કસ્ટમ વિભાગના નામે આવતા આ મેસેજથી સાવધાન

વિશ્વભરમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે રિમોટ વર્કિંગમાં વધારો થયો છે. ફિજિકલ લેણ-દેન 50 ટકા સુધી ઘટી ગયું છે, તેની જગ્યા ઓનલાઇન ટ્રાંજેક્શને લઈ લીધી છે. ડિજિટલ પેમેન્ટનું ચલન વધતા ઓનલાઇન છેતરપીંડી કરતા સાયબર અપરાધિઓ પણ હવે પહેલા કરતાં વધુ સક્રિય થયા છે. જુદા જુદા આઈડિયાથી લોકોની સાથે ફ્રોડ કરવામાં આવે છે, જેમા કોઈ ઈનામ, લોટરી, ગિફ્ટના નામે પૈસા લૂંટવા સામાન્ય વાત થઈ ગઈ છે. તમારી પાસે પણ ઘણા પ્રકારના મેસેજ આવતા હશે, જેમા લોભામણી લાલચ આપવામાં આવે છો, જો તમે તેની જાળમાં ફસાઈ ગયા તો તમારા બેંક ખાતામાંથી પૂરેપુરા પૈસા કાઢી લેવામાં આવે છે, એવામાં હવે કસ્ટમ વિભાગે પણ ફ્રોડમાંથી બચાવા માટે એલર્ટ જાહેર કર્યું છે.

લોકોને કેટલાક મેસેજ મોકલવામાં આવી રહ્યા છે

image source

કેન્દ્રીય પ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ (સીબીઆઇસી) એ પોતાના સત્તાવાર ટિ્વ‌ટર પર કેટલાક એવા મેસેજની માહિતી આપી છે જેના માધ્યથી લોકો પાસેથી પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે. સીબીઆઈસીએ જણાવ્યું કે લોકોને કેટલાક મેસેજ મોકલવામાં આવી રહ્યા છે અને સીબીઆઇસીના નામે પૈસા મોકવાનું કહેવામાં આવી રહ્યું છે. એવામાં સીબીઆઇસીએ પોતાનું સ્પષ્ટીકરણ રજૂ કર્યું છે. સીબીઆઇસી દ્વારા આવા કોઈ પૈસા વસુલવામાં આવતા નથી અને સંસ્થા દ્વારા પર્સનલ બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા કરાવવામાં નથી કહેવામાં આવી રહ્યું.

આ મેસેજ દ્વારા કરવામાં આવ્યા એલર્ટ

image source

સીબીઆઈસીએ લોટરીને લઈને આવતા મેસેજને લઈને એલર્ટ જાહેર કર્યું છે. સીબીઆઈસી દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી મુજબ લોકોને મોકલવામાં આવતા મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે તેને કોઈ લોટરી લાગી છે અને તેના માટે કસ્ટમ ડ્યુટી ચુકવવી પડશે. આ કસ્ટમ ડ્યુટીના નામ પર પર્સનલ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવી રહ્યું છે. એવામાં સાયબર ક્રાઈમ એક્સપર્ટ લોકો પાસેથી લોટરીના નામે પૈસા પડાવી લે છે.

કસ્ટમ વિભાગ નથી કરતા આવા મેસેજ

image source

કસ્ટમ વિભાગનું કહેવુ છે કે, કસ્ટમ્સ વિભાગ કોઈ દિવસ પર્સનલ બેંક ખાતામાં પૈસા જમા કરાવવાનો મેસેજ નથી કરતા. કસ્ટમ વિભાગ દ્વારા બધા કમ્યુનિટિશન ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન (ડીઆઈએન) ના માધ્યમથી કરવામાં આવે છે. સાથે તે ઓનલાઇન વેરીફાઇડ હોય છે. આ એક પ્રકારનો યુનિક નબંર હોય છે, જેને કસ્ટમ વિભાગની વેબસાઇટના માધ્યમથી વેરિફાઈડ કરવાનો હોય છે.

મેસેજ આવે તો શું કરશો

image source

જો તમારી પાસે આવો કોઈ મેસેજ આવે છે, કે જેમા લોટરી અથવા અન્ય કોઈ વસ્તુ માટે પૈસા ચુકવવાનું કહેવામાં આવે છે તો તમારે કોઈને પણ પૈસા ટ્રાન્સફર કરવાના નથી. આ ઉપરાંત તમે સરકાર દ્વારા સાયબર ક્રાઇમ માટે બનાવવામાં આવેલી વેબસાઇટ પર તેની ફરિયાદ કરી શકો છો અને સાથે તેની જાણકારી પોલીસને પણ આપી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ