મહામારીમાં સરકારનું ડિજિટલ ઈન્ડિયા તરફ ઓર એક કદમ, પોસ્ટ ઓફિસ ખાતા ધારકો માટે નવું નજરાણું

IPPB થી હવે આ બેંકિગ કાર્ય થશે સરળ, PF સહિત આ યોજનાઓમાં રહેશે સરળતા

જે લોકોનું પોસ્ટ ઓફિસમાં પહેલેથી જ એકાઉન્ટ છે તે ખાતા ધારકો માટે સારા સમાચાર છે. હવેથી ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્ક ( IPPB )થી જ ઘરે બેઠા બેલેન્સ ચેક, મની ટ્રાન્સોફર અને બીજા નાણાકિય વ્યવહારો સરળતાથી કરી શકાશે. IPPB ( India Post Payments Bank )એ ખાતાધારકોને બેંકિંગ ટ્રાન્જેક્શનની મંજૂરી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોસ્ટ ઓફિસ ડિપોઝીટ સ્કીમમાં રિકરિંગ ડિપોઝિટ (RD), પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF) સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ (SSA) આ યોજનાઓ ખુબ પ્રચલિત છે.

image source

પોસ્ટઓફિસ ખાતા ધારકો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પણ કરી શકે છે. હાલ કોરોના મહામારીમાં વગર કારણે ઘરની બહાર નીકળવાનું લોકો ટાળી રહ્યાં છે ત્યારે આ IPPBની એપ્લિકેશન પણ અવેલેબલ છે જે તમારા એક ટચથી ઓપરેટ થાય છે અને IPPBથી સાવ સરળતાથી તમારા PPF એકાઉન્ટમાં પૈસા જમા કરી શકાય છે અને પૈસાની ઓનલાઈન ચુકવણી પણ કરી શકાય છે.

image source

કેવી રીતે IPPB દ્વારા તમારા PPF ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશો?

  • સૌ પ્રથમ, તમારા બેંક એકાઉન્ટમાંથી તમારા IPPB ખાતામાં ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરો.
  • પૈસા ટ્રાન્સફર થઈ જાય પછી DOP સેવાઓ પર જાઓ.
  • અહીંથી તમે ઓપ્શન પસંદ કરો
  • જેમાં રિકરિંગ ડિપોઝીટ, પીપીએફ ( PPF), સુકન્યા સમૃદ્ધિ ખાતું (SSA), આરડી (RD), પરની લોન સામેલ હશે.
  • ( PPF )પીપીએફ ખાતામાં પૈસા જમા કરાવવા માટે પ્રોવિડન્ટ ફંડ ( Provident Fund )પર ક્લિક કરવું પડશે.
  • ત્યાર બાદ જેટલી રૂપિયા જમા કરવા માંગો છે તેટલી રકમ એન્ટર કરો
  • કમ દાખલ કરી અને પછી ‘પે’ ( Pay ) વિકલ્પ પર ક્લિક કરો.
  • બસ થઈ ગયું કામ
  • હવે IPPB મોબાઇલ એપ્લિકેશન દ્વારા કરવામાં આવેલ પર Transaction Successful થઈ જશે.
  • સફળ ચુકવણી ટ્રાન્સફર માટે IPPBને સૂચિત કરશે.
image source

આવી જ રીતે તમે ભારત પોસ્ટની વિવિધ પોસ્ટ ઓફિસ યોજનાઓ પસંદ કરી શકો છો. આ પછી, IPPBના મૂળભૂત બચત ખાતાઓ દ્વારા નિયમિત ચુકવણી કરી શકાય છે. અન્ય બેંક ખાતામાંથી નાણાં IPPBમાં પણ ટ્રાન્સફર કરી શકાય છે. IPPB મોબાઇલ એપ્લિકેશન દ્વારા પણ આરડી અથવા સુકન્યા સમૃદ્ધિ ખાતામાં પૈસા જમા કરી શકાય છે.

ડાકપે (DakPay) ડિજિટલ એપ્લિકેશન

ડાકપે એપ્લિકેશન કેવી રીતે કાર્ય કરે છે?

image source

સૌ પ્રથમ, ચાલો તમને જણાવી દઈએ કે તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાકપે ( DakPay )એપ્લિકેશનને મફતમાં ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કર્યા પછી, એપ્લિકેશનમાં નામ, મોબાઇલ નંબર અને પિન કોડ સાથે એક પ્રોફાઇલ બનાવવી પડશે. આ પછી, તમે તમારા બેંક એકાઉન્ટને એપ્લિકેશન સાથે લિંક કરી શકો છો. એક કરતી વધારે બેંકો પણ જોડી શકાય છે. આ પછી, તમે યુપીઆઈ ( UPI)અથવા અન્ય કોઈપણ પ્રકારની નાણાં ટ્રાન્સફર કરી શકશો.

પીનથી કામ થશે સરળ

image source

આ એપ્લિકેશનમાં પણ તમને યુપીઆઈ એપ્લિકેશન જેવા ચાર અંકો મળશે. આ પીનથી તમે આ એપ્લિકેશન દ્વારા, તમે કરિયાણાની દુકાનથી લઈને શોપિંગ મોલ સુધી દરેક જગ્યાએ ચુકવણી કરી શકો છો.પોસ્ટ ઓફિસ અને IPPB ગ્રાહકો પણ તેનો ઉપયોગ કરી શકે છે. ડાકપે ( DakPay )ઈન્ડિયા પોસ્ટ અને IPPB દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ મેળવવામાં મદદ કરે છે. તે પૈસા મોકલવા, ક્યૂઆર કોડ્સ સ્કેન કરવા જેવી સેવાઓમાં પણ મદદ કરે છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ