Whatsapp પર વિડીયો મોકલતા પહેલા કરો આ જોરદાર કામ, કોઇ નહિં…જલદી જાણી લો આ સિક્રેટ ટિપ્સ વિશે..

WhatsApp એક એવી એપ્લિકેશન છે જે આજકાલ મોટાભાગના સ્માર્ટફોન ધારકોના ફોનમાં હોય છે અને વૈશ્વિક રીતે તો WhatsApp એવી સોશ્યલ મીડિયા એપ પૈકી એક છે જે સૌથી વધુ લોકપ્રિય હોય. હા, એ વાત સાચી કે Whatsapp દ્વારા તેની પ્રાઇવસી પોલિસી અપડેટ કરવાની કાર્યવાહી બાદ ઘણા ખરા યુઝર્સ અન્ય સોશ્યલ મીડિયા એપ તરફ વળી ગયા હતા અને Whatsapp ને તેના યુઝર્સની સંખ્યામાં પણ ઘટાડો ભોગવવો પડ્યો હતો.

image soucre

બીજી વાત એ કે વહાટ્સએપ યુઝર્સ પૈકી ઘણા ખરા યુઝર્સ એવા પણ હોય છે જે વહાટ્સએપને ફક્ત એક સમય પસાર કરવાની સોશ્યલ મીડિયા એપ તરીકે નહીં પણ તેને પોતાના જે તે બિઝનેસને અનુરૂપ ઉપયોગી થઈ શકે તેમ વ્યવસાય સંબંધિત ફોટો, વિડીયો, gif વગેરે શેયર કરતા હોય છે. જ્યારે તેનાથી વિપરીત અમુક લોકો વહાટ્સએપને ફક્ત ટાઇમ પાસ એપ તરીકે જ વાપરે છે અને માહિતીપ્રદ કે બિનજરૂરી ફોટો, વિડીયો અને gif શેયર કરતા હોય છે.

image soucre

ત્યારે વહાટ્સએપમાં મોકલવામાં આવતા અને ફોરવર્ડ કરીને શેયર કરવામાં આવતા વિડીયો પૈકી અમુક વીડિયોમાં બિનજરૂરી બેકગ્રાઉન્ડ અવાજ જોડેલો હોય છે જે વિડીયો સાથે સંબંધિત નથી હોતો ઉલ્ટાનું તે માથું પકવી દે તેવો હોય છે અને ઘણી વખત તો આવા વાહિયાત બેકગ્રાઉન્ડ મ્યુઝીકનો અવાજ એટલો ઊંચો હોય છે કે આપણી સાથોસાથ આપણી બાજુમાં બેઠેલ અન્ય વ્યક્તિ માટે પણ પરેશાન કરનારો હોય છે. આ સમસ્યા નિવારવા માટે હવે વહાટ્સએપએ કોઈપણ વિડીયો ફાઈલને અન્ય વહાટ્સએપ યુઝર્સને મોકલતા પહેલા તેને મ્યુટ એટલે કે તેના અવાજને બંધ કરી શકાય તેવી સુવિધા શરૂ કરી છે. ત્યારે આ સુવિધાનો ઉપયોગ કઈ રીતે કરી શકાય ? ચાલો જાણીએ.

વહાટ્સએપમાં વિડીયો ફાઈલને મોકલતા પહેલા મ્યુટ કેમ કરવી ?

image soucre

સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે વહાટ્સએપનું ઉપરોક્ત વિડીયો મ્યુટ કરવાનું ફીચર્સ એન્ડ્રોઇડ અને આઈઓએસ બન્ને યુઝર્સ માટે ઉપલબ્ધ છે. આ પહેલા આ ફીચર્સ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ ઉપલબ્ધ છે. આ ફીચર્સનો લાભ મેળવવા સૌપ્રથમ તમારે તમારા વહાટ્સએપને અપડેટ કરવાનું રહેશે. ત્યારબાદ એક વિડીયો રેકોર્ડ કરો અથવા પહેલાથી જ તમારા સ્માર્ટફોનની ગેલેરીમાં જો કોઈ વિડીયો ફાઇલ હોય તો તેને કોઈ અન્ય વહાટ્સએપ યુઝર્સને સેન્ડ કરવા માટે પસંદ કરો.

image source

જ્યારે તમે વીડિયોને સેન્ડ કરવાનો પ્રયત્ન કરશે તો તમને તેમાં એડિટ કરવાનો વિકલ્પ પણ જોવા મળશે જેમાં ક્રોપ વગેરે કરી શકાય છે. આ ઉપરાંત જ્યારે તમે વિડીયો મોકલવા માટે સેન્ડ કરશો ત્યારે વિડીયો ફ્રેમમાં તમને એક નાનકડું સ્પીકર આઈકન દેખાશે. આ આઈકન પર ક્લિક કરીને તમે જે તે વીડિયોને મ્યુટ કે અનમ્યુટ કરી શકો છો.

image soucre

ત્યારબાદ તમે જો મ્યુઝિક ધરાવતા વિડીયોને મ્યુટ કરીને સેન્ડ કરશો એટલે એ વિડીયો અન્ય યુઝર્સને અવાજ વિનાનો એટલે કે મ્યુટ થયેલો મળશે. જો ઉપરોક્ત સ્ટેપ પછી પણ તમારા વહાટ્સએપમાં મ્યુટ કરવાનો વિકલ્પ નથી દેખાઈ રહ્યો તો તમારે થોડી ધીરજ રાખવી પડશે. કારણ કે કંપની આ ફીચરનું અપડેટ ધીમે ધીમે બધા યુઝર્સ માટે લાગુ કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ