800 કરોડથી પણ વધુના ખર્ચે તૈયાર કરાયું છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, બીજી ખાસિયતો જાણીને તમને પણ થશે ગર્વ

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું આજે ઉદ્ઘાટન અને નામકરણ બંને થયું છે. ગુજરાતના નામે વધુ એક ગૌરવ આ સ્ટેડિયમ તરીકે જોડાયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે ઉદ્ઘાટન કરવાની સાથે સ્ટેડિયમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે નામ પણ આપ્યું છે. ત્યારે આ સ્ટેડિયમ ફરી એકવાર ચર્ચામાં આવી ગયું છે. જો આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે તે સિવાય અન્ય કેટલીક ખાસિયતો પણ છે જે આ સ્ટેડિયમ સાથે રેકોર્ડ તરીકે જોડાયેલી છે.

image source

સૌથી પહેલા તો આ સ્ટેડિયમ 800 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં કુલ 1.10 લાખ લોકો સાથે બેસી મેચ જોઈ શકશે. આ દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ મેલબોર્ન કરતાં પણ વધુ ક્ષમતા ધરાવતું ગ્રાઉડ છે. ખેલાડીઓ માટે અહીં 4 ડ્રેસિંગ રુમ છે.

image source

આ સિવાય મેદાન પર કુલ 11 પીચ છે જેમાં લાલ અને કાળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મેદાનમાં ફ્લડ લાઈટ 25 માળની બિલ્ડીંગ જેટલી ઊંચી લગાવવામાં આવી છે. આ મેદાનની અન્ય એક ખાસિયત એ છે કે અહીં ગમે તેટલો વરસાદ આવે ત્યારબાદ 30 જ મિનિટમાં મેચ માટે મેદાન તૈયાર થઈ જશે. ક્રિકેટ સિવાય અહીં હોકી, કબડ્ડી, વોલીબોલ, બેડમિન્ટન જેવી સ્પર્ધાઓ પણ યોજાઈ શકશે.

આ વાત તો થઈ નવા બનેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ખાસિયતોની. હવે જાણો એવા રેકોર્ડ વિશે જે આ મેદાન પર વર્ષો પહેલા ધુરંધર ક્રિકેટરોએ સર્જ્યા છે.

image source

– સુનિલ ગાવસ્કરે તેની કારર્કિદીના 10,000 રન આ સ્ટેડિયમમાં પૂર્ણ કર્યા હતા.

image soucre

– કપિલ દેવે આ સ્ટેડિયમમાં જ રિચર્ડ હેડલિનોનો રેકોર્ડ તોડી 432 વિકેટ ઝડપી હતી.

– વર્ષ 1999માં સચિને તેની કારર્કિદીની પહેલી બેવડી સદી મોટેરામાં ફટકારી હતી. અહીં જ સચિને વર્ષ 2009માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 30 હજાર રન પૂર્ણ કર્યા હતા. અહીં જ સચિન પહેલો ક્રિકેટર બન્યો જેણે વન-ડેમાં 18 હજાર રન કર્યા હોય.

image source

મોટેરામાં સચિન તેંડુલકરના નામે સૌથી વધુ રેકોર્ડ નોંધાયા છે જો કે આજથી શરુ થયેલી ટેસ્ટ મેચમાં પણ યુવા ખેલાડીઓ અગાઉની મેચના રેકોર્ડ તોડે તેવી આશા ક્રિકેટ ચાહકો સેવી રહ્યા છે. તો ચાલો એક નજર કરીએ ટેસ્ટ મેચના રેકોર્ડ પર પણ.

image source

મોટેરા સ્ટેડિયમમાં વર્ષ 1983માં કપીલ દેવએ વેસ્ટ ઈન્ડિઝ સામે એક ઈનિંગમાં સૌથી વધુ 9 વિકેટ ઝડપી હતી. આ સિવાય શ્રીલંકાએ ભારત સામે એક ઈનિંગમાં સૌથી વધુ 760 રન ફટકાર્યા હતા. જ્યારે દક્ષિણ આફ્રિકા સામે ભારતનો એક ઈનિંગના સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ પણ અહીં નોંધાયો છે જે રેકોર્ડ છે 76 રન. અહીં શ્રીલંકાના મહિલા જયવર્ધનેએ એક ઈનિંગમાં સર્વાધિક 275 રન ફટકાર્યા હતા. મોટેરામાં સૌથી વધુ રન કરનાર ખેલાડી રાહુલ દ્રાવિડે ટેસ્ટ મેચમાં 771 રન ફટકાર્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ