જો તમે પણ અનુભવો છો 7માંથી કોઈ પણ લક્ષણ, તો થઈ જાવ સાવધાન, હોઈ શકે છે કોરોનાનો નવો સ્ટ્રેન

એક તરફ ભારતમાં કોરોનાથી સ્વસ્થ થનારાનો દર 95.99 ટકા સુધી પહોંચ્યો છે ત્યારે ભારતમાં કોરોનાનો નવો સ્ટ્રેન દસ્તક દઇ રહ્યો છે. આ નવા સ્ટ્રેનના અનેક કેસ આવવાથી ભારતમાં તેને લઈને ચિંતા વધી રહી છે. બ્રિટનથી ભારત આવી રહ્લા લોકોમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનની પુષ્ટિ થઈ રહી છે.

image source

ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેન વધારે સંક્રામક હોઈ શકે છે. એમ્સના પ્રમુખ ડો, રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે આ નવો સ્ટ્રેન વધુ એક ખતરો સાબિત થઈ શકે છે. ડો. ગુલેરિયાએ એમ પણ કહ્યું છે કે ભારતમાં કોરોના વાયરસને લીને હર્ડ ઈમ્યુનિટી એક મિથક છે. કેમકે તેને માટે 80 ટકા આબાદીમાં કોરોના વાયરસના માટેના એન્ટીબોડી બનવા જોઈએ જે હર્ડ ઈમ્યુનિટીના આઘારે સંપૂર્ણ આબાદી માટે સુરક્ષિત છે.

જૂના કોરોનાના લક્ષણો

image soucre

2019ના અંતમાં ચીનના શહેર વુહાનથી આખી દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસના લક્ષણ નવા મળેલા સ્ટ્રેનથી અલગ હતા. શરૂઆતમાં કોરોના વાયરસના જે લક્ષણો સામે આવ્યા હતા તેમાં તાવ આવવો, સતત ખાંસી રહેવી, સ્વાદ ન આવવાની સાથે સ્મેલ પણ ખોવાઈ જવી વગેરે ફરિયાદ જોવા મળી રહી હતી. પરંતુ કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણો ઉપરના તમામ લક્ષણોથી અલગ છે. શોધકર્તાઓનું માનવું છે કે નવા સ્ટ્રેનની ઉત્પત્તિ કોરોનામાં ઉત્પરિવર્તનના કારણે થઈ છે.

કોરોનાના નવા સ્ટ્રેનમાં જોવા મળ્યા છે આ 7 મુખ્ય લક્ષણો

image source

કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણો જૂના કોરોના વાયરસથી અલગ જોવા મળી રહ્યા છે. બ્રિટનની રાષ્ટ્રિય સ્વાસ્થ્ય સેવાએ નવા સ્ટ્રેનના 7 મુખ્ય લક્ષણોને વિશે જણાવ્યું છે.

જાણો શું છે કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણો

  • શરીરમાં દર્દ અને પીડા
  • ગળામાં ખરાશ
  • આંખ આવવી
  • માથું દુઃખવું
  • ડાયરિયા
  • ત્વચા પર રેશિશ
  • પગની આંગળીઓનો કલર ચેન્જ થવો

આ તમામ લક્ષણો કોરોનાના નવા સ્ટ્રેનની પુષ્ટિ કરે છે. અન્ય શઓધકર્તાઓએ તેની પુષ્ટિ કરી છે. શોધકર્તાઓએ વિસ્તૃત આંકડાની પણ તપાસ કરી છે. તેમાં તેઓએ કહ્યું કે કોરોનાની પ્રકૃતિમાં પહેલો ફેરફાર સપ્ટેમ્બરમાં બ્રિટનના કેંટટમાં નોંધાયો હતો. કોરોના વાયરસના અન્ય પેટર્ન દક્ષિણ આફ્રિકામાં મળ્યો અને પછી દુનિયાના અનેક દેશોમાં કોરોનાનો નવો સ્ટ્રેન પગપેસારો કરી ચૂક્યો છે.

અનુવાંશિક કોડમાં પણ ફેરફાર

image source

કોરોના વાયરસની વાત કરીએ તો પ્રકૃતિમાં 4 નવા ફેરફાર જોવા મળ્યા છે. તેની સાથે શોધકર્તાઓએ આનુવંશિક કોડમાં 6 ફેરફારની શોધ કરી છે. તેમાંથી 12માંથી 9 પરિવર્તનને ગંભીર માનવામાં આવે છે. તેઓએ નવા સ્વરૂપના આનુવંશિક કોડમાં 6 ફેરફારનો ઉલ્લેખ કર્યો છે. વિશેષજ્ઞોની ચેતવણી છે કે આનુવંશિક કોડમાં પરિવર્તન સામાન્ય છે અને 12 અન્ય જીનનો પ્રભાવ ગંભીર હોઈ શકે છે.

વાયરસના લક્ષણોને લઈને અપાયું મોટું નિવેદન

image source

કોરોના વાયરસના લક્ષણો પર ખાસ અધ્યયન કરાયું છે. તેને કેનાડિયન મેડિકલ એસોસિયેશન જર્નલમાં પ્રકાશિત કરાયો છે. તેમાં 70 હજાર દર્દીના ડેટાના આધારે સંક્રમણના લક્ષણોને રજૂ કરાયા છે. પહેલા આઉટ પેશન્ટ, બીજા ઈન પેશન્ટ અને ત્રીજા આઈસીયૂમાં એડમિટ દર્દીઓ. આ ત્રણેય દર્દીઓની વચ્ચેના અંતરને જાણવાની કોશિશ કરાઈ છે. 70288 લોકોમાંથી 53.4 ટકા હોસ્પિટલમાં એડમિટ થયા છે અને 4.7 ટકા લોકો આઈસીયૂમાં છે. આ સિવાયના તમામ 46.6 ટકા આઉટ પેશન્ટ હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ