LPGના ગ્રાહકો માટે આવશે નવી સુવિધા, 30 મિનિટમાં મળી જશે સિલિન્ડર

LPG ગેસ સિલિન્ડરના બુકિંગ કર્યા બાદ તમારે 2-4 દિવસની રાહ જોવાની જરૂર રહેશે નહીં. સરકારી તેલ કંપની ઈન્ડિયન ઓઈલે LPG તત્કાલ સેવા શરૂ કરી છે. તેના પ્લાન અનુસાર હવેથી બુંકિંગ કર્યાના ફક્ત 30 મિનિટમાં તમે આ સિલિન્ડર મેળવી શકશો. એક શહેરમાં કંપનીએ આ સર્વિસ શરૂ કરી છે. 1 ફેબ્રુઆરીથી તમામ ગ્રાહકોને આ સર્વિસ આપવાનો કંપનીનો પ્લાન છે.

30-45 મિનિટમાં મળી જશે સિલિન્ડર

image source

મળતી માહિતી અનુસાર આઈઓસી દરેક રાજય્માં એક શહેર કે પછી જિલ્લાને પસંદ કરશે. અને અહીં આ સેવાને શરૂ કરશે. આ સેવાના આધારે કંપની પોતાના ગ્રાહકોને 30-45 મિનિટમાં સિલિન્ડર પહોંચાડશે. સરકારી કંપનીઓએ કહ્યું કે હાલમાં તેની પર કામ ચાલી રહ્યું છે અને જલ્દી આ સુવિધાને ખાસ રૂપ અપાશે.

1 ફેબ્રુઆરીથી શરૂ થશે નવી સેવા

image source

આઈઓસીએ કહ્યું કે કંપી આ પહેલાં પ્રતિસ્પર્ધીથી અલગ ઓળખ બનાવવા ઈચ્છે છે. કંપનીના અધિકારીઓએ કહ્યું કે આ સેવા 1 ફેબ્રુઆરીથી શરૂ કરી શકાય છે. દરેક લોકો કોશિશમાં છે કે જલ્દી આ સેવા શરૂ કરી શકાય.

આઈઓસીના લગભગ 14 કરોડ ગ્રાહકો છે.

image source

આઈઓઈસી ઈન્ડેન બ્રાન્ડના નામથી ગ્રાહકોને સિલિન્ડર પહોંચાડે છે. આ સમયે દેશમાં 28 કરોડ એલપીજીના ગ્રાહકો છે. જેમાંથી 14 કરોડ ગ્રાહકો ઈન્ડેનનો ગેસ વાપરી રહ્યા છે.

જાણો આ સર્વિસ માટે આપવાનો રહેશે કેટલો ચાર્જ

image source

આઈઓસીના અધિકારીએ કહ્યું કે તત્કાલ સેવા કે સિંગલ ડે ડિલિવરી સર્વિસનો ફાયદો મેળવવા માટે ગ્રાહકોએ કોઈ કિંમત એકસ્ટ્રા આપવાની રહેશે, આ ચાર્જ કેટલો હશે તેને પર હાલમાં ચર્ચા ચાલી રહી છે. જલ્દી આ કિંમત નક્કી કરીને ગ્રાહકોને જણાવવામાં આવશે એમ કંપનીએ કહ્યું છે.

એસબીસી (સિંગલ બોટલ સિલિન્ડર)ગ્રાહકોને રહે છે મુશ્કેલી

image source

તમને જણાવી દઈએ કે ગ્રાહકોની પાસે ફક્ત એક સિલિન્ડર કે સિંગલ બોટલ સિલિન્ડર છે તો તેઓએ ગ્રાહકોને ગેસ ખતમ થાય ત્યારે મુશ્કેલી અનુભવવી પડે છે. જ્યારે ડબલ બોટલ સિલિન્ડરની વાત કરીએ તો તેમની પાસે ઓપ્શન રહે છે અને તેમને કોઈ મુશ્કેલી રહેતી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ