કોરોના સંક્રમિત થયા બાદ હવે આ બાબતે વધી દર્દીઓની મુશ્કેલી, રિસર્ચમાં કરાઈ રહ્યો છે દાવો

દેશ અને દુનિયામાં કોરોના સંક્રમણનો કહેર યથાવત છે. માનવામાં આવી રહ્યું છે કે કોરોનાનો રિકવરી રેટ વધી રહ્યો છે જેને લઈને સરકાર રાહત અનુભવી રહી છે પરંતુ હવે એક નવી સમસ્યા આવી રહી છે જેમાં કોરોના દર્દીઓ જે સાજા થઈ ચૂક્યા છે તે ફરીથી કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. આ રીતે રીઈન્ફેક્શન વાળા દર્દીઓની સંખ્યામાં વધારો થવાથી સરકારની ચિંતા ફરી એક વાર વધી છે.

સાથે જ એક અન્ય વાત જે સામે આવી છે તેમાં જોવા મળી રહ્યું છે કે જે દર્દીઓ કોરોના સંક્રમિત છે તેને લઈને વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણના કારણે કેટલાક દર્દીઓમાં સ્થાયી રૂપે અચાનક બહેરાશ આવવાની સમસ્યા જોવા મળી રહી છે. બ્રિટનમાં આ સંબંધમાં કરાયેલા એક અધ્યયનમાં કહેવાયું છે કે કોરોના વાયરસના સંક્રમણના કારણે બહેરા થનારા લોકોની સંખ્યા ઘણી ઓછી છે.

બ્રિટનમાં યુનિવર્સિટી કોલેજ લંડનના વિશેષજ્ઞો સહિત વૈજ્ઞાનિકોના કહેવા અનુસાર આ સંક્રમણના કારણે બહેરાશની સમસ્યા જન્મે છે અને સાથે આ માટે જાગરૂકતા જરૂરી છે. સ્ટીરોઈડની મદદથી ઉપચાર કરવાથી આ સમસ્યાને દૂર કરી શકાય છે. તેઓએ કહ્યું કે આનું કારણ સ્પષ્ટ નથી પરંતુ ફ્લૂ જેવા વાયરલ સંક્રમણ બાદ પણ આ પ્રકારની સમસ્યા થાય છે.

સાંભળવાની ક્ષમતા થઈ ચૂકી છે ગાયબ

બીએમજે કેસ રિપોર્ટસમાં એક 45 વર્ષના વ્યક્તિનો ઉલ્લેખ છે. જે અસ્થમાના દર્દી હતા. કોરોનાથી ગંભીર રીતે સંક્રમિત થયા બાદ તેમની સાંભળવાની શક્તિ નષ્ટ થી છે. આ વ્યકિતને કોરોના પહેલાં સાંભળવાની કોઈ સમસ્યા ન હતી. વ્યક્તિને સ્ટીરોઈડની ગોળીઓ અને રસી લગાવવામાં આવી છે. આ પછી તેની સાંભવાની ક્ષમતા આંશિક રીતે પરત આવી રહી છે.

એક શોધમાં કહેવાયું છે કે મોટી સંખ્યામાં લોકોને સંક્રમિત થવાના કારણે બહેરાપણાની સમસ્યાને લઈને સંશોધનની જરૂર છે. જેથી આ સમસ્યાની ઓળખ કરીને તેનો ઉપચાર કરી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ