WhatsAppના ફાઉન્ડરની સંઘર્ષની કહાની છે જબરજસ્ત, વિશ્વમાં અનેક જગ્યાએ ફર્યા બાદ પૂરા થઇ ગયા હતા રૂપિયા, ફેસબુકમાં નોકરી માટે એપ્લાય કર્યુ પરંતુ નોકરી ના મળી અને પછી…

દુનિયામાં કોઈ પણ એન્ડ્રોઈડ ફોન એવો નહીં હોય કે તેમાં વોટ્સ એપ ન હોય. આની લોકપ્રિયતા આજે ઘણી વધારે છે, તે લોકોની પ્રાથમિક જરૂરિયાત બની ગઈ છે. વોટ્સ એપ એપ્લીકેશનને ક્યારેય પણ માર્કેટિંગ કરવાની જરૂર પડી નથી. તે ૨૦૦૯માં આવ્યું હતું આજે તેના ૧૧ વર્ષ થયા પણ એન્ડ્રોઈડ અને ios વર્ઝનમાં ડાઉનલોડ થનારી એપ્લિકેશમાં આ પણ સામેલ છે. દુનિયામાં ૨૦૦ કરોડ લોકો અને ભારતમાં લગભગ ૫૦ કરોડ લોકો અને વાપરે છે.

image source

આજે આપણે વોટ્સ એપની કેટલીક રસપ્રદ માહિતી વિષે જાણીએ. આજે આને આમે ખૂબ સરળતાથી વાપરી શકીએ છીએ. તેનો શ્રેય બે મિત્રોને થાય છે તેમના નામ બ્રાયન એકટન અને જોન કોમને છે. ૨૦૦૯માં આની શરૂઆત કરવામાં આવી હતી. વોટસ એપ ફાઉંડર પહેલા યાહૂ કંપનીમાં કામ કરતાં હતા. તે બંને એ નોકરી છોડીને ફરવા જવાનું વિચાર્યું હતું. તેને દુનિયાની ઘણી જગ્યાએ ફર્યા તે પછી તેના રૂપિયા પૂરા થઈ ગયા હતા. તે બંને એ ફેસબુકમાં નોકરી કરવા માટે એપ્લાય કર્યું ત્યાં તેમણે નોકરી મળી ન હતી.

વોટ્સ એપ બનાવવાનો વિચાર આવ્યો :

image source

તે જ્યારે યાહૂમાં નોકરી કરતાં ત્યારે તેની બચતના ૪૦ હજાર ડોલર જમા કર્યા હતા. ત્યારે જેન કોમે એ પૈસા માઠી જાન્યુઆરીમાં ૨૦૦૯માં આઇફોન લીધો. જોન કોમને લાગ્યું કે ભવિષ્ય વર્ષોમાં એપ્લીકેશન નો ઉપયોગ વધશે. આ એપ્લિકેશનના વપરાશ કરતાં ઘણા લોકો વધશે. આનાથી સંદેશો મોકલવો સરળ બનશે. લોકો તેના પરિવાર, મિત્ર અને વ્યાવસાયિક મિત્ર સાથે આસાનીથી સંપર્ક કરી શકે છે.

image source

આ બંને એ આ કામ માટે યાહુના ૫ સહકર્મચારીની મદદ લીધી. તે પછી તેમણે એપ્લીકેશન ડેવલોપમેન્ટ માટે રશિયાના ડેવલોપર ઇગોર સોલો મનીકોવની મદદ લીધી હતી. ત્યારે ખૂબ મહેનત કરીને તેમણે એપ્લીકેશન વિકસાવી હતી. ત્યારે તેમણે આનું નામ શરૂઆતમાં વોટ્સ અપ રાખ્યું હતું,. તે પછી તેને વોટ્સ એપ કર્યું હતું.

વોટ્સ એપ તૈયાર પણ ઘણી મુશ્કેલી આવી હતી :

image source

૨૦૧૯ માં ૨૪ ફેબ્રુઆરી એ જોન કોમે કેલિફોર્નિયામાં WHATS APP. INC કંપની બનાવી હતી. આ શરૂઆતમાં ક્રેશ થઈ ગયું હતું. અથવા હેંગ થઈ જતું હતું. ત્યારે તેમણે ઘણી નિષ્ફળતા મળી ત્યારે તેમણે વિચાર્યું કે આ એટલું પણ સરળ નહીં રહે. તેથી તેમણે તેના પર કામ કરવાનું છોડી દીધું. પરંતુ જોન કોમે બ્રાયન ને સમજાવતા તેના પર ફરી કામ શરૂ કર્યું હતું. તેમણે જૂન ૨૦૦૯માં i phoneમાં વોટ્સ એપમાં પુષ નોટિફિકેશન ફીચર આપ્યું હતું. આની સાથે બીજું પણ એક ફીચર પણ આપ્યું હતું. તેમાં તેના કોઈ મિત્ર સ્ટેટસ મૂકે અને તેના મિત્રને તેની જાણ થાય. આ ફીચર વોટ્સ એપમાં વધારે પ્રચલિત થયું હતું. આના યુઝર્સ iosમાં ૨,૫૦,૦૦૦ થયા હતા.

image source

ઓક્ટોબર ૨૦૧૯માં બ્રાયન એક્ટને પોતાના ૫ મિત્રને વોટ્સ એપમાં રોપિયા રોકવા માટે મનાવ્યા હતા, તેના મિત્રએ તેમાં ૨.૫૦ લાખ ડોલર વોટ્સ એપ કંપનીમાં રોક્યા હતા, તે પછી તેમણે આના ઘણા વર્ઝન બનાવવાણી તૈયારી કરી હતી. ડિસેમ્બર ૨૦૧૩માં વોટ્સ એપ ને ફ્રીના બદલે પેઇડ કરી દેવામાં આવ્યું હતું. સતત વધતાં યુઝર્સ અને તેના લીધે વોટ્સ એપને ટેક્સ વેરિફિકેશન માટે રૂપિયા ચુકવ્યા હતા. આમાં બીજી ઘણી કંપનીએ રૂપિયા રોક્યા હતા, ૨૦૧૩માં આના ૨૦૦ મિલિયન એક્ટિવ યુઝર્સ થયા હતા. ત્યારે ૫૦ લોકો આના માટે કામ કરતાં હતા. તે પછી ૨૦૧૪માં આના ૫૦૦ મિલિયન યુઝર્સ હતા.

image source

૨૦૧૪માં ફેસબુકે આને ૧૯ બિલિયન ડોલરમાં ખરીદી લીધું હતું. આમાં ૪ બિલિયન રોકડા અને ૧૨ બિલિયન ડોલરના ફેસબુકના શેર આપવામાં આવ્યા હતા. બાકીના ૩ બિલિયન સ્ટોક તરીકે રાખવામા આવ્યા હતા. તે પછી આની બધી ઓપરેટિંગ સિસ્ટમ ફ્રી થઈ હતી. આની કહાની જે લોકો નોકરીમાં કે ધંધામાં નિષ્ફળ થતાં હોય તેવા લોકો માટે ખૂબ પ્રેરણાદાયી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ