વગર ડાયટીંગે તમારું વજન સડસડાટ ઘટાડવા અપનાવો આ ટ્રિક, મળશે જોરદાર રિઝલ્ટ

વજન ઘટાડવા માટે ડાયેટીંગ નહીં પણ આ ટ્રીક અપનાવો – સડસડાટ ઘટશે વજન

image source

આજે મેદસ્વીતા એ વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. ઘણા બધા લોકો વિવિધ રીતે પોતાનું વજન ઘટાડવાનો પ્રયાસ કરતા હોય છે, કોઈ એક્સરસાઇઝ કરીને તો કોઈક સ્ટ્રીક્ટ ડાયેટ પાળીને. પણ આ રીતે ગણ્યાગાંઠ્યા લોકો જ પોતાનું વજન ઘટાડી શક્યા છે.

વજન ઘટાડવા માટે તમારે તમારું ભોજન સંતુલિત કરવું જોઈએ. જો તમે તમારા ભોજનમાંથી કેલેરીને ઘટાડશો તો આપોઆપ તમારું વજન ઘટવા લાગશે. અને આ સિવાય પણ કેટલીક એવી ટીપ્સ છે જેનાથી તમારું વજન ઝડપથી ઘટવા લાગે છે.

image source

તો ચાલો અમે તમને જણાવીએ કે શું કરવાથી તમે તમારા વજનને સડસડાટ ઘટાડી શકો છો.

સવારનો નાશ્તો ચૂકવાની ભૂલ ક્યારેય ન કરવી

સવારનો નાશ્તો સમગ્ર દિવસનું સૌથી મહત્ત્વનું ભોજન છે. સવારનો સ્વસ્થ નાશ્તો તમને આખો દિવસ એનર્જીથી ભરપૂર રાખે છે. કોઈ પણ સંજોગોમાં તમારે સવારનો નાશ્તો ન ચૂકવો જોઈએ. સવારે ઉઠ્યા બાદ એક કલાકની અંદર તમારે તમારો નાશ્તો કરી લેવો જોઈએ. આમ કરવાથી તમારો મેટાબોલિઝમ રેટ વધશે અને વજન ઘટવાની ગતિ પણ વધશે.

image source

તમારા ખોરાક પર પૂરતું ધ્યાન આપો

ખોરાક બાબતેની કેટલીક કૂટેવોને દૂર કરો. ઘણા લોકોને ટીવી જોતાં જોતાં ખાવાની આદત હોય છે તે પછી નાશ્તો હોય કે બપોર કે સાંજનું ભોજન હોય. કારણ કે ટીવી જોતાં જોતામાં તમે જે આરોગો છો તેના પર તમારું ધ્યાન નથી રહેતું. બેની જગ્યાએ જરૂરન ન હોય તો પણ ચાર રોટલી ખવાઈ જાય છે. એક બોલ પોપકોર્નની જગ્યાએ તમે બે બોલ ખાઈ જાઓ.

image source

વજન ઘટાડવામાં દૂધ ભજવે છે મહત્ત્વનો ભાગ

દૂધનું સેવન કરતા લોકોનો મેટાબોલીઝમ રેટ બેલેન્સ્ડ રહે છે. વજન ઘટાડવા માટે તમારે ભેંસનું નહીં પણ ગાયનું દૂધ પીવું જોઈએ અને તેવી ગાય કે જે ઘાંસ ખાતી હોય. આવી ગાયોના દૂધમાં એક ખાસ પ્રકારનું એસિડ હોય છે જે શરીરમાં જમા થયેલી ફેટને બર્ન કરવાની ગતિ વધારે છે.

image source

પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું રાખો

તમારે દિવસ દરમિયાન 8-10 ગ્લાસ પાણી પીવું જ જોઈએ. પણ પાણી પીવા માટેનો એક યોગ્ય સમય હોય છે તે બાબતનો પણ ખ્યાલ રાખો. જમતી વખતે પાણી પીવાથી પાચન ક્રિયા ધીમી પડી જાય છે. અને પોષક તત્ત્વો પુરતા પ્રમાણમાં શરીરમાં શોષાતા નથી. તમારા શરીરનું મેટાબોલિઝમ વધારવા માટે તમારે જમતા પહેલાં પંદર મીનીટે અને જમ્યા બાદ 15 મિનિટે પાણી પીવું જોઈએ.

image source

ગ્રીન ટીને તમારા ડાયેટમાં શામેલ કરો

ગ્રીન ટી પીવાથી મેટાબોલિક સિસ્ટમ રેગ્યુલર થાય છે. તમારો મેટાબોલિકરેટ વધે છે. ગ્રીન ટી નિયમિત પીવાથી તમે અઠવાડિયામાં જ 400 કેલરીઝ કરતાં પણ વધારે બર્ન કરી શકો છો. ગ્રીન ટીમાં ભરપુર એન્ટિ-ઓક્સિડન્ટ્સ સમાયેલા હોય છે, જે ઘણી રીતે તમારા માટે લાભપ્રદ છે.

image source

પૂરતી ઉંઘ લો

આજકાલ મોબાઈલ, ટીવી, સોશિયલ મિડિયા વિગેરેના કારણે ઘણા બધા લોકોની ઉંઘ લગભગ અરધી થઈ ગઈ છે. પણ તમારે તમારી ઉંઘને જરા પણ ડિસ્ટર્બ ન કરવી. તમારે તમારા શરીરને પૂરતી ઉંઘ આપવી. અનિયમિત ઉંઘથી તમારા શરીરના હોર્મોન્સમાં પણ અસંતુલન ઉભું થાય છે જેના કારણે પણ મેદસ્વીતા ઉભી થાય છે. ભરપૂર ઉંઘ તમારા શરીરના તંત્રને યોગ્ય રીતે ચલાવવામાં મદદ કરે છે અને આ રીતે તમારું વજન પણ નથી વધતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ