શું તમે વાંચી અભિષેક-ઐશ્વર્યાની આ મજેદાર લવ સ્ટોરી?

જયારે અભિષેક અને ઐશ્વર્યાના મેરેજ થયા ત્યારે અભિષેક બચ્ચનની ઉમર ૩૧ વર્ષની હતી જયારે ઐશ્વર્યા રાય બચ્ચનની ઉમર 33 વર્ષની હતી. જી હા, ઐશ્વર્યા રાય બચ્ચન અભિષેક બચ્ચનથી ઉમરમાં બે વર્ષ મોટી છે. આજે ઐશ્વર્યા અને અભિષેકને સંતાનના રૂપમાં એક પ્રેમાળ દીકરી છે. જેનું નામ આરાધ્યા બચ્ચન છે.

image source

આરાધ્યા બચ્ચન હવે ૭ વર્ષની થઈ ગઈ છે. આરાધ્યાના જન્મ પછી ઐશ્વર્યા રાય બચ્ચને દીકરીની સંભાળ રાખવા માટે થોડાક સમય સુધી ફિલ્મોથી અંતર બનાવી દીધું હતું. હવે આરાધ્યા બચ્ચન બોલીવુડના સૌથી પ્રસિદ્ધ સ્ટાર કિડ્સ માંથી એક છે.

image source

આ વર્ષે ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના મેરેજને ૧૩ વર્ષ પુરા થઈ ગયા છે ત્યારે અમે આપને જણાવીશું કે, અભિષેક બચ્ચનએ ઐશ્વર્યા રાયને કેવી રીતે પ્રપોઝ કર્યો હતો.

image source

વર્ષ ૨૦૦૭માં જયારે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન બન્ને પોતાની ફિલ્મ ‘ગુરુ’ના પ્રીમિયર માટે ટોરોંટોમાં ગયા હતા. આ સમય દરમિયાન ઐશ્વર્યા અને અભિષેક હોટેલની બાલ્કનીમાં હતા અને ત્યારે અભિષેક બચ્ચનએ ઐશ્વર્યા રાયને પ્રપોઝ કરી દીધું હતું.

image source

અભિષેક બચ્ચનએ પ્રપોઝ કરી દીધા પછી ઐશ્વર્યા રાયને તેમની સાથે મેરેજ કરવા માટે પણ રાજી કરી દીધા હતા. આ વાતનો ખુલાસો અભિનેતા અભિષેક બચ્ચન પોતે એક ઇન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો.

image source

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન બોલીવુડનું સૌથી પાવર કપલ છે બંનેના મેરેજને ૧૩ વર્ષ જેટલો લાંબો સમયગાળો વીતી ગયો હોવા છતાં આજે પણ અભિષેક અને ઐશ્વર્યાની કેમેસ્ટ્રી એટલી જ શાનદાર છે જેટલી વર્ષો પહેલા હતી.

image source

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનએ એકસાથે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. ત્યારે હાલમાં જ મળેલ ખબરો મુજબ, અભિષેક અને ઐશ્વર્યા બન્ને એકસાથે જલ્દી જ કામ કરતા જોવા મળી શકે એમ છે. પરંતુ કેટલાક કારણોના લીધે આમ થઈ શક્યું નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ