ટ્રેલરમાં કંગના રનૌતનો દમદાર લુક, સેમ ટુ સેમ જયલલિતા જેવી જ દેખાય છે.

તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને સુપરસ્ટાર એક્ટ્રેસ જયલલિતાની બાયોપિક ફિલ્મ થલાઇવીનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. જયલલિતાની આ બાયોપિકમાં બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત જયલલિતાનું પાત્ર ભજવી રહી છે.

image socure

આ ટ્રેલર રિલીઝ થયા પછી સૌથી વધુ વખાણ જે વસ્તુના થઈ રહ્યા છે તે છે કંગના રનૌતનો લુક. થલાઇવીના આખા ટ્રેલરમાં કંગના રનૌતનો લુક ખૂબ જ શાનદાર છે. ઘણી જગ્યા પર તો કંગના રનૌત સેમ ટુ સેમ જયલલિતા જેવી જ લાગી રહી છે.

image socyure

તમને જણાવી દઈએ કે એક્ટિંગથી લઈને રાજનીતિ સુધી કંગના રનૌતે સંપૂર્ણ રીતે જયલલિતાના હાવભાવને પોતાનામાં અપનાવવાના પ્રયત્ન કર્યા છે. જયલલિતાની જેમ દેખાવા માટે કંગના રનૌતે પોતાના વજન પર પણ ઘણું કામ કર્યું છે અને આ ફિલ્મના ટ્રેલરમાં એ ચોખ્ખું દેખાઈ પણ રહ્યું છે.

તમને જણાવી દઈએ કે જ્યારે જયલલિતા એક્ટિંગ ક્ષેત્રમાં હતી ત્યારે એ સ્લિમ હતી, કંગના રનૌતે પણ એ દરમિયાનના શોર્ટસમાં એવી જ લાગી રહી છે. એ પછી તો વધેલા વજનમાં તો જયલલિતાથી કંગના રનૌતને અલગ કરીને જોવું જ ઘણું જ મુશ્કેલ છે કારણ કે બંને એક સરખા જ લાગી રહ્યા છે.

image soucre

કંગના રનૌતે જયલલિતાના ઘણા એક્ટિંગ લુકસને પણ કોપી કરવાની કોશિશ કરી છે, જેના પર ખરા ઉતરવામાં એ સફળ પણ રહી છે. મેકઅપથી લઈને વાળની હેરસ્ટાઇલ સુધી ઘણી હદ સુધી બધું જયલલિતા જેવું જ છે અને ઘણું ઇમ્પ્રેસિવ પણ છે.

image soucre

આ ફિલ્મના ટ્રેલરમાં લુકસની સાથે સાથે કંગના રનૌતે પોતાના એક્સપ્રેશન અને ડાયલોગ ડિલિવરી ઓન જબરદસ્ત છે. આ ફિલ્મના ટ્રેલરને ફેન્સ તરફથી સારું રિએક્શન મળી રહ્યું છે.

image soucre

કંગના રનૌતની જયલલિતાના બાયોપિક સમી આ ફિલ્મને એ એલ વિજય ડાયરેકટ કરી છે. ફિલ્મમાં કંગના સિવાય ભાગ્યશ્રી, અરવિંદ સ્વામી, સમના કાસીમ, જીસ્સું સેનગુપ્તા અને પ્રકાશ રાજ પણ છે.

image soucre

આ ફિલ્મ 23 એપ્રિલ 2021ના રોજ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ ત્રણ ભાષાઓમાં રિલીઝ થશે. હિન્દી સિવાય તમિલ અને તેલુગુમાં પણ તમે આ ફિલ્મ જોઈ શકશો.

image soucre

કંગના રનૌતની વાત કરીએ તો 23 માર્ચ કંગના રનૌત માટે ઘણો જ ખાસ દિવસ છે. એક તો થલાઇવીનું ટ્રેલર રિલીઝ થયું છે અને બીજું કે 23 માર્ચ એમની જન્મ તારીખ પણ છે.

image source

કંગના રનૌતની આ ફિલ્મ થલાઇવીનું ટ્રેલર લોન્ચ માટે એક પ્રેસ કોંફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં કંગના સહિત ફિલ્મના ડાયરેકટર એ એલ વિજય, અરવિંદ સ્વામી, નાસિર, જીવી પ્રકાશ, સમુથરાકણી, થાંબી રમૈયા પણ પહોંચ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ