ફોન લેવાનું વિચારી રહ્યા છો? તો સેમસંગનો આ ફોન છે તમારા માટે જોરદાર, ફિચર્સ અને કિંમત જાણીને તમે પણ બોલી ઉઠશો WOW!

સેમસંગ ઇન્ડિયા (Samsung India) એ એફ સોરીઝના નવા સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી એફ62 (Samsung Galaxy F62) ને લોન્ચ કરવાનિન્ટરીખNઇ સત્તાવાર જાહેરાત કરી દીધી છે. સેમસંગ ગેલેક્સી એફ62 (Samsung Galaxy F62) ભારતમાં આગામી 15 ફેબ્રુઆરીના રોજ લોન્ચ કરવામાં આવશે. ફ્લિપકાર્ટ પર સેમસંગ ગેલેક્સી એફ62 (Samsung Galaxy F62) નું માઈક્રો પેજ પણ લાઈવ થઈ ગયું છે. ફ્લિપકાર્ટના પેજ પરથી આ ફોનના બેક અને ફ્રન્ટ ડિઝાઇન વિશે પણ માહિતી મળી છે.

સેમસંગ ગેલેક્સી એફ62 (Samsung Galaxy F62) ની કિંમત

image soucre

આમ તો સેમસંગ ગેલેક્સી એફ62 (Samsung Galaxy F62) ની સત્તાવાર કિંમતની ખબર તો આગામી 15 ફેબ્રુઆરીએ લોન્ચિંગ સમયે જ થશે પરંતુ સેમસંગે એમ જરૂર કહ્યું છે કે તેના સેમસંગ ગેલેક્સી એફ62 (Samsung Galaxy F62) ની કિંમત 20,000 થી 25,000 રૂપિયા સુધીની હશે. આ પહેલા એક લીક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સેમસંગ ગેલેક્સી એફ62 (Samsung Galaxy F62) ની કિંમત 25,000 રૂપિયાથી ઓછી હશે.

સેમસંગ ગેલેક્સી એફ62 (Samsung Galaxy F62) નું સ્પેસિફિકેશન

image soucre

સેમસંગે સત્તાવાર રીતે જણાવ્યું છે જે સેમસંગ ગેલેક્સી એફ62 (Samsung Galaxy F62) ફોનમાં Exynos 9825 પ્રોસેસર મળશે જે 7nm પ્રોસેસ પર તૈયાર થયેલું છે. આ પ્રોસેસરની ચર્ચા સૌથી વધુ સ્પીડને લઈને છે. ફ્લિપકાર્ટ મુજબ Exynos 9825 ને ANTUTU 8 પર 452000+ અંક મળ્યા છે. આ ફોનમાં ઇન્ફિનિટી ઓ ડિસ્પ્લે મળશે.

image source

થોડા દિવસ પહેલા જ Samsung Galaxy F62 ને બ્લુટુથ SIG સાઇટ પર મોડલ નંબર SM-E625F_DS જોવામાં આવ્યો હતો. ફોનમાં બ્લુટુથ 5.0 નો સપોર્ટ મળશે. ગેલેક્સી F62 સેમસંગ ઇન્ડિયાના સપોર્ટ પેજ પર જોવા મળ્યો હતો. એ સિવાય ફોનનો એક ફોટો પણ આવ્યો હયો જેના આધારે કહી શકાય કે ફોનમાં ક્વોડ કેમેરા સપોર્ટ મળશે. અહેવાલ મુજબ ફોનમાં 6 GB રેમ અને આઉટ ઓફ બોક્સ એન્ડ્રોઇડ 11 મળશે. ફોનનું પ્રોડક્શન સેમસંગ ઇન્ડિયાના ગ્રેટર નોઈડા સ્થિત પ્લાન્ટમાં મોટા સ્તરે શરૂ કરવામાં આવ્યું છે.

image soucre

હાલ જ્યારે બજારમાં અવનવા અને અલગ અલગ પ્રકારની વિશેષતા અને ખૂબીઓ ધરાવતા ફોન ધૂમ મચાવી રહ્યા છે ત્યારે આવનારા સમયમાં એ જોવાનું રહેશે કે સેમસંગનો આ સેમસંગ ગેલેક્સી એફ62 (Samsung Galaxy F62) કેટલો લોકપ્રિય રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ