ઓનલાઇન કલાસ દરમિયાન જ્યારે અમિતાભ બચ્ચને આરાધ્યાને કરી ડિસ્ટર્બ, તો પૌત્રીએ દાદાને આપ્યું કંઇક આવું રિએક્શન

વર્ષ 2020ની શરૂઆથી જ કોરોના વાયરસે મહામારી બનીને દુનિયા પર પોતાનો કહેર વર્તાવવાનું શરૂ કરી દીધું હતું. કોવિડ 19ના પર્કોપને કારણે લોકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યોં છે તો બીજી બાજુ આ કોરોનાકાળમાં અમુક વસ્તુઓ શીખવા પણ મળી. ઓનલાઇન કલાસીસ અને વર્ક ફ્રોમ હોમ જેવી વસ્તુઓ કોરોના સંકટ દરમિયાન લોકોની જિંદગીનો મહત્વનો ભાગ બની ગઈ. ખાસ કરીને ઓનલાઇન કલાસીસ દ્વારા બાળકોનો અભ્યાસ ચાલુ રાખવામાં મદદ મળી. આ દરમિયાન બિગ બી અને એમની પૌત્રી આરાધ્યા બચ્ચનનો એક રસપ્રદ કિસ્સો પણ સામે આવ્યો છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચને જાતે આ કિસ્સાને લોકો સાથે શેર કર્યો છે.

image soucre

ઓનલાઇન કલાસ અને પૌત્રી આરાધ્યા બચ્ચન સાથે જોડાયેલા કિસ્સાને વર્ણવતા અમિતાભ બચ્ચને જણાવ્યું કે એકવાર ભૂલમાં એમને પોતાની પૌત્રી આરાધ્યા બચ્ચનને ઓનલાઇન કલાસ દરમિયાન ડિસ્ટર્બ કરી દીધી હતી ત્યારે આરાધ્યાએ એવું રિએક્શન આપ્યું કે બિગ બી માટે આ કિસ્સો યાદગાર બની ગયો.

image source

વાત જાણે એમ હતી કે ટીવી શો કોન બનેગા કરોડપતિ સિઝન 12ના કિડ્સ સ્પેશિયલ એપિસોનમાં અમિતાભ બચ્ચને આ કિસ્સાની ચર્ચા કરી હતી. એમને જણાવ્યું કે એકવાર એમને આરાધ્યાના યોગા પોઝને જોઈને પૂછી લીધું કે એ શું કરી રહી છે? જો કે એમને એ વાતની ખબર નહોતી કે એ સમયે આરાધ્યાના ઓનલાઇન કલાસ ચાલી રહ્યા હતા, એટલે દાદાજીએ વચ્ચે ડિસ્ટર્બ કરી એના જવાબમાં પૌત્રી આરાધ્યાએ બિગ બીને સાઈડમાં હટી જવા કહ્યું કારણ કે એ ઓનલાઇન ક્લાસમાં હતી અને એમાંના ટીચર એમને યોગા શીખવી રહ્યા હતા.

image soucre

અમિતાભ પોતાની પૌત્રી આરાધ્યા સિવાય પોતાની નાતી અગત્સ્ય નંદા અનવ નાતીન નવ્યા નવેલીને પણ ખૂબ જ પ્રેમ કરે છે. એનો અંદાજો તમે એ વાત પર લગાવી શકો છો કે જ્યારે આ શોમાં આવેલા એક કિડ કન્ટેસ્ટન્ટે બિગ બીના શરત પર લગાવેલા કફલિન્ક વિશે પૂછ્યું તો એમને કહ્યું કે એમની પાસે જેટલા પણ કફલિન્ક છે એ બધા પર એમના પરિવારના બાળકોના નામ છે.
તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનની વહુ અને બોલીવુડની સુંદર અદાકારા ઐશ્વર્યા રાય બચ્ચને 16 નવેમ્બર 2011માં દીકરી આરાધ્યાને જન્મ આપ્યો હતો. ઘરમાં પૌત્રીના આગમન અને દાદા બનવાની ખુશી જાતે બિગ બીએ ટ્વીટર દ્વારા ફેન્સ સાથે શેર કરી હતી. એમનવ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે એ એક ક્યૂટ બેબી ગર્લના દાદા બની ગયા છે. આ વર્ષે આરાધ્યાના 9માં જન્મદિવસ પર અમિતાભે પોતાની પૌત્રીના ઓ વર્ષના થ્રોબેક ફોટાનું એક કોલાઝ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. એ સાથે એમને કેપ્સનમાં લખ્યું હતું કે ” હેપી બર્થ ડે આરાધ્યા…માય લવ.”

image source

તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને મુંબઇ સ્થિત પોતાના બાંગ્લા જલસમાં પુરા પરિવાર સાથે લોકડાઉન પિરિયડ વિતાવ્યો હતો. લોકડાઉન દરમિયાન શ્વેતા બચ્ચન નંદા, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, અગત્સ્ય નંદા, નવ્યા નવેલી, આરાધ્યા અને પત્ની જયા બચ્ચન સાથે એમને લોકડાઉનના સમયને ન ફક્ત વિતાવ્યો પણ પરિવાર સાથે એને યાદગાર પણ બનાવ્યો. એ દરમિયાન એમને પોતાની ફિટનેસ પર પણ ઘણું ધ્યાન આપ્યું.

image source

થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યૂમાં અમિતાભે જણાવ્યું હતું કે એ કેવી રીતે પરિવારમાં સૌથી મોટા હોવાનો ફાયદો ઉઠાવે છે અને પોતાની નાતી, નાતીન અને પૌત્રીને બગાડે છે? એમને કહ્યું હતું કે જ્યારે હું મારા ગ્રાન્ડ ચિલ્ડ્રનને બગાડવા માંગતો હોય ટીવરે ઘરમાં મોટા હોવાનો ફાયદો થાય છે કારણ કે એમના પેરેન્ટ્સ મારો વિરોધ નથી કરી શકતા.

image source

આરાધ્યાના ક્યૂટ તોફાનની ચર્ચા કરતા એમને જણાવ્યું હતું કે આરાધ્યા હજી પણ એમના વર્કિંગ ડેસ્કને ઉથલ પાથલ કરી દે છે. કારણ કે એમની પૌત્રીને એમની પેન લખવા માટે જોઈતી હોય છે. એટલું જ નહીં દાદા સાથે મસ્તી કરનારી આરાધ્યાને બિગ બીના લેપટોપ સાથે રમવું પણ ખૂબ જ ગમે છે. પોતાના ગ્રાન્ડ ચિલ્ડ્રનની આ મસ્તીઓથી બિગ બિને ખુશી મળે ચ3 અને એમના માટે આ અનુભવ ખૂબ જ સુંદર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ