માત્ર રિયાલીટી શોના જજ બનવા માટે આ બોલિવૂડ સ્ટાર્સ વસૂલે છે કરોડોમાં ફી, આંકડો જાણીને આંખો ફાટી જશે

રિયાલીટી શો જોવા આપણને બધાને ગમે છે. કારણ કે એમાં કોઈ એડિટીગં કે પછી વધારે નખરા નથી હોતા, ટૂંકમા ફિલ્મની જેમ હથોડા નથી લાગતા. પરંતુ આ શોમાં જે જજ તરીકેની ભૂમિકા ભજવે છે એના વિશે હાલમાં એક મોટો ખુલાસો થયો છે કે જે જાણીને તમને નવાઈ લાગશે. રિયાલિટી શોના જજ કેટલા રૂપિયા લે છે તે વિશે હાલમાં માહિતી બહાર આવી રહી છે. જજ બનેલા બોલિવૂડ સ્ટાર આમ તો તેમની ફિલ્મો દ્વારા કરોડો કમાઈ છે પરંતુ ટીવી પર જજ બનવા માટે પણ તે કરોડો ફિસ લે છે. તો આવો વિગતનાર તેની ચર્ચા કરીએ.

image source

મલાઇકા અરોરા: દબંગ ખાન સલમાન ખાનની ભાભી અને અરબાઝ ખાનની પત્ની રહેલી મલાઇકાએ ટીવી પરના ઘણા શો ને જજ કર્યા છે અને દરેક એપિસોડ માટે તે 1 કરોડ રૂપિયા ચાર્જ લે છે એવી માહિતી સુત્રોએ આપી હતી.

image source

શિલ્પા શેટ્ટી: શિલ્પા શેટ્ટી પાસે વિશ્વની ઘણી સંપત્તિ છે પરંતુ ‘સુપર ડાન્સર’ માટે તેને 14 કરોડ રૂપિયા મળે છે જે કોઈપણ જજ માટે સૌથી વધુ છે.

image source

ગીતા કપૂર: ડાન્સ નો એવો કોઈપણ શો નથી જેમાં ગીતા કપૂર જજની ભૂમિકામાં ન આવી હોય અને તેમને ‘સુપર ડાન્સર્સ’ માટે 5 કરોડ રૂપિયા મળ્યા હતા. આ સિવાય પણ પોતાના જીવનમાં ગીતાએ ઘણા શો જજ કર્યા છે.

image source

માધુરી દીક્ષિત: ધક ધક ગર્લ માધુરી દીક્ષિતે ‘ઝલક દિખલાજા’ની ઘણી સીઝનને જજ કર્યો છે અને તે દરેક એપિસોડ માટે 1 કરોડ રૂપિયા સુધીની ફિસ લે છે એવું કહેવાય રહ્યું છે.

image source

રેમો ડીસુઝા: ડાન્સિંગ માસ્ટર રેમો ડીસુઝા ઘણા ટીવી શો ના જજ અને ફિલ્મ્સ બનાવવા માટે જાણીતા છે, તેઓ પ્રત્યેક એપિસોડ માટે 5 લાખ રૂપિયા ચાર્જ કરે છે એવું મેકર્સના નજીકના લોકોનું કહેવું હતું.

image source

જેકલીન ફર્નાન્ડિઝ: શ્રીલંકાથી આવેલી આ સુંદર બોલિવૂડ અભિનેત્રીએ ‘ઝલક દિખલાજા 9’ ને જજ કર્યું હતું , જેના દરેક એપિસોડ માટે જેકલીને 1.25 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતાં એવું કહેવામાં આવી રહ્યું હતું.

image source

સોનાક્ષી સિન્હા: ખૂબ જ ઓછા સમયમાં અભિનય કરીને દિલ જીતનાર સોનાક્ષી સિંન્હાએ ‘નચ બલિયે સીઝન 8’ ને જજ કર્યું હતું પરંતુ તેના દરેક એપિસોડ માટે તેને 1 કરોડ રૂપિયા મળ્યા હતાં એવા અહેવાલો સામે આવ્યા હતા.

image source

અનુરાગ બાસુ: પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અનુરાગ બાસુને ટીવી રિયાલિટી શો ‘ ઇન્ડિયાસ બેસ્ટ ડ્રામેબાઝ’ અને ‘સુપર ડાન્સર’ માટે 4 કરોડ રૂપિયા ની ફી મળી હોવાની વાત બહાર આવી હતી.

image source

કરણ જોહર: બોલિવૂડ ડિરેક્ટર અને નિર્માતા કરણ જોહર તેની ખાસ પ્રતિભા માટે જાણીતા છે. એક અહેવાલ અનુસાર, તે ‘ઝલક દિખલાજા’ની દરેક સીઝન માટે લગભગ 10 કરોડ રૂપિયા સુધીની ફીસ લે છે. સુપ્રસિધ્ધ ફિલ્મકાર યશ જોહરના સુપુત્ર કરણ જોહરની શરૂઆત જ કમાલની રહી. તેમણે ‘દિલવાલે દુલ્હનિયાઁ થી પોતાની બોલીવુડ યાત્રા શરૂ કરી હતી પછી આજ સુધી તે ક્યાંય અટક્યો નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ