જીવનમાં આ ૯ નિયમોનું પાલન કરશો તો તમારું શરીર રહેશે હમેશા તાજું માજુ…

આયુર્વેદ પ્રમાણે અસ્વસ્થ પાચન તે આપણા શરીરમાંના મોટા ભાગના રોગોનું મૂળ છે. જો પાચન તંત્રની વ્યવસ્થીત રીતે સંભાળ લેવામાં આવે તો શરીરથી ઘણા બધા રોગોને દૂર રાખી શકાય છે અને જે હયાત રોગો છે તેમાં પણ સુધારો લાવી શકાય છે. આ કારણસર જ આયુર્વેદ તમારા પાચનતંત્રની સંભાળ પર સૌથી વધારે ભાર આપે છે. આમ કરવા માટે આયુર્વેદ તમને માત્ર તમારે તમારા પાચનતંત્ર માટે કયા ફળ ખાવા જોઈએ તે જ નથી કહેતું, પણ ક્યારે અને કેવી રીતે ખોરાક ખાવો તે પણ જણાવે છે. અહીં તમને આયુર્વેદના 9 ખુબ જ મહત્ત્વના, અસરકારક અને અનુસરવા માટે ખુબ જ સરળ નિયમો જણાવવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ આ ખુબ જ સાદા, અસરકારક, અનુસરવા માટે ખુબ જ સહેલા આયુર્વેદિક નીયમો અને સિદ્ધાંતો વિષે કે જે તમારા પાચનતંત્રને સુધારશે અને તેની સાથે સાથે જ તે તમારી રોજિંદી સમસ્યાઓ જેમ કે કબજિયાત, અપચો, એસિડિટી, અતિસાર, ગેસ, વિગેરેની સમસ્યાને કુદરતી રીતે જ દૂર કરશે.

પાચન સ્વાસ્થ્યને સુધારવા માટેના આયુર્વેદના નિયમો અથવા તો તેના સિદ્ધાંતોઃ

  • 1. તમે સવારે ઉઠો કે તરત જ પાણી પીવાનું રાખો
  • 2. દીવસના યોગ્ય સમયે જ ખોરાક લો
  • 3. તમે જ્યારે માનસિક રીતે તાણ, ગુસ્સામાં કે નિરાશ હોવ ત્યારે ન ખાઓ
  • 4. હમેશા તાજો ખોરાક આરોગો
  • 5. ખોરાક વ્યવસ્થિત રીતે ચાવીને ખાઓ
  • 6. પાણી પીવાના નિયમો
  • 7. જમ્યા બાદ હંમેશા વજ્રાસન કરો
  • 8. જમ્યા બાદ અજમો ચાવો
  • 9. રાતના જમણ બાદ 100 પગલાં ચાલો

1. સવારે જાગ્યાના તુરંત બાદ પાણી પીવો

જીવનમાં આ ૯ નિયમોનું પાલન કરશો તો ...
image source

સવારે ઉઠીને તરત જ પાણી પીવાની આ નાનકડી ટેવ તમારા ઘણા બધા પાચન ને લગતા પ્રોબ્લેમ્સ દૂર કરશે. રાતની ઉંઘ દરમિયાન આપણું શરીર જાતે જ રીપેર થાય છે અને હોર્મોન્સને સંતુલિત કરે છે. આ પ્રક્રિયાની આડપેદાશ એ થાય છે કે ઝેરી તત્ત્વો અને કચરો શરીરમાં ભેગા થાય છે જેને બને તેટલો જલદી શરીરમાંથી કાઢી નાખવો જોઈએ. સવારે નરણા કોઠે પાણી પીવાથી તમારા શરીરમાં આગલા દિવસનો કચરો ભેગો થયો હોય છે તેને કાઢવા માટે એક દબાણ ઉભુ થાય છે. અને આમ થવાથી તમારા શરીરમાંના ઝેરી તત્ત્વો અને શરીર માટે બીનજરૂરી તત્ત્વો બહાર નીકળવામાં મદદ થશે. અને પેટ સાફ થવાથી તમે તમારી જાતને હળવા તાજા અને સ્ફૂર્તિલા અનુભવશો.

આયુર્વેદમાં તાંબાના વાસણમાં રાત્રી દરમિયાન પાણી રાખવાની સલાહ આપવામાં આવે છે. અને તેને સવારે ઉઠતાની સાથે જ પી જવાનું કેહવામાં આવ્યું છે. હુંફાળુ પાણી પણ સવારે નરણાકોઠે પીવું સારું છે.

2. દિવસના યોગ્ય સમયે જ ખોરાક લો.

ફીટનેસ જાળવવા પૌષ્ટિક ખોરાક લો | Eat ...
image source

આયુર્વેદ દિવસના ચોવીસ કલાકને છ ભાગમાં વહેંચે છે એટલે કે એક ભાગમાં ચાર કલાકને આવરે છે. જેને ત્રણ દોષોની અસર હેઠળ વહેંચવામાં આવ્યા છે. વાત, પિત્ત અને કફ. દીવસનો ઝોન અને રાત્રીનો ઝોન દર 3 દોષો માટે. દર ચાર કલાકની સમય અવધી એક દોષને સમર્પિત હોય છે અને તે દોષની ગુણવત્તાની અસર હેઠળ હોય છે. તેને સમજવાથી તમને પ્રવૃત્તિઓ, ખોરાકની પસંદગી, વિગેરે પસંદ કરવાનો ખ્યાલ આવશે. તે તમારા શરીર તેમજ તે સમયે તેની આસપાસની પ્રબળ શક્તિને ટેકો આપશે.

દોશોમાં ગતિશીલ ઉર્જા હોય છે જે નિરંતર રીતે આપણા શારીરિક કાર્યો, વિચારો, લાગણીઓ, જે ખોરાક આપણે ખાઈએ છીએ તે, ઋતુઓ અને અન્ય કોઈ પરિવર્તનો જે આપણા શરીર તેમજે મગજને અસર કરતા હોય છે તેના પ્રતિભાવમાં બદલાતી રહે છે.

સવારનો નાશ્તોઃ આયુર્વેદ જણાવે છે કે સવારનો નાશ્તો સરળતાથી પચી જાય તેવો હોવો જોઈએ અને સાથે સાથે શરીરને પોષણ તેમજ તેની જરૂરિયાત પ્રમાણે ઉર્જા પણ પુરો પાડતો હોવો જોઈએ. આયુર્વેદ જણાવે છે કે સવારે ફળ એ સુવર્ણ સમાન છે. દિવસ દરમિયાન આ એક ઉત્તમ સમય છે જ્યારે તમે ફળમાંથી વધારેમાં વધારે પોષણ મેળવી શકો છો.

તમારે તમારો નાશ્તો ક્યારેય ગુપ્ચાવવો જોઈએ નહીં. જો તમને સવારે નાશ્તો કરવાની ટેવ ન હોય અને તમે આ ટેવને સુધારવા માગતા હોવ તો તમારે તે માટે હંમેશા તાજા ફળોના જ્યૂસ અથવા શાકભાજીના જ્યુસ તેમજ સ્મૂધીનું સેવન કરવું જોઈએ. તાજા, કુદરતી અને પોષણયુક્ત પ્રવાહિથી તમારા શરીરને રીહાઇડ્રેટ કરવાથી તમારા વ્યસ્ત દીવસને એક સારી શરૂઆત મળશે.

લંચઃ (બપોરનું ભોજન) આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે બપોરનું ભોજન તે દિવસ દરમિયાનનું તમારું સૌથી મોટું ભોજન હોવું જોઈએ. બપોરનું ભેજન હંમેશા તમારે બપોરના 12થી 2 વાગ્યા સુધીમા જમી લેવું જોઈએ. તે સમયે સૂર્ય માથા પર હોય છે અને આપણા શરીરમાંનો પિત્ત દોષ પણ તેની ઉચ્ચતમ સિમા પર હોય છે. પિત્ત એ ઉષ્ણતાનો દોષ છે. પાચન એ અગ્નિ તત્ત્વ સાથે સંબંધ ધરાવતું હોવાથી આ ભારે ખોરાકને પચાવવા માટે ઉત્તમ સમય છે. દીવસે મોડું ખાવાથી, તમારા શરીરને આ ખોરાકને પ્રોસેસ કરવામાં તકલીફ પડે છે.

ડીનરઃ (રાત્રીનું ભોજન) આયુર્વેદ પણ સાંજના ભોજનને હળવુ લેવામાં માને છે. તેને રાત્રે ઉંઘતા પહેલાં ઓછાં ઓછાં ત્રણ કલાક પહેલાં લેવું જોઈએ. આમ કરવાથી તમારું શરીર તમે સુવા જાઓ તે પહેલાં જ તમારા ખોરાકને પચાવવાની ક્રિયા પૂર્ણ કરી દેશે. તેનાથી તમે સવારે ઉર્જામય અને હળવા અનુભવશો. રાત્રે મોડા ભારે ભોજન ખાવાથી તમારું વજન વધવાની શક્યતા રહે છે અને તમને ઉંઘવાની કેટલીક સમસ્યાઓ પણ ઉદ્ભવે છે.

3. તમે જ્યારે માનસિક રીતે તાણ, ગુસ્સામાં કે નિરાસ હોવ ત્યારે ન ખાઓ

ધ્યાન ખામી ડિસઓર્ડર (એડીએચડી) ની ...
image source

આપણા પાચનતંત્રને આપણા શરીરનું બીજુ મગજ ગણવામાં આવે છે. તમને કદાચ જાણ નહીં હોય પણ આપણું મગજ અને પાચનતંત્ર એક બીજા સાથે ખુબ જ નજીકનો સંબંધ ધરાવે છે. જ્યારે આપણને માનસિક તાણનો અનુભવ થાય, ત્યારે મગજ તરફથી મળતા સીગ્નલ્સ પેટ અને અન્નનળી વચ્ચેના નર્વ ફંક્શનમાં વધઘટ થાય છે જે હાર્ટબર્નમાં પરિણમે છે.

આપણા પાચનતંત્રમાં ખોરાક અમુક ચોક્કસ સમય સુધી રહેવો જોઈએ. તે આપણા આંતરડાઓને જરૂરી પોષકતત્ત્વો શોષવામાં મદદ કરે છે અને તેટલો જ સમય તેમાંથી કચરો બહાર કાડવા માટે પણ મળવો જોઈએ. જ્યારે આપણે માનસિક તાણમાં હોઈએ છીએ ત્યારે પાચન સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. તેના કારણે આપણને કબજિયાત થઈ શકે છે. કબજિયાત આપણા સામાન્ય પાચન દરમિયાન જે કુદરતી ડીટોક્સીફીકેશનની પ્રક્રિયા થતી હોય છે તેને ખલેલ પહોંચાડે છે. અને આમ થવાથી નવી સમસ્યાઓ જેમ કે ગેસ, પેટમાં દુખાવો, પેટ ફુલવું અને વજન વધવું વિગેરે ઉભી થાય છે.

ટીવી બંધ કરો, જમતી વખતે ક્યારેય પણ ઉગ્ર વિષય પર ચર્ચા ન કરો, અને કાર ચલાવતી વખતે પણ ખાવું જોઈએ નહીં. માનસિક તાણને કેવી રીતે દૂર રાખવાનું શીખવાથી આપણે આપણા પાચન માર્ગને કુદરતી તેમજ કાર્યક્ષમ રીતે કામ કરવામાં મદદ કરી શકીએ છીએ.

4. હંમેશા તાજો ખોરાક આરોગો

ગરમીમાં સચેત રહો, તંદુરસ્ત રહો - Sandesh
image source

હંમેશા તાજો જ રાંધેલો હુંફાળો ખોરાક ખાવાનું રાખો. તે તમારા ડાયજેસ્ટિવ એઝાઈમ્સને અસરકારક રીતે કામ કરવામાં મદદ કરશે. સાથે સાથે એ પણ પ્રયાસ કરો કે સીધું જ ફ્રીજમાંથી (ખુબજ ઠંડુ) બહાર કાઢેલું ન ખાવું જેથી કરીને તમારી પાચન શક્તિ (અગ્નિ)ને અસર ન કરે.

5. ખોરાક વ્યવસ્થિત રીતે ચાવીને ખાઓ

જ્યારે આપણે આપણા ખોરાકને લાંબા સમય માટે ચાવીએ છીએ ત્યારે, ખોરાક ખુબ જ નાના કણોમાં તૂટે છે અને લાળ વ્યવસ્થિત રીતે ખોરાક સાથે મિક્સ થાય છે. મૌખિક પોલાણમાં ખોરાકનું પૂર્વ પાચન થાય તે મહત્ત્વનું છે.

ખોરાકને ધીમે તેમજ વ્યવસ્થિત ચાવવાથી, તમારા ટેસ્ટ બટ્સ તમારા મગજને સીગ્નલ આપવા સક્ષમ થશે કે તમે કેવા પ્રકારનો ખોરાક ખાઈ રહ્યા છો અને આપણા પેટ તેમજ પાચન માર્ગના અન્ય અંગોને તે પ્રકારના ખોરાકને વ્યવસ્થિત રીતે પચાવવા માટે તૈયાર કરશે.

આ સિગ્નલ્સ યોગ્ય પાચક રસોને યોગ્ય પ્રમાણમાં આપણા પેટમાં છુટ્ટા પાડે છે જેથી કરીને પાચન પ્રક્રિયા સરળ રીતે થઈ શકે.

તમે ખોરાક જેટલો વધારે ચાવશો તેટલું જ વધારે પોષણ તમારા શરીર દ્વારા શોષાશે. તે તમારા શરીર માટે સ્વસ્થ વજનને પણ જાળવી રાખશે. તમારા પાચન સાથે સંબંધ ધરાવતી ઘણી બધી સમસ્યાઓ ખોરાકને આ રીતે ચાવીને ખાવાથી દૂર થઈ શકે છે. તમારું ભોજન પુરુ કર્યા બાદ તમે તમારી જાતને ઉર્જામય તેમજ હળવી અનુભવશો. આ ઉપરાંત તમે વધારે સંતુષ્ટ અને સુખાવહ અનુભવશો, જે તમને તમારા જીવનના અન્ય પાસાઓ વિષે સ્પષ્ટરીતે વિચારવામાં મદદ કરશે. આમ કરવાથી તમારો મૂડ પણ અવારનવાર બદલાશે નહીં, તે સ્થિર રહેશે.

6. પાણી પીવાના નિયમો

image source

આયુર્વેદ જણાવે છે કે જમ્યા બાદ વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ નહીં. તમારે માત્ર તમારા મોઢાના પોલાણોમાં તેમજ અન્નનળીમાં જે ખોરાક ભરાઈ ગયો હોય તેને સાફ કરવા પુરતું જ પાણી પીવું જોઈએ. જે વધારેમાં વધારે 1થી 2 ઘૂંટડા હોઈ શકે. તેનાથી તમારો પાચક અગ્નિ શ્રેષ્ટ રીતે કામ કરે છે તે પાક્કુ થશે. જમ્યા બાદ ઘણું બધું પાણી પીવાથી તમારી પાચન પ્રક્રિયા ધીમીપડી જાય છે. જમ્યા બાદ પાણી પીવા માટે ઓછામાં ઓછું અરધો કલાક રાહ જોવી જોઈએ.

હંમેશા ઓરડાના તાપમાનવાળુ અથવા તો હુંફાળુ પાણી પીવું જોઈએ જે તમારા પાચન માટે સારું છે. ઠંડુ પાણી હંમેશા તમારી પાચન પ્રક્રિયાને ધીમી કરે છે.

આપણામાંના બધાની એ આદત હોય છે કે પાણીને ઘટઘટક એક જ સમયે પી જવું. આયુર્વેદ પ્રમાણે, પાણી પીવાની આ યોગ્ય રીત નથી. તમારે હંમેશા પાણીને ધીમે ધીમે ઘૂટડે ઘૂટડે પીવું જોઈએ. જ્યારે આપણે પાણી ધીમે ધીમે ઘૂટડે ઘૂટડે પી રહ્યા હોઈએ છીએ ત્યારે તેમાં વધારે લાળ મિક્સ થાય છે જે પાણીને આલ્કલાઇન (ક્ષારવિશિષ્ટ) બનાવે છે અને જ્યારે તે પાણી પેટમાં પહોંચે છે – જે એસિડિક હોય છે – તે પેટમાં તટસ્થ વાતાવરણ ઉભુ કરે છે જે આપણા પેટ માટે આદર્શરૂપ સ્થિતિ છે, તેનાથી આપણી સમગ્ર પાચન પ્રક્રિયાને સરળતા રહે છે.

7. જમ્યા બાદ હંમેશા વજ્રાસન કરો

image source

વજ્રાસન એક માત્ર એવું આસન છે જેને તમે જમ્યા બાદ તરત જ કરી શકો છો. વજ્રાસન પેડુના નીચેના ભાગમાં લોહીના વહેણને બદલે છે. પગમાં જે લોહીનો પ્રવાહ વહે છે તેમાં ઘટાડો થાય છે અને તમારા પાચન અંગોમાં લોહીનું વહેણ વધે છે. તેનાથી પાચન તંત્રની કાર્યક્ષમતા વધે છે અને જે લોકોને ખોરાક પચવામાં મુશ્કેલી થતી હોય તેમના માટે પાચન સરળ બને છે. વજ્રાસન નિયમિત કરવામાં આવે તો પાચન તંત્ર મજબુત બને છે અને એસિડીટી, અપચો, પેટ ફુલવું, કબજીયાત વિગેરે જેવી સમસ્યા દૂર રહે છે.

8. જમ્યા બાદ અજમો ચાવો

અજમાના આયુર્વેદીક ફાયદાઓ અગણિત છે અને તે દરેક પ્રકારના પાચનની સમસ્યાઓ જેમ કે એસીડીટી, પેટ ફુલવું, અપચો, પેટમાં દુખો, વાયુ વિગેરેમાં અસરકારક ઉપાય છે. માત્ર તેટલું જ નહીં, ભારે ભોજન બાદ થોડ઼ાંક અજમા ચાવવાથી ખોરાક જલદી તેમજ સરળતાથી પચે છે અને પેટમાં જે ભારે ભારે લાગતું હોય તે ફીલીંગમાંથી પણ છૂટકારો મળે છે.

બપોરે પીત્ત દોષ આપણા શરીરમાં સૌથી ઉચ્ચા પ્રમાણમાં હોય છે. અજમા પિત્ત દોષને સંતુલિત કરે છે. માટે બપોરના ભોજન બાદ અજમા ચાવવા ઉત્તમ છે.

9. રાતના જમણ બાદ 100 પગલાં ચાલો

image source

રાતના જમણા બાદ હંમેશા એક ખુબ જ નાનકડી પણ આરામદાયક વોક કરવી જોઈએ. 100 પગલાંની આ વોક રાત્રી જમણા બાદ બીલકુલ યોગ્ય છે. તેમ કરવાથી તમારું પાચન સુધરશે અને જમ્યા બાદ જે બ્લડ શુગર લેવલ વધ્યું હોય તે પણ સંતુલીત થશે.

આયુર્વેદ જમ્યા બાદ ઝડપી ચાલ લેવાની ના પાડે છે. માત્ર એટલું જ નહીં પણ ભારે ભોજન લીધા બાદ તરત ક્યારેય થાક લાગે તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. આમ કરવાથી, તમારા પેટમાંનું લોહી શરીરના અન્ય ભાગોમાં વહી જાય છે. અને તેના કારણે તમારું પાચન નબળુ પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ