આ દેશમાં બાળકને પહેલા ત્રણ મહિના જમીન પર પગ મુકવા દેવામાં નથી આવતો

બાળકના જન્મની ખુશી અલગ જ હોય છે. જ્યારે કોઈ યુવક-યુવતી માતા પિતા બને છે તેની ખુશીનું વર્ણન કરવું અઘરૂ છે. કોઈપણ પરિવારમાં બાળકનો જન્મ થાય ત્યારે વાતાવરણ ખશીથી ભરાય જાય છે. જોકે અલગ અલગ પરિવારોમાં આ ખાસ પ્રસંગને ઉજવવાનો અંદાજ પણ અલગ-અલગ હોય છે. દુનિયાભરના ઘણા સમાજમાં બાળકના જન્મ થવા પર ઘણા પ્રકારના અજીબોગરીબ રિવાજો પણ નિભાવવામાં આવે છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, આવા વિચિત્ર રિત રીવાજો ઉજવનાર વિકસિત દેશના લોકો પણ છે. એવી માન્યતા છે કે, આ રિત રિવાજો મનાવવાથી બાળકો ઉપર આવનારી બધી પરેશાનિઓ દૂર થઈ જાય છે.

જાપાનમાં બાળકોની ગર્ભનાલનું વધુ મહત્વ

image source

જાપાનમાં નવજાત બાળકોની ગર્ભનાલનું ખૂબ જ મહત્વ છે. આ દેશમાં એવી પણ માન્યતા છે કે, ગર્ભનાલ એક માતા સાથે જોડાયેલ પ્રતિક છે. એવામાં તેને સમ્માન મળવુ જોઈએ. આ કારણથી જ બાળકના જન્મ થયા બાદ ગર્ભનાલને ફેંકી દેવામાં નથી આવતી, પરંતુ લાખના ડબ્બામાં સાચવીને રાખવામાં આવે છે. જાપાની ભાષામાં તેને heso-no-o એટલે પેટની પૂંછ પણ કહે છે.

ગર્ભનાલને બાળકનો જુડવા ભાઈ માનવામાં આવે છે

image source

તમને જણાવી દઈએ કે, નાઈજીરિયા અને ઘાનામાં માતાની ગર્ભનાલ જે બાળક સાથે જોડાયેલી હોય છે, તે માટે શોક મનાવવાનો રિવાજ છે. આફ્રીકન દેશોમાં પ્લેસેંટ એટલે ગર્ભનાલને બાળકનો જુડવા ભાઈ અથવા બહેન માનવામાં આવે છે અને ચોક્કસપણે બધી રસ્મોની સાથે તેને દફનાવવામાં આવે છે. દફનાવવાની પ્રક્રિયા એક ઝાડની નીચે કરવામાં આવે છે.

બાળકનો બીજી દુનિયા સાથે સંપર્ક

image source

ઈન્ડોનેશિયાના દ્વીપ બાલીમાં પણ બાળકનો જન્મ થવા પર એક ખૂબ જ અજીબોગરીબ વિધિ કરવામાં આવે છે. આ વિધિ પ્રમાણે બાળકને પહેલા 3 મહીના જમીનને ટચ પણ કરવા દેવાનું નથી અને કોઈ પ્રકારથી જમીનના સંપર્કમાં આવવા દેવામાં આવતું નથી. એવામાં બાળકને પૂર્ણ સમય ખોળામાં અથવા બેડ પર રાખવામાં આવે છે. આ વિધીને લઈને એવી માન્યતા છે કે, જમીનથી દૂર રાખીને બાળકનો બીજી દુનિયા સાથે સંપર્ક બનેલો રહે છે.

માતાએ 30 દિવસ સુધી પરિવારથી અલગ રહેવાનું

image source

ચીનમાં બાળકનો જન્મ થયા બાદ માતાને 30 દિવસ સુધી પરિવારથી અલગ રહેવાનું હોય છે. આ 30 દિવસ સુધી નવી માતા ન તો ઘરમાંથી બહાર નીકળી શકે છે અને ન તો કાચા ફળ ખાઈ શકે છે. એટલુ જ નહી માતાને નાહવાની પણ મનાઈ હોય છે. ચીની ભાષામાં આ મહીનાને Zuo yuezi કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, ચીનમાં આ વીધિનો ઈતિહાસ લગભગ 2 હજાર વર્ષથી પણ જૂનો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ