જો તમે આ યોગા કરશો તો સડસડાટ ઉતરી જશે વધેલું વજન, નહિં જવું પડે જીમમાં પણ

દરેક વ્યક્તિ સ્વસ્થ શરીર મેળવવા માંગે છે. આ માટે, પહેલા જાડાપણું ઘટાડવું મહત્વપૂર્ણ છે. વજન ઓછું કરવા માટે ત્રણ બાબતો મહત્વપૂર્ણ છે અને તે છે આહાર, વ્યાયામ અને તાણમુક્ત જીવન. ત્રણેયમાં વ્યાયામ અને આહારનું પાલન થાય છે, પરંતુ લોકો તાણથી દૂર રહી શકતા નથી. જો તમે જાડાપણું ઘટાડવું હોય તો તમારે પણ તાણ ઓછું કરવું પડશે. યોગ તાણ અને જાડાપણું બને સમસ્યા દૂર કરે છે. યોગ કરવાથી મન શાંત રહે છે અને મનમાં કોઈ નકારાત્મક વિચારો નથી આવતા. રોજ યોગ કરવાથી શરીર સ્વસ્થ રહે છે, જલ્દી ભૂખ લાગશે નહીં અને વજન નિયંત્રણ રહે છે. યોગા નિષ્ણાતના જણાવ્યા અનુસાર જાડાપણું ઘટાડવા માટે સૌથી પેહલા યોગ જરૂરી છે. વજન ઘટાડવા સાથે, યોગ ચયાપચય અને પાચનને પણ મજબૂત કરે છે.

કપાલભાતિ

image source

કપાલભાતિ પ્રાણાયામ એક પ્રકારની શ્વાસ લેવાનું આસન છે. આમાં, શ્વાસ લેવાની અને શ્વાસ છોડવાની પ્રક્રિયા વારંવાર કરવામાં આવે છે. આમાં, શરીર સ્થિર સ્થિતિમાં રહે છે. કપાલભાતિ યોગાસન કરવા માટે તમારે યોગ માટેની ચાદર પાથરીને વજ્રાસનની મુદ્રામાં બેસવું જોઈએ, ત્યારબાદ તમારી હથેળીઓને ઘૂંટણ પર રાખો, તમારું શરીર પણ એકદમ સીધું રાખો. પછી સામાન્ય કરતાં ઊંડો શ્વાસ લઈને તમારી છાતીને ફુલાવો, ત્યારબાદ એકદમ શ્વાસ છોડો અને પછી પેટ અંદરની તરફ ખેંચો. કપાલભાતિ યોગાસનનો દરરોજ અભ્યાસ કરવાથી પેટ સ્વસ્થ રહે છે પેટની બીમારીઓ દૂર થાય છે અને પેટની વધેલી ચરબી પણ ઓછી થાય છે, જે આપણું જાડાપણું પણ ઘટાડે છે.

વ્યાઘ્ર આસન

image source

આ આસનમાં પગ ઘૂંટણથી વાળીને ઉપરની તરફ લઈ જાઓ. આ એક પગથી 8-10 વખત કરો. તે પછી બીજા પગ સાથે સમાન ક્રિયાને પુનરાવર્તિત કરો. આ યોગને તમે વચ્ચેથી પણ રોકી શકો છો. નિયમિત આ યોગ કરવાથી જાડાપણું દૂર થાય છે અને સંધિવા જેવી સમસ્યા પણ દૂર થાય છે. જે લોકો સંધિવાની સમસ્યાથી પીડાય છે તેઓએ આ યોગ કરતા પેહલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

ડીપ બેલી બ્રીદિંગ

image source

આ આસન કરવા માટે તમારી આંખો બંધ કરો અને તમારા બંને હાથ પેટ પર રાખો. હવે અંદરથી એક ઊંડો શ્વાસ લો અને શ્વાસ ધીરે ધીરે છોડો. આ યોગ કરવાથી મન શાંત રહે છે અને જાડાપણું દૂર થાય છે.

ધનુરાસન

imagw source

જાડાપણું દૂર કરવા અને પેટની તકલીફોથી બચવા માટે તમારે દરરોજ ધનુરાસનનો અભ્યાસ કરવો જોઈએ. આ આસન કરવાથી પેટમાં થતો ગેસ, દુખાવો, કબજિયાત, પેટનું ફૂલવું અને પેટમાં થતી બળતરા જેવી પાચન સમસ્યાઓ દૂર થાય છે આ ઉપરાંત દરરોજ ધનુરાસનનો અભ્યાસ કરવાથી શરીરનો થાક ઓછો થઈ શકે છે અને સ્ત્રીઓમાં પીરિયડ્સ દરમિયાન થતી સમસ્યાઓ દૂર થાય છે ધનુરાસનનો અભ્યાસ કરવા માટે સૌથી પેહલા યોગની ચાદર પાથરો અને ત્યારબાદ તમારા પેટ પર સુઈ જાઓ. આ પછી તમારા ઘૂંટણ વાળીને પગના તળિયાને બંને હાથથી પકડી રાખો, પછી શ્વાસ લેતા સમયે તમારી છાતીને જમીનથી ઉપર ઉપાડો અને તમારા પગને આગળની તરફ ખસેડો. આ આસન પેટ અને પાચન શક્તિને મજબૂત બનાવે છે, જેનાથી પેટની દરેક સમસ્યાઓ દૂર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત