Fact Check: શું ખરેખર ફટકડીના સેવનથી કોરોનાથી બચી શકાય છે, જાણો શું કહે છે વિજ્ઞાન

સોશ્યલ મીડિયા પર આ દિવસોમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં દાવો કરાયો છે કે ફટકડીના પાણીના ઉપયોગથી કોરોનાના સંક્રમણથી બચી શકાય છે આ વીડિયો વાયરલ થતા અનેક લોકો આ ઘરેલૂ ઉપાય કરી રહ્યા છે.

image sourcee

આ વીડિયોમાં દાવો કરાયો છે કે જો કોરોના સંક્રમિત વ્યક્તિ ફટકડીના પાણીથી કોગળા કરે છે તો તે સ્વસ્થ થાય છે પરંતુ પીઆઈબી ફેક્ટ ચેકમાં આ દાવો ખોટો સાબિત થયો છે. તેઓએ કહ્યું છે કે ફટકડીને લઈને આ દાવો ખોટો સાબિત થઈ રહ્યો છે. પીઆઈબીએ એમ પણ કહ્યું છે કે કોરોના સંક્રમિત થતા યોગ્ય સારવાર માટે ડોક્ટરની સલાહ લેવી. કોઈ પણ વાયરલ વીડિયોની સચ્ચાઈ પર ભરોસો કરવો નહીં.

શું કહ્યું છે વીડિયોમાં

આ વીડિયોમાં કહેવાયું છે કે જો તમે પરિવારને કોરોના સંક્રમણથી બચાવવા માટે બજારમાં મળતા અનેક ઉપાયોમાં સસ્તો ઉપાય છે. ફટકડીને ઘરે લાવીને રાખી શકો છો. વધુમાં જમતા પહેલા એક ગ્લાસમાં પાણી લો અને તેમાં ફટકડીને 7-8 વાર ફેરવો અને આ પાણીથી કોગળા કરો. તેમનું કહેવું છે કે દુનિયાનું કોઈ પણ મંજન, પેસ્ટ વગેરે તેની સામે ફેલ છે. વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે ફટકડીનું પાણી તમારા ગળા, દાંત અને મોઢામાં સારી રીતે લાગે છે તો તમે કોરોના વાયરસથી સંક્રમિત થશે નહીં.

શું છે વીડિયોની સચ્ચાઈ

પીઆઈબીએ ફેક્ટ ચેકમાં કહ્યું છે કે ફટકડીના પાણીના સેવનથી કોરોના વાયરસથી બચી શકાય છે કે સંક્રમિત વ્યક્તિના સાજા થવાનું પણ કોઈ પ્રમાણ સામે આવ્યું નથી. આ માટે લોકો સંક્રમણથી બચવા ડોક્ટરની સલાહ લે તે જરૂરી છે.

હાનિકારક પણ હોઈ શકે છે ફટકડી

image source

ફટકડીનું વધારે સેવન કરવાથી શ્વાસ લેવામાં તકલીફ, ચહેરા પર દર્દ, ચૂભન અને ત્વચા પર નાના દાણા, છાતી અને ગળામાં જકડન અને બળતરા પણ થઈ શકે છે. આ માટે તમે તેનો ઉપયોગ કરો તે પહેલા ડોક્ટરની સલાહ જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!