જેણે માસ્ક ન પહેર્યું હોય એને છુટ્ટી ખુરશી મારવામાં આવે

જ્યારથી કોરોના આવ્યો ત્યારથી જ માસ્ક અને સામાજિક અંતર તેમજ સેનેટાઈઝરને મહત્વ આપવામાં આવી રહ્યું છે, આ સાથે જ કહેવામાં આવતુ હતું કે જ્યા સુધી રસી નહીં મળે ત્યાં સુધી આ જ દવા છે. જો કે હવે તો રસી આવવાની તૈયારી છે અને લોકોમાં પણ એક રાહત છે. તો પણ હાલમાં તો કોરોના વાયરસથી બચવા માટે માસ્ક જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો છે, છતાં પણ ઘણા લોકો માસ્ક પહેરવા બાબતે ગંભીર નથી દેખાતા. સરકાર દ્વારા પણ માસ્ક ન પહેર્યું હોય એને દંડની જોગવાઈ પણ કરી છે ત્યારે આ પહેલા એક આકડો પણ સામે આવ્યો હતો અને એમાં દંડની કરોડોની રકમ બતાવવામાં આવી હતી.

image source

પણ આ બધાની વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે અને જેમાં કઈક અલગ પ્રકારે જ માસ્ક ન પહેરનારને સજા આપવામાં આવી રહી છે. મેક્સિકોમાં માસ્ક ના પહેરવા માટે દંડ નહીં પરંતુ છુટ્ટી ખુરશી જ મારવામાં આવે છે. જો વિગતે વાત કરીએ તો મેક્સિકોના શહેર ઈરાપુએટોમાં સ્થાનિક સરકાર દ્વારા માસ્ક ના પહેરનાર લકોમાં જાગૃતતા લાવવા માટે કેટલાક રેસલર્સને હાયર કર્યા છે. આ રેસલર્સનો જાગૃતતા ફેલાવવાનો અંદાજ પણ ખુબ જ અનોખો છે.

આ લોકો શું કામ કરે એના વિશે જો વાત કરીએ તો રેસલર્સ મેક્સિકોના રસ્તાઓ ઉપર પોપટના રેસલિંગ આઉટફિટમાં ફરે છે અને જે વ્યક્તિ માસ્ક વગર દેખાય તેના ઉપર પહેલા છુટ્ટી ખુરશી મારે છે અને ત્યારબાદ તેને માસ્ક આપે છે. આવો નજારો પણ જોવા મળ્યો છે અને જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ઈરાપુએટોની સરકાર દ્વારા ટ્વિટ કરીને પોસ્ટ કરવામાં આવી છે કે “પોતાના અનોખા ફાઇટર્સ વાળા અંદાજમાં આ રેસલર્સ લોકોને માસ્ક વાપરવાની સલાહ આપે છે જેના કારણે કોરોના વાયરસ ઇન્ફેક્શનની ચેઇન તૂટી શકે. તમારા માટે સારું એજ હશે કે આ રેસ્લર્સ તમને શોધી ના શકે અને તમે પણ જો એવું ઈચ્છો છો તો પબ્લિક પ્લેસમાં માસ્ક જરૂર લગાવીને રાખો.

image source

હવે માસ્ક પહેરવા માટેની આ જાગૃતિ લોકોમાં ભારે છવાઈ રહી છે અને વીડિયો વધારે ને વધારે વાયરલ થઈ રહ્યો છે. આમ તો આ વીડિયો ટ્વીટર પર વાયરલ કરવામાં આવ્યો છે પરંતુ હવે તો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. જો અમદાવાદની વાત કરવામાં આવે તો ઉલ્લેખનીય છે કે અનેક લોકોનાં કોરોનાથી મોત પણ નિપજ્યા છે. છતાં શહેરમાં લોકો માસ્ક પહેરવા તૈયાર ન હોય તેવું લાગી રહ્યું છે. માસ્ક ન પહેરનાર સામે અત્યાર સુધીમાં 18 કરોડનો દંડ વસૂલવમાં આવ્યો છે.

image source

જ્યારે તાજેતરના એક જ સપ્તાહમાં દંડનો આંકડો બે કરોડ રૂપિયાને આંબી ગયો છે. અમદાવાદમાં જેવી રીતે કોરોનાના કેસો વધ્યા છે તેને લઈને હાલ પણ રાત્રિ કર્ફ્યૂ ચાલુ છે. પોલીસ હાલ ખડેપગે કામગીરી કરી રહી છે. કમનસીબે હવે પોલીસકર્મીઓ સંક્રમિત થયાના કેસ પણ વધી રહ્યા છે. બીજી બાજુ પોલીસે માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી18 કરોડ રૂપિયાથી વધારે દંડ વસૂલ્યો છે.

24 માર્ચથી અત્યાર સુધી પોલીસે અનેક લોકો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી છે. અમદાવાદમાં 24 માર્ચ 14 ડિસેબર સુધી પોલીસે જાહેરનામા ભંગના કુલ 35,745 કેસો કર્યા છે. તેની સામે કુલ 44,667 ધરપકડ કરવામાં આવી છે. સાથે સાથે માસ્ક ન પહેરવા બદલ કુલ 3.13 લાખ કેસો પોલીસે કર્યા છે. આ બદલ કુલ 18 કરોડ 41લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યા છે. જોકે, પોલીસની આકરી કાર્યવાહી છતાં લોકો માસ્ક વગર ફરી રહ્યા છે. પોલીસ આવા લોકો સામે કડક હાથે કામ લઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ