શિયાળાની ઋતુમાં આપનાવો આ કારગર નિયમ, બેડોળ શરીર તરત જ આપી જશે શેપમાં

મિત્રો, વજન ઘટાડવુ એ ક્યારેય સરળ નહોતુ પરંતુ, જ્યારે શિયાળો આવે છે ત્યારે આ કાર્ય કરવુ વધુ પડકારજનક બને છે. ઠંડીનુ વાતાવરણ આપણી વજન ઘટાડવાની પ્રક્રિયાને અનેકવિધ રીતે અસર કરે છે. આજે આ લેખમા અમે તમને અમુક એવી બાબતો વિશે જણાવીશું કે,જે તમારા શરીરના વજનને નિયંત્રણમા રાખવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

નમક અને કાર્બોહાઈડ્રેટના સેવન પર નજર રાખો :

image soucre

આ ઠંડીની ઋતુમા ક્રીમી સૂપ્સ અને ગાજર હલવા જેવી ગરમ વાનગીઓ માટે ખુબ જ જાણીતી છે, જેને અવગણવુ મુશ્કેલ છે. આ સિવાય ઠંડીની ઋતુમા આપણા શરીરમા વિટામિન-ડી અને સેરોટોનિનનુ પ્રમાણ ઘટે છે, જેના કારણે આપણે સમૃદ્ધ અને પોષણયુક્ત ભોજન ખાવાનુ પસંદ કરીએ છીએ. આ સિવાય પ્રોસેસ્ડ ફૂડનો વધારે પડતો ઉપયોગ તે તમારા વજનને વધારે છે. તમારે તમારા ડાયટમા ઓકરા, મશરૂમ, ડેરી પ્રોડક્ટ્સ, ઈંડા, નટ્સ વગેરે જેવા સમાવેશ કરો તો તમારુ વજન નિયંત્રણમા રહે છે.

નવશેકું પાણી પીવાથી વજન ઘટશે :

image source

જ્યારે સ્વાસ્થ્યની વાત તંદુરસ્તી અથવા વજન ઘટાડવાની વાત આવે છે ત્યારે પાણીના સેવનના પ્રશ્નો ઘણીવાર અવગણવામા આવે છે પરંતુ, શિયાળાની ઋતુમા આ સમસ્યા વધુ ગંભીર બની જાય છે. ઓછા પ્રવાહીના સેવનથી ડિહાઇડ્રેશન થાય છે, જે તમારી ભૂખમા વધારો કરી શકે છે અને શરીરની ચરબી બર્ન કરવાની ક્ષમતામા પણ ઘટાડો કરી શકે છે. આ ઠંડીની ઋતુમા સામાન્ય પાણી પીવુ મુશ્કેલ છે તેથી, નવશેકું પાણી પીવો. નવશેકુ પાણી પીવાના ઘણા લાભ થાય છે જેમકે, તે આપણા શરીરમા લોહીની ચરબી ઘટાડે છે અને લોહીનું પરિભ્રમણ વધુ સારી રીતે જાળવી રાખે છે.

થોડું પ્રમાણમાં ખોરાક લો :

image source

જો તમે તમારા વજનને ઘટાડવા ઈચ્છતા હોવ તો તમારે ખોરાક નિયંત્રણમા લેવાની આદત કેળવવી. ઘણીવાર એવુ બનતુ હોય છે કે, તમે કટાણે બહારનુ જંકફૂડ ખાઈ લેતા હોવ છો, જેના કારણે તમારુ વજન વધતુ જાય છે. માટે શક્ય બને તો બહારના ભોજનનુ સેવન ટાળો.

બહાર થોડો સમય વિતાવો :

image source

ઠંડીની ઋતુમા આળસ અને ઉદાસીનતા વધુ જોવા મળે છે, જે તમારા મૂડને તેમજ તમારી ખાવાની ટેવને અસર કરી શકે છે. જ્યારે પણ તમે થાક અનુભવો છો ત્યારે આપણે આપણી જાતને આરામદાયક ભોજન ખાવાનુ પસંદ કરીએ છીએ. જે સામાન્ય રીતે અનિચ્છનીય અને ચરબીવાળા હોય છે. આ સમસ્યાને દૂર કરવા માટે બાઉન્ડ્રી વોલની બહાર થોડો સમય કાઢો અને તે વસ્તુઓ કરો, જે તમને ખુશ કરે છે. કેળા તેના રસ ઝરતા ફળોની, ઓટ્સ અને ડાર્ક ચોકલેટ જેવા મૂડને સુધારવા માટે જાણીતા ખોરાક ખાય છે.

ઇન્ડોર પ્રવૃત્તિઓ વધારવાનો પ્રયત્ન કરો :

image soucre

ઠંડીની ઋતુમા વહેલી સવારે હૂંફાળો ધાબળો અને કોફીનો ગરમ કપ કરતા વિશેષ કઇ સારુ લાગતુ નથી. આ ક્ષણિક સુખ માટે આપણે હંમેશા આપણા સ્વાસ્થ્ય અને તંદુરસ્તીના લક્ષ્યને અવગણવા માટે તૈયાર હોઈએ છીએ. પરિણામે, આપણે ઓછી કેલરી બર્ન કરીએ છીએ અને માત્ર થોડા કિલો વજન ઘટાડવામા સક્ષમ છીએ. આ સમસ્યાનો સરળ સમાધાન એ ઇન્ડોર એક્ટિવિટીઝ છે. રોપ જમ્પિંગ, સીડી ચડવુ અને નૃત્ય એ ઇન્ડોર એક્સરસાઇઝ કરવાની કેટલીક સારી રીતો છે, જેથી તમે શિયાળામાં સક્રિય રહી શકો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત