આબેહૂબ માણસના ચહેરા જેવો જ ‘ફેસ માસ્ક’, પહેર્યા બાદ બદલાઈ જશે તમારી ઓળખ, જાણો શું છે કિંમત

કોરોના વાયરસથી બચવા માટે જ્યાં સુધી વેક્સીન નથી આવતી ત્યાં સુધી આ મહામારીથી બચવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તો દેશને મહામારીથી બચાવવાનો નારો પણ બનાવી દીધો છે, ‘જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલ નહીં.’ કોવિ-19 મહામારી આવ્યા બાદ આખી દૂનિયામાં માસ્કની માંગ વધી ગઈ છે. બાજરમાં અત્યારે વિવિધ પ્રકારના સુંદરસુંદર ફેશનેલબ માસ્ક પણ મળવા લાગ્યા છે.

અહીંથી આવ્યો આઇડિયા

image source

હાલમાં જ જાપાનના એક વ્યક્તિએ એવો માસ્ક બનાવ્યો છે જેને જોયા બાદ લોકો દંગ રહી ગયા છે. આ માસ્કને પહેર્યા બાદ તમને સરળતાથી કોઈ પણ નહીં ઓળખી શકે. હા, આ વાત કરી રહ્યા છે આબેહૂબ માણસના ચહેરા જેવા દેખાતા માસ્ક વિષે. વાસ્તવમાં, કોરોના વાયરસ સંકટ વચ્ચે જાપાનના રિટેલરને મોહરા એટલે કે મુખવટા જેવો માસ્ક બનાવવાનો આઇડિયા આવ્યો.

શું કોરોના વાયરસથી બચાવી શકે છે આ માસ્ક ?

image source

જાપાનના 30 વર્ષિય શુહેઇ ઓકાવારાએ 3ડી પ્રિન્ટેડ માસ્ક તૈયાર કર્યો છે. જેને પહેર્યા બાદ તમારો ચહેરો સંપૂર્ણ રીતે બદલાઈ જશે. અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ માસ્કને કોરોનાને રોકવા માટે નથી બનાવવામા આવ્યો, પણ આ માસ્ક તમને કોઈની પણ સામે અજાણ્યા એટલે કે ઓળખી ન શકાય તેવા બનાવી શકે છે. આશ્ચર્યની વાત એ છે કે આ માસ્ક સંપૂર્ણ રીતે એક અસલી ચહેરા જેવું જ લાગે છે.

કાલ્પનિક જીવનમાં હોવાનો અનુભવ કરાવે છે આ માસ્ક

image source

શુહેઈ ઓકાવારાએ મિડિયા સાથે વાત કરતાં કહ્યું કે વેનિસમાં માસ્કની દુકાનો પર કદૉચ ચહેરા વાચાતા કે ખરીદી નથી શકાતા, પણ તે તમને કાલ્પનિક વાર્તાઓમાં હોવાનો અનુભવ કરાવે છે. મને લાગ્યું કે વાસ્તવમાં આવું કરવું રસપ્રદ રહેશે. તેના માટે ઓકાવારા જે વ્યક્તિના ચહેરાનું માસ્ક બનાવે છે તેને તેઓ મોટી રકમ પણ આપે છે.

જાપાની મોડલ્સના ચહેરાવાળા માસ્ક

image source

મિડિયા રિપોર્ટ પ્રમાણે શુહેઈ ઓકાવારા કેઈ મોડેલના ચહેરાને માસ્ક બનાવવા માટે 387 ડોલર એટલે કે લગભગ 28500 રૂપિયા લે છે. તેમણે પોતાના પહેલા મોડેલને 100થી વધારે અરજીઓમાંથી પસંદ કર્યા હતા. ઓક્ટોબર મહિનામાં જ ઓકાવારાએ આ પ્રોજેક્ટની શરૂઆત કરી દીધી હતી, તેમનું માનવું છે કે આ પ્રકારના માસ્કની ડિમાન્ડ ખૂબ વધારે હશે.

એક માસ્કની કીંમત હશે 70,000 રૂપિયા

image source

શુહેઈ ઓકાવારાના જણાવ્યા પ્રમાણે આ પ્રકારના ફેસ માસ્કને આવતા વર્ષ સુધીમાં બજારમાં ઉતારવાની તૈયારી છે. એક માસ્ક ખરીદવા માટે લોકોએ 950 ડૉલર એટલે કે 70 હજાર રૂપિયા સુધી ચૂકવવી પડી શકે છે. શુહેઈ ઓકાવારા દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા માસ્ક તમને તેમની ટોક્યો સ્થિત કામેન્યા ઓમોટે નામની દુકાન પરથી મળી શકે છે. સોશિયલ મિડિયા પર માસ્કની તસ્વીરો ખૂબ વયારલ થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ