જો આ ટીપ્સ ફોલો કરશો તો ત્વચા થઇ જશે એકદમ મુલાયમ

આ શિયાળામાં સ્વસ્થ મુલાયમ ચમકતી ત્વચા માટે કેટલીક અસરકારક ટીપ્સ

image source

જો આ ટીપ્સ અપનાવશો તો શિયાળાની ગુલાબી ઠંડીમાં તમે પણ ગુલાબી ત્વચા પામશો

શિયાળામાં માત્ર ઠંડી જ એક માત્ર સમસ્યા નથી પણ તેની સાથે સાથે આવતું શુષ્ક હવામાન તમારા સ્વાસ્થ્યને જ નહીં પણ તમારા સૌંદર્યને પણ અસર કરે છે. અને આ દરમિયાન તમારી ત્વચાની સંભાળ પર પણ તમારે વધારે ધ્યાન આપવું પડે છે. ઉનાળા તેમજ ચોમાસામાં તમારે તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ્ડ કરવા માટે કોઈ જ પ્રયાસ નથી કરવો પડતો પણ શિયાળામાં તમારે તમારી ત્વચાનું વિવિધ રીતે ધ્યાન રાખવું પડે છે જેમ કે તમારે તમારી ત્વચાને ખાસ મોઇશ્ચરાઇઝ્ડ અને હાઇડ્રેટ રાખવી પડે છે.

image source

જો તમે શિયાળામાં તમારી ત્વચાને સુંદર, મુલાયમ અને ચમકીલી રાખવ માગતા હોવ તો પહેલાં તો તમારે તમારી ત્વચાને સમજવી જોઈએ. જો તમારી ત્વચા ઓઈલી હોય તો શિયાળામાં તમારી ત્વચા શુષ્ક નહીં બને પણ તેમ છતાં શિયાળાની સુકી હવાની અસર તો ચોક્કસ થશે.

અને ત્યારે પણ તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝેશનની જરૂર પડશે. અને જો નોર્મલ ત્વચા તેમજ ડ્રાઈ સ્કીન ધરાવતા લોકોની વાતો કરીએ તો તેમના માટે શિયાળો પડકારરૂપ બની જાય છે તો ચાલો તમને જણાવીએ કે શિયાળામાં ત્વચાને સુંદર, મુલાયમ અને ચમકીલી રાખવા માટે કઈ ટીપ્સ ફોલો કરવી જોઈએ.

સૌ પ્રથમ એ જાણો કે વાતાવરણ બદલાવાથી તમારી ત્વચામાં શું ફેરફાર થાય છે

image source

શિયાળો આવતા અને ઠંડી વધતા તમારી ત્વચાની જે ઓઇલ ગ્લાન્ડસ હોય છે તે સામાન્ય કરતાં ઓછું તેલ છોડે છે. અને તેના કારણે ત્વચાને કુદરતી તેલ નથી મલશે અને માટે ત્વચાને હાઇડ્ર્રેટ પણ નથી થતી અને માટે ત્વચા રુક્ષ બને છે.

જો વધારે પડતી ઠંડીના કારણે તમે ઘરમાં હીટરનો ઉપયોગ કરતા હોવ તો તેની અસર પણ તમારી ત્વચા પર થાય છે અને જે કંઈ ભેજ તમારી ત્વચામાં બચ્યો હોય તે પણ દૂર થઈ જાય છે. જેની અસર તમારી ત્વચા પર અત્યંત ખરાબ થાય છે. જે તમે જરા પણ નહીં ઇચ્છો.

image source

માટે જ નીચે જણાવેલી ટીપ્સ તમારી ત્વચાના ભેજ તેમજ સૌંદર્યને જાળવી રાખવામાં મદદ કરશે. તમારે તમારા રૂટીનને થોડું બદલવું પડશે.

ઉચ્ચ ગુણવત્તાવાળુ મોઇશ્ચરાઇઝર અને હાઇડ્રેટીંગ સિરમનો ઉપયોગ કરોઃ

કોસ્મેટિકની દુકાનમાં મળતા હાઇડ્રેટીંગ સિરમનો ઉપયોગ કરવો જોઈએ. પણ જેમાં વિટામીન સી અને વિટામીન એનું પ્રમાણ વધારે હોય તેના પર પસંદગી ઉતારવી જોઈએ. અને મોઇશ્ચરાઇઝર પસંદ કરતી વખતે તેની ગુણવત્તા પર ખાસ ધ્યાન રાખવું જોઈએ.

image source

વિટામીન સીથી ભરપુરક હાઇડ્રેટીંગ સીરમ તમારી ત્વચામાંના કોલેજનના ઉત્પાદનને વધારશે અને સાથે સાથે તે તમારી ત્વચાને પ્રદૂષકોથી બચાવશે. સીરમમાં રહેલું વિટામીન એ પોતાનામાં સમાયેલી એન્ટિ એજિંગ ગુણધર્મોથી મદદ કરશે.

ઉચ્ચ ગુણવત્તાવાળુ મોઇશ્ચરાઇઝર વાપરવાથી તમારી ત્વચા શુષ્ક નહીં બને. જે મોઇશ્ચરાઇઝરમાં હાઇલુરોનિક એસિડ, સેરામાઇડ્સ, સ્ક્વોલેન્સ વિગેરે હોય તેવું મોઇશ્ચરાઇઝર પસંદ કરવું. કેટલાક એવા મોઇશ્ચરાઇઝર પણ બજારમાં ઉપલબ્ધ છે જેમાં એન્ટિ એજિંગ સામગ્રીઓ પણ હોય છે જેમ કે પેપ્ટાઇડ્સ અને બોટાનીકલ્સ જે તમને એન્ટિ એજિંગ અસરનો વધારાનો લાભ આપશે.

સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું ન ભૂલવું

image source

શિયાળમાં ભલે બહાર વાતાવરણ ધૂંધળુ હોય કે પછી ધૂમ્મસ હોય તેમ છતાં તમારે ઘરની બહાર સનસ્ક્રીન વગર ન જ નીકળવું જોઈએ. યુવી કીરણો તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. જે સનસ્ક્રીનમાં ટાઇટેનિયમ ડાયોક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ હોય તેવું સનસ્ક્રીન પસંદ કરવું.

મૃત ત્વચાને દૂર કરવા માટે એક્સફોલીએશનનો ઉપયોગ કરો

image source

એક્સફોલીએશન કરવાથી તમારી ત્વચા પરની સૂકી તેમજ મૃત ત્વચા દૂર થઈ જશે. તમે અઠવાડિયામાં બે વાર એક્સફોલીએશન કરી શકો છો, પણ તે તમારી ત્વચા માટે જરા પણ રફ સાબિત ન થવું જોઈએ. તમે તેના માટે જેન્ટલ પીલ્સ જેમ કે નારંગીની છાલનો પાઉડર પણ ઉપયોગમાં લઈ શકો છો અને મધમાં ખાંડ ભેળવીને પણ એક્સફોલીએશન કરી શકો છો.

ખોરાક પર પૂરતું ધ્યાન આપો

image source

તમારી ત્વચાને તમારે માત્ર બહારથી જે નથી સાંચવવાની પણ તેનું ખરું સૌંદર્ય તો તમારા હેલ્ધી ખોરાકથી જ વધશે. શિયાળામાં તમારે તમારા ડાયેટ પર પૂરતું ધ્યાન આપવું. ઓમેગા 3થી ભરપૂર ખોરાક ખાવો. આ ઉપરાંત તમે તમારા ડાયેટમાં, ઇંડા, નટ્સ, એવોકાડો, ચીઝ, દહીં, દૂધ ફીશ, ચિયા સિડ્સનો પણ સમાવેશ કરી શકો છો.

આ ઉપરાંત પુષ્કળ પ્રમાણમાં ફળો પણ ખાવા જોઈએ. ફળોમાં વિટામીન, એ, સી અને ઈ યુક્ત ફળો ખાવા જોઈએ તે તમારી ત્વચાને અંદરથી મોઇશ્ચરાઇઝર પુરુ પાડે છે.

આ પ્રકારના ફેસવોશનો ઉપયોગ કરો

image source

સામાન્ય રીતે કોઈ પણ સિઝનમાં તમારે તમારો ચહેરો તો સાબુથી ન જ ધોવો જોઈએ. અને શિયાળામાં તો તમારે ફેસવોશનો ઉપયોગ પણ ખૂબ જ ધ્યાનથી કરવો જોઈએ. શિયાળામાં તમારે એવા ફેસવોશને પસંદ કરવું જોઈએ જે તમારી ત્વચાને હાઇડ્રેટ રાખે, જે ફેસવોશમાં સેલિસીલિક એસિડ, ગ્લાકોલીક એસિડ હોય તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ. ખાસ કરીને જો તમારી ત્વચા ડ્રાઈ હોય તો.

રાત્રે સુતા પહેલાં શરીરે મોઇશ્ચરાઇઝર લગાવવાનું ન ચૂકો

image source

શિયાળામાં માત્ર તમારે તમારા ચહેરા પર જ નહીં પણ સંપૂર્ણ શરીરને મોઇશ્ચરાઇઝ કરવું જોઈએ. રોજ રાત્રે સૂતા પહેલાં તમારે તેને મોઇશ્ચરાઇઝ કરવું. અને તમારા પગને સુંવાળા રાખવા માટે તેના પર તેલ લગાવ્યા બાદ તમે તેને મોજાંથી કવર પણ કરી શકો છો.

શિયાળામાં નાહતી વખતે આ બાબતનું ખાસ ધ્યાન રાખો

image source

શિયાળામાં ગરમ પાણીમાં લાંબો સમય નાહવાની મજા જ કંઈક ઓર છે. પણ તમારે તેમ નથી કરવાનું. તમારે તમારું પાણી તમને ઠંડી ન લાગે તેટલા માટે હુંફાળુ જ રાખવું. અને લાંબો સમય નાહવું નહીં. અને નાહ્યા બાદ તરત જ તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરી લેવી.

શિયાળામાં પાણી પીવાનું ઓછું ન કરવું

image source

શિયાળો હોવાથી પરસેવો ઓછો થાય છે અને તમને પાણી પીવાની જરૂર પણ નથી પડતી. ઠંડીથી દૂર રહેવા તમારે વારંવાર કોફી, ચા કે હોટ ચોકલેટ પીવની જરૂર નથી. પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. અને શિયાળામાં આવતા વિવિધ ફળો તેમજ શાકભાજીઓના રસ પીવા જોઈએ.

શિયાળા દરમિયાન ફેશિયલ ઓઇલનો ખાસ ઉપયોગ કરો

શિયાળામાં ફેશિયલ ઓઇલ તમારી ત્વચા માટે લાઇફસેવર સાબિત થઈ શકે છે. તે ત્વચામાં હાઇડ્રેશનને સાંચવી રાખવામાં મદદ કરે છે. તમે ફેશિયલ ઓઈલમાં લેવેન્ડર ઓઇલ, કોકોનટ ઓઇલ, ઇવનિંગ પ્રાઇમરોઝનો ઉપયોગ કરી શકો છો.

તે તમારી ત્વચાને શુષ્ક થતી બચાવશે. તમે મેકઅપ રીમૂવ કરવા માટે કોપરેલ તેલનો પણ ઉપયોગ કરી શકો છો. જે લોકોને ખીલ અવારનવાર થઈ જતા હોય તેમણે આ પ્રકારના તેલનો ઉપયોગ કરતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

બને ત્યાં સુધી ઘરમાં હીટરનો ઉપયોગ ન કરો

image source

તમને ઠંડી લાગતી હોય તો તમે બે ત્રણ ગરમ કપડાં પહેરી શકો છો, હાથ પગમાં મોજા પહેરી શકો છો પણ બને ત્યાં સુધી તમારે ઘરમાં હીટરનો ઉપયોગ ન કરવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ