ક્રેડિટ કાર્ડ વાપરતા ગ્રાહકો ભૂલથી પણ ના કરતા આ ભૂલ, નહીં તો આવશે લાખો રૂપિયાનું બિલ, બાપ રે અમદાવાદમાં તો થયું કંઇક એવું કે…

અમદાવાદ રૂરલ સાઇબર ક્રાઇમે (Ahmedabad Rural Cyber crime) ધરપકડ કરેલા આ આરોપીની કરતૂતથી ચેતવણીરૂપ સમાન, વાંચો અને સાવધાની વર્તો. જો આપને ક્રેડિટ કાર્ડ બંધ કરાવવાનું હોય તો ક્રેડિટકાર્ડના કામ માટે આવતા એજન્ટને ઓટીપી કે પાસવર્ડ આપતા ચેતજો. નહીં તો એકાઉન્ટ થઈ જશે સાફ અને બની જશો મોટા દેવાદાર. આવા જ એક આરોપીની અમદાવાદ રૂરલ સાઇબર ક્રાઇમે ધરપકડ કરી પાંચે ગુનાનો ભેદ ઉકેલ્યો છે. જો કે ક્રેડિટ કાર્ડ લેતા પહેલા લોકોએ પુરતુ વેરિફિકેશન કરવું પડે તે ખુબ જ જરૂરી છે.

image source

ક્રેડિટ કાર્ડને બંધ કરાવવા માટે પણ કોઇને વિગત આપવી ભારે પડી શકે છે. પોલીસ ગિરફત માં આવેલો આરોપી મિલનચોકસી. અમદાવાદમાં ક્રેડિડ કાર્ડ બંધ કરાવવા પાસવર્ડ OTP મેળવી લોકોને છેતરતો આરોપી પોલીસના સકંજામાં આવી ગયો છે. પોલીસે ટેકનિકલ એનાલિસીસના આધારે મિલન ચોક્સીને ઝડપી લીધો છે. વપરાશ વિનાના કાર્ડ બંધ કરાવવા માગતા લોકોને નિશાન બનાવ્યા છે. ફરિયાદીને પોતાના ઘરે જ્યારે ક્રેડિટકાર્ડના લાખો રૂપિયા ભરવા માટે બિલ આવ્યા ત્યારે કૌભાંડની જાણ થઇ. ત્યારબાદ પોલીસનો સંપર્ક કરવામાં આવતા તમામ કૌભાંડનો પર્દાફાશ થયો છે.

image soucre

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતો મિલન ચોકસી ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો. પરંતુ કોરોના કાળમાં નોકરીમાંથી હાથ ગુમાવી બેઠેલા મિલન ચોકસીએ લોકોને છેતરવાનું શરૂ કરી દીધું. જે ગ્રાહકોને મિલન ક્રેડિટ કાર્ડ વેચાતો હતો. તેઓને વપરાશ ન હોવાથી બંધ કરાવવા માટેની જાણ કરતા જ મિલનને પોતાની અલગ જ મોડેસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરવાનું શરૂ કરી દીધું.

મિલન ગ્રાહકના ઇ-મેલ આઇડી ચેન્જ કરી નાખતો

image source

આરોપી મિલન વ્યાસ પૂછપરછમાં સામે આવ્યું કે પોતે જે સિટી બેન્કના ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેંટમાં નોકરી કરતો હતો. જે લોકોને ક્રેડિટ કાર્ડ આપ્યા હતા. તેમનો ઉપયોગ ન હોવાથી એજન્ટ તરીકે બંધ કરાવવા માટે મિલનને ફોન આવતા જેથી મિલન ગ્રાહકના ઘરે જઈ ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા માટેની ઓનલાઇન પ્રોસેસ કરવી પડશે છે તેવું કહીને મોબાઇલ અને ઇ-મેલ આઇડી ચેન્જ કરી નાખતો. જેથી તમામ હકીકત અને અપડેટની જાણ પોતાને થાય અને આ જ મોડેસ ઓપરેન્ડીથી એક પછી એક પાંચેક ગ્રાહકોને તેને ભોગ બનાવ્યા હતા.

ક્રેડિટકાર્ડના લાખો રૂપિયા ભરવા માટે બિલ આવ્યા

image source

આરોપી આ તમામ રૂપિયા પોતાના અંગત ઉપયોગ માટે વાપરતો હતો. ફરિયાદીને પોતાના ઘરે જ્યારે ક્રેડિટકાર્ડના લાખો રૂપિયા ભરવા માટે બિલ આવ્યા. ત્યારબાદ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તમામ કૌભાંડનો પર્દાફાશ થયો અને પોલીસે આરોપીને ટેક્નિકલ એનાલીસીસના આધારિત ઝડપી પાડી વધુ પૂછપરછ શરૂ કરી છે. આરોપી મિલન ની પૂછપરછમાં સામે આવ્યું કે પોતે જે સિટી બેન્કના ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેંટમાં નોકરી કરતો હતો અને જે લોકોને ક્રેડિટ કાર્ડ આપ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ