નવા વર્ષથી WhatsApp માં આવી રહ્યા છે આ ફીચર્સ, સાથે જ અપડેટ કરાઈ રહી છે કંપનીની પોલિસી પણ, જાણો વધુમાં

વર્ષ 2020 હવે પૂરું થવામાં છે અને વર્ષ 2021 ના આગમનને હવે માંડ થોડો સમય જ બચ્યો છે. ત્યારે નવા આવનારા વર્ષ 2021 માં અનેક નવી શરૂઆતો થશે. ખાસ કરીને ટેક કંપનીઓ પણ આવનાર વર્ષથી નવા ફીચર્સ જોડવાની તૈયારીમાં છે. તેંમાંય વિશેષ કરીને ફેસબુકની લોકપ્રિય સોશ્યલ મીડિયા એપ વ્હોટ્સએપ પણ પોતાની એપ્લિકેશનમાં થોડા નવા ફીચર્સ ઉમેરવાની તૈયારીમાં છે. નોંધનીય છે કે વ્હોટ્સએપ વિશ્વની સૌથી વધુ વપરાતી અને સૌથી વધુ યુઝર્સ ધરાવતી સોશ્યલ મીડિયા એપ્લિકેશન પૈકી એક છે. નવા વર્ષની શરૂઆતથી વ્હોટ્સએપમાં ત્રણ પ્રમુખ ફીચર્સ જોડવામાં આવનાર છે. ત્યારે આ ફીચર્સ ક્યા છે તે જોઈએ.

મલ્ટીપલ પેસ્ટ

image source

WABetaInfo ના જણાવ્યા મુજબ નવા વર્ષમાં વ્હોટ્સએપમાં સૌથી ખાસ ફીચર્સ આવનાર છે મલ્ટીપલ પેસ્ટ. તમારી વ્હોટ્સએપને અપડેટ કર્યા બાદ તમે એક સાથે એકથી વધુ કેટલાક ફોટો અને વિડીયો એક સાથે કોપી કરીને બીજા ચેટમાં પેસ્ટ કરી શકશો. ઉલ્લેખનીય છે કે હાલ વ્હોટ્સએપમાં ફોટો અને વિડીયો કોપી કરવાનું કોઈ ફીચર્સ નથી. જો કે આ ફીચર્સની ટેસ્ટિંગ હાલ બીટા વરઝ્નના યુઝરો માટે ઉપલબ્ધ છે.

ઓડિયો વિડીયો કોલિંગ

image soucre

વ્હોટ્સએપના વેબ વરઝ્નમાં પણ આવનારા સમયમાં ઓડિયો વિડીયો કોલિંગ કરી શકાશે અને ત્યારબાદ વ્હોટ્સએપ યુઝર્સ જે રીતે સ્માર્ટફોન દ્વારા ઓડિયો વિડીયો કોલિંગ કરી શકે છે તે જ રીતે લેપટોપ કે કોમ્પ્યુટર દ્વારા પણ વ્હોટ્સએપના વેબ વરઝ્નથી ઓડિયો વિડીયો કોલિંગ કરી શકશે. વ્હોટ્સએપના આ ફીચર્સ આવ્યા બાદ ઝૂમ, ગુગલ મીટ જેવી વિડીયો કોલિંગ સુવિધાઓ આપનાર કંપનીઓ માટે મુશ્કેલી પણ ઉભી થઇ શકે છે.

નવી પોલિસી

image source

નવા વર્ષમાં વ્હોટ્સએપ નવી પોલિસી પણ લાવનાર છે. જો કે આ પોલિસી નવા વર્ષની શરૂઆતમાં જ નહિ પણ 8 ફેબ્રુઆરીથી લાગુ થશે. પોતાની આગામી પોલિસીને લઈને વ્હોટ્સએપ દ્વારા જણાવાયું છે કે જો તમને અમારી એટલે કે વ્હોટ્સએપની પોલિસી જો યુઝર્સને પસંદ નથી તો તેઓ વ્હોટ્સએપને વાપરવાનું બંધ કરી શકે છે. વ્હોટ્સએપના નવા ફીચર્સ અને અપડેટને ટ્રેક કરનાર સાઈટ WABetaInfo એ વ્હોટ્સએપની નવી પોલિસીનો એક સ્ક્રીનશોટ રજૂ કર્યો હતો. આ સ્ક્રીનશોટ અનુસાર નવી પોલિસીમાં સ્પષ્ટ લખાયું છે કે જો કોઈ યુઝર્સને અમારી પોલિસી પસંદ નથી આવતી તો તેઓ પોતાનું વ્હોટ્સએપ એકાઉન્ટ ડીલીટ કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ