દેશભરમાં ખુલશે 1 લાખ LPG સિલિન્ડર ડિલિવરી સેન્ટર, જલદી જાણી લો તમને આનાથી શું થશે મોટો ફાયદો

કોરોના મહામારી દરમિયાન મોટાભાગના લોકોને આર્થિક સંકડામણનો અનુભવ થયો છે. ખાસ કરીને નાના પાયે વેપાર ધંધા ચલાવતા લોકોને ઘર ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે ઘણા ખરા લોકો એવા પણ છે કે જેઓએ પોતાના મૂળ ધંધાને કે જેને તેઓ કોરોના મહામારી પહેલા કરતા હતા તેને છોડી પરિસ્તીથી મુજબ અનુકૂળ હોય તેવો ધંધો શરૂ કરી દીધો હોય. જો તમે પણ આવું જ કઇંક સાહસ કરવાનું કે નવો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા હોય તો આગામી સમયમાં સારી તક (Business Opportunity) મળી શકે છે. અને આ સારી તક તમને કેન્દ્ર સરકાર તરફથી જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ બિઝનેસ અંતર્ગત તમે લિકવિડ પેટ્રોલિયમ ગેસ એટલે કે LPG સિલિન્ડરનું ડિલિવરી સેન્ટર શરૂ કરી કમાણી પણ શરૂ કરી શકો છો.

image source

અસલમાં કોમન સર્વિસ સેન્ટર (common service centre) એ દેશમાં એક લાખ LPG વિતરણ કેન્દ્ર એટલે કે LPG ડિલિવરી સેન્ટર (LPG Delivery Centre) શરૂ કરવાની યોજના બનાવી છે. આ યોજના પર CSC આગામી વર્ષે માર્ચ મહિનાથી કામ શરૂ કરનાર છે. LPG ડિલિવરી સેન્ટર ગ્રામ્ય અને અર્ધ શહેરી વિસ્તારોમાં શરૂ કરવામાં આવશે. નોંધનીય છે કે CSC એ સૂચના અને પ્રાઔદ્યોગિકી મંત્રાલય હેઠળ આવે છે.

LPG ડિલિવરી સેન્ટર અંતર્ગત કઈ રીતે કરી શકાય કમાણી ?

image source

ઉપર વાત કરી તેમ જો તમે પણ બિઝનેસ ક્ષેત્રે કઇંક સાહસ કરવાનું કે નવો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા હોય તો કોમન સર્વિસ સેન્ટરની ઉપરોક્ત સ્કીમ તમારા માટે ફાયદાકારક બની શકે છે. આ માટે તમે CSC ની સત્તાવાર વેબસાઈટ https://csc.gov.in/cscspvinfo પર જઈને સરળતાથી CSC સેન્ટર માટે અરજી કરી શકો છો. CSC ની મંજૂરી મળ્યા બાદ તમે બેન્કિંગ, વીમા, PAN કાર્ડ અને પાસપોર્ટ બનાવવા અંગે સેવા આપી શકો છો. એટલું જ નહીં ઇલેક્ટ્રિક બીલનું પેમેન્ટ, IRCTC દ્વારા ટિકિટ બુકીંગ, શિક્ષા અને કૌશલ્ય વિકાસ સાથે જોડાયેલા કોર્ષની સર્વિસ પણ આપી શકો છો. હવે સરકાર CSC થકી LPG ગેસ સિલિન્ડરની ડિલિવરી પણ શરૂ કરી રહી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં રાખવામાં આવશે ખાસ ધ્યાન

image source

CSC SPV ના સીઈઓ સંજય કુમાર રાકેશના જણાવ્યા મુજબ અમે જે LPG સેન્ટરનું આયોજન કરી રહ્યા છીએ તેનો હેતુ ગરીબ પરિવારોને સ્વચ્છ ઇંધણ મળી રહે તે માટેનો છે. CSC એ આ LPG વિતરણ કેન્દ્ર બધા રાજ્યોમાં શરૂ કર્યા છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, બિહાર અને રાજસ્થાનમાં આ કેન્દ્રોની સંખ્યા સૌથી વધુ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!