે. અકાળે થતા સફેદ વાળને રોકવા માટે, દહીં અને ટમેટા સાથે પીસીને એક પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટમાં થોડો લીંબુનો રસ અને નીલગિરી તેલ ઉમેરો. હવે આ મિશ્રણથી અઠવાડિયામાં બે વાર તમારા માથા પરની ચામડીની મસાજ કરો. આ ઉપાયથી વાળ લાંબા સમય સુધી કાળા અને જાડા રહે છે.

image source

વાળને સ્વસ્થ રાખવા માટે આ બધા ઉપાયો સિવાય તમારી જીવનશૈલી પણ સારી બનાવો. તમારા આહારમાં લીલા શાકભાજી અને ફળો અને પૌષ્ટિક ચીજોનો સમાવેશ કરો, આ તમારા વાળને અંદરથી મજબૂત બનાવશે અને અકાળે સફેદ થતા વાળની સમસ્યા દૂર થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત