WhatsApp માં આવી રહ્યું છે એક અનોખું ફીચર, જેમાં વિડીયો મોકલતા પહેલા તમે કરી શકશો કંઇક એવું કે…

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp હાલ એક નવા ફીચર્સનું ટેસ્ટિંગ કરી રહ્યું છે જેના દ્વારા કોઈને વિડીયો મોકલ્યા પહેલા તમે તેને મ્યુટ એટલે કે તેનો અવાજ બંધ કરી શકશો. વ્હોટ્સએપ દ્વારા આ નવા ફિચરને તેના બીટા યુઝર્સ માટે શરૂ પણ કરી દેવામાં આવ્યું છે. અને એવું પણ શક્ય છે કે નજીકના ભવિષ્યમાં જ વ્હોટ્સએપના સામાન્ય યુઝર્સ માટે પણ આ ફીચર્સ શરૂ કરી દેવામાં આવે. વ્હોટ્સએપના એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.21.3.13 પર આ ફિચર્સને જોઈ શકાય છે.

image source

નવા અપડેટ બાદ યુઝર્સ કોઈપણ યુઝર્સને કોઈને પણ વિડીયો ફાઇલ મોકલતા પહેલા તેના ઓડિયોને મ્યુટ કરી શકશે. આ દરમિયાન યુઝર્સને તેની વિડીયો ફાઈલ એડિટ કરવાનો વિકલ્પ પણ મળશે. દાખલા તરીકે વિડીયોમાં ટેક્સ્ટ કે ઇમોજી મૂકી શકશે. આ માહિતી બીટા વર્ઝનના સ્ક્રીનશોટ દ્વારા મળી છે.

ગયા વર્ષથી ચાલી રહ્યું છે ટેસ્ટિંગ

image soucre

WhatsApp વિડીયો મ્યુટ ફીચર પર ગયા વર્ષથી કામ કરી રહ્યું છે. તેનું ટેસ્ટિંગ ગયા વર્ષના નવેમ્બરમાં આઈફોનના બીટા.વર્ઝન પર થયું હતું. ત્યારબાદ હવે તેનું એન્ડ્રોઇડ પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. નવા અપડેટ આવ્યા બાદ યુઝર્સ વીડિયોને કોઈને મોકલતા પહેલા તેના મૂળ અવાજને બંધ કરી શકશે. સરળ ભાષામાં વાત કરીએ તો કોઈને વિડીયો ફાઇલ તેના અવાજ વિના મોકલવી હોય તો તેને અન્ય એપ્લિકેશનમાં સુધારો કર્યા વિના સીધા વ્હોટ્સએપ પર જ મ્યુટ કરી શકાશે. વળી, આ ફીચર્સનો ઉપયોગ વ્હોટ્સએપ સ્ટેટ્સમાં પણ કરી શકાશે.

WABetaInfo એ આ બાબતે માહિતી આપતા એક.સ્ક્રીનશોટ જાહેર કર્યો હતો કે જેમાં સ્પીકરનું એક આઈકન દેખાઈ રહ્યું છે. વિડીયો મોકલવા સમયે સ્પીકરના આઈકન પર ટેપ કરવાથી વિડીયો મ્યુટ એટલે કે અવાજ વગર ફક્ત વિડીયો ફાઇલ બનીને સેન્ડ થશે.

image source

જો કે આ ફીચર્સ હાલ ફક્ત બીટા વર્ઝન પર જ ઉપલબ્ધ છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે હાલ વ્હોટ્સએપએ જે ફિચર્સને તેના બીટા વર્ઝન માટે રજૂ કર્યું છે અને જેનું ચગ્ય વર્ષથી એટલે કે વર્ષ 2020 થી ટેસ્ટિંગ ચાલી રહ્યું છે તે ફીચર્સ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ટેલિગ્રામમાં પહેલાથી જ છે. એટલું જ નહીં તાજેતરના અહેવાલોમાં બહાર આવ્યું હતું કે ટેલિગ્રામ વિશ્વની સૌથી વધુ ડાઉનલોડ થનારી નોન ગેમીંગ એપ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ