ક્લિક કરીને જાણી લો તમે કેમ પાણીની બોટલ પર MRPથી વધારે ભાવ વસૂલે છે હોટલ અને રેસ્ટોરન્ટના માલિક?

હોટેલ અને રેસ્ટોરંટના માલિકો કેમ વસુલે છે એમઆરપીથી વધારે ભાવ?

આપણે દરેક વ્યક્તિ ક્યારેકને ક્યારેક રેલ્વે, બસ, કે વિમાનમાં મુસાફરી કરતા જ હોઈએ છીએ. ઉપરાંત સિનેમા ઘરોમાં, હોટલ, રેસ્ટોરંટ જેવી જગ્યાઓ પર આપણે જયારે પણ પાણીની બોટલ કે કોઈ અન્ય વસ્તુઓની ખરીદી કરીએ છીએ તે સમયે તે વસ્તુનો ભાવ એટલે કે એમઆરપી (maximum retail price) જરૂરથી ચેક કરીએ છીએ. પરંતુ આવી જગ્યાઓના માલિક મોટાભાગે નિયમોની વિરુદ્ધ જઈને પોતાની જગ્યાને અનુરૂપ ભાવ વસુલ કરે છે અને ગ્રાહકની મજબુરીનો ફાયદો ઉઠાવે છે.

image source

હોટલ અને રેસ્ટોરંટમાં પેકેજ્ડ વોટર બોટલ અને કોલ્ડ ડ્રીન્કસનું વેચાણ એમઆરપી વધારે ભાવે વેચતા રોકવા માટે સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૭માં નિર્ણય સંભળાવતા કહ્યું હતું કે હોટલ અને રેસ્ટોરન્ટને અ રીતે એમઆરપીથી વધારે ભાવ લેતા રોકી શકાશે નહી, કારણ કે હોટલ અને રેસ્ટોરન્ટના માલિકો લોકોને બેસવા માટેની જગ્યા આપે છે ઉપરાંત સારી વ્યવસ્થા પણ પૂરી પાડે છે.

આ વિષે સરકાર શું પ્લાનિંગ કરી રહી છે?

image source

કેન્દ્રીય ઉપભોક્તા બાબતે, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રી રામવિલાસ પાસવાન સાંસદમાં જણાવે છે કે ગવર્મેન્ટ પેકેજ્ડ વોટર અને પેકિંગ ફૂડને એમઆરપીથી વધારે ભાવમાં વેચવાના બાબતને ગંભીરતાથી લઈ રહી છે.

image source

મંત્રી રામવિલાસ પાસવાન એમ પણ કહે છે કે સરકાર લીગલ મેટ્રોલોજી કાયદા ૨૦૦૯માં સંશોધન કરશે. તેઓ સંસદના એક સવાલના જવાબમાં જણાવે છે કે આની પર સખ્ત કાર્યવાહી કરવા માટે પગલાં લીધા હતા. પરંતુ આ બાબત કોર્ટમાં જાય છે જેથો હવે સરકાર વિચારે છે કે લીગલ મેટ્રોલોજી કાયદામાં સંશોધન કરવામાં આવશે. પરંતુ ત્યારપછી લોકો ફરીથી કોર્ટમાં જઈ શકે છે.

વર્ષ ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો હતો.

image source

જજ રોહિન્ટન એઉ નરીમને કહ્યું હતું કે, કોર્ટ રેસ્ટોરન્ટ અને હોટલોના ભાવ એકસરખા રાખવા બાધ્ય નથી. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે હવે રેસ્ટોરન્ટ, હોટલ અને મલ્ટીપ્લેક્સમાં મિનરલ વોટરની બોટલ પર છાપેલી કીમત એટલે કે એમઆરપીથી વધારે રકમ લેવા પર મેનેજમેન્ટ પ્રસાશનને જેલ અને દંડની સજા થઈ શકે છે. સરકાર કહે છે કે એમઆરપીથી વધારે પૈસા વસુલ કરવા એ ઉપભોક્તા અને ઉપભોક્તાના અધિકારોનું હનન છે. ઉપરાંત આ રીતે ટેક્સ ચોરીમાં પણ વધારો થઈ શકે છે.

લીગલ મેટ્રોલોજી શું છે?

image source

લીગલ મેટ્રોલોજી એક્ટની ધારા-૩૬માં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિને પ્રી-પેકેજ્ડ પર છાપેલ કીમતથી વધારે કીમત પર જો વેચવામાં આવે કે ડીલીવરી કરે છે. અને આમ કરતા જો એ પકડાય છે તો તે વ્યક્તિનું આમ કરવું એક ગુનો ગણાય છે. અ ગુના માટે તે વ્યક્તિને ૨૫ હજાર રૂપિયા દંડ કરવામાં આવે છે. જો એ જ વ્યક્તિ ફરીથી આ ગુનો કરે છે તો તેને ૫૦ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવે છે. પરંતુ જો તે વ્યક્તિ તો પણ આ કામ ચાલુ રાખે છે કે તો તેને એક લાખ રૂપિયાનો દંડ કે એક વર્ષ જેલની સજા કે પછી બન્ને પણ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ