Whatsappમાં કરી લો આ સેટિંગ્સ, કોઈ વાંચી નહીં શકે તમારી ચેટ

સોશ્યલ મીડિયા સાઈટ Whatsappને લઈને અનેક દિવસોથી અનેક ન્યૂઝ આવી રહ્યા છે. વોટ્સએપે પોતાની નવી પ્રાઈવસી પોલિસીના આધારે યૂઝર્સને ડેટાના ઉપયોગની વાત કરી હતી. તેનો વિરોધ કરાયો હતો. આ કારણ છે કે થોડા દિવસ પહેલાં વોટ્સએપના યૂઝર્સની સંખ્યામાં ઘટાડો થયો હતો. જો કે આ સાથે જ Whatsappએ સફાઈ આપતાં કહ્યું છે કે ગ્રાહકોની પર્સનલ ચેટ કે ડેટામાં કોઈ ખામી આવી નથી.

image source

Whatsapp પર ચેટિંગ, વોઈસ કોલિંગ, વીડિયો કોલિંગની સાથે સાથે સ્ટેટસ પણ મૂકવામાં આવે છે. આ સિવાય વોટ્સએપના અનેક ફીચર્સ છે. જેનો ઉપયોગ પણ કરી શકાય છે. વર્ક ફ્રોમ હોમના કારણે અનેક વાર વોટ્સએપ પર જરૂરી ડોક્યૂમેન્ટ્સ પણ ટ્રાન્સફર કરાય છે. જેને સુરક્ષિત રાખવા અમારી જવાબદારી છે. અનેક વાર ફોન ખોવાઈ જાય કે કોઈ ખોટા વ્યક્તિના હાથમાં જાય તો પણ ડર રહે છે. તમારી ઈન્ફોર્મેશન અન્ય વ્યક્તિના હાથમાં પહોંચી જાય છે. આ સાથે ઘરમાં બાળકો પણ વોટ્સએપ પર કોઈ પણ ખોટા મેસેજ, ફોટો કે વીડિયો મોકલે છે. એવામાં તમે તમારી ચેટને સુરક્ષિત રાખો તે જરૂરી છે. આજે અમે આપને એવા સેટિંગ્સ જણઆવીશું જેનાથી મોબાઈલનો ડેટા સેફ રહે છે.

Whatsappની ટૂ સ્ટેપ ઓથેન્ટિકેશન સેટિંગ્સ

image source

ભાગ્ય તમને ખ્યાલ હશે કે તમારા વોટ્સએપ સેટિંગ્સમાં ચેટને સુરક્ષિત રાખવાનું ઓપ્શન છે. આ માટે પહેલાં તમારે તમારા ફોનમાં વોટ્સએપને ખોલવાનું છે. હવે તેમાં આપવામાં આવેલા સેટિંગ્સના ઓપ્શન પર ક્લિક કરો. અને એકાઉન્ટ પર ક્લિક કરો. અહીં તમને ટૂ સ્ટેપ વેરિફિકેશનનું ઓપ્શન દેખાશે. આ ઓપ્શન પર ક્લિક કરો અને તેને એનેબલ કરવાનું રહેશે. તેમાં 6 અંકનો પિન નંબર નાંખો, આ પછી જ્યારે પણ કોઈ નવા ફોનમાં વોટ્સએપનું સેટિંગ કરો છો તો પિનની જરૂર પડશે. ટૂ સ્ટેપ વેરિફિકેશન કોડને ક્રિએટ કર્યા બાદ તમારા મેલ આઈડી લિંક કરવાનું ઓપ્શન મળશે. તેનો ફાયદો એ થશે કે તમે ક્યારેય પોતાનો પિન ભૂલી જાવ છો કો તમારા મેલ આઈડી પર વેરિફિકેશન લિંક આવશે ્ને સાથે વોટ્સએપ ઓપન કરી શકો છો.

ફોનમાં લગાવો ફિંગર પ્રિંટ લોક

image source

જો મતે તમારા ફોનમાં ફિંગર પ્રિંટ લોક લગાવો છો તો તમારા સિવાય તમારો ફોન કોઈ ખોલી શકશે નહીં. આમ કરવાથી તમારી બેંકિંગ અને અન્ય ઓફિશિયલ માહિતી અને ડોક્યૂમેન્ટ્સ પણ સેવ રહે છે. તમે ફોનના સેટિંગમાં જઈને પ્રાઈવસીમાં આ ઓપ્શનને પસંદ કરો અને ફોનમાં ફિંગર પ્રિન્ટ લોક લગાવી લો. પછી તમે તેને ઈનેબલ કરી શકો છો. આ પ્રકારના લોકને લગાવવાથી કોઈ તમારી પર્સનલ ચેટ વાંચી શકશે નહીં, વોટ્સએપમાં પણ સેટિંગ્સમાં આ ઓપ્શન છે. તમે તેને પણ ઓન કરી શકો છો.

વોટ્સએપ મેસેજ વાંચશો તો નહીં પડે ખબર

image source

જો તમારે તોઈના મેસજ વાંચ્યા બાદ સામેવાળાને ખબર ન પડવા દેવી હોય તો તમે વોટ્સએપ read receiptsના ઓપ્શનને ઓફ કરી દો. આ માટે તમારે વોટ્સએપના સેટિંગ્સમાં જવાનું છે અને પછી એકાઉન્ટમાં, અહીં પ્રાઈવસીમાં તમને આ ઓપ્શન મળશે. તેને ઓફ કરી દો. તમારું કામ થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ