વોડાફોનના ગ્રાહકો માટે જોરદાર ઓફર: જલદી જાણી લો આ નવા સસ્તા પ્લાન વિશે, જેમાં ફ્રી મળે છે…

દર મહિને રિચાર્જ કરવું એટલું સરળ નથી. આપણે ઘણીવાર પ્લાનની એક્સપાયરી ડેટ ભૂલી જઇએ છીએ. આવા સમયે આપણને લાગે છે કે આ પ્લાનની વેલીડીટી થોડી લાંબી હોવી જોઈએ. જે લોકો તેમના ફોનનો ઉપયોગ મોટે ભાગે કૉલિંગ માટે કરે છે. આવા ગ્રાહકો માટે વોડાફોન ટોપ-5 બેસ્ટ પ્લાન લાવ્યું છે. ટેલિકોમ કંપની વોડાફોન-આઇડિયા સતત નવા પ્લાન લાવતી રહે છે. કંપનીએ આ વર્ષે ઘણા પ્લાન શરૂ કર્યા છે, જેમાં દરરોજ 1.5 જીબી ડેટા મળે છે. આમાંની કેટલાક પ્લાનમાં તો કંપની આ સમયે ડબલ ડેટા (1.5GB+1.5 GB) આપી રહી છે. આજે અમે તમને 1.5 GB ડેટાવાળા વોડાફોનના બેસ્ટ પ્લાનો (Vodafone Best Prepaid Plan) વિશે જણાવી રહ્યા છીએ. ઉલ્લેખનિય છે કે, આ તમામ પ્લાનોમાં કંપની તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ સાથે વોડાફોન પ્લે અને G5 એપ્લિકેશનનું સબ્સ્ક્રિપ્શન ફ્રી આપે છે.

image source

વોડાફોન-આઇડિયા (vodafone-idea) અને એરટેલ (Airtel)એ હાલમાં જ પોતાના ગ્રાહકો માટે નવો પ્લાન લૉન્ચ કર્યો છે. આ પ્લાનની સૌથી ખાસ વાત એ છે કે તેમાં ગ્રાહકોને અનલિમિટેડ કૉલિંગની સુવિધા (unlimited calling benefits) મળી રહી છે. એટલે કે આ પ્લાનમાં ગ્રાહકોને કોઈ પણ નેટવર્ક પર કૉલ કરવા માટે મિનિટની ચિંતા નહીં કરવી પડે. આ પ્લાનમાં અનલિમિટેડ કૉલિંગનો ફાયદો મળી શકે છે. વોડાફોન-આઇડિયા અને એરટેલ બંનએ 399 રુપિયાનો પ્લાન રજૂ કર્યો છે. આવો જાણીએ આ પ્લાનમાં યૂઝર્સ કેટલો લાભ ઉઠાવી શકશે. વોડાફોન આઈડિયાએ દેશમાં પોતાના ઓનલાઈન પ્રીપેડ સિમ ડિલીવરી સર્વિસ એક્સપાન્ડ કરી દીધી છે. એક્સપેન્શનની સાથે જ વીઆઈ હવે કંપનીની વેબસાઈટથી ઓનલાઈન સિમ કાર્ડ ઓર્ડર કરનાર ગ્રાહકોને ‘Digital Exclusive’ 399 રૂપિયાનો પ્લાન ઓફર કરી રહી છે. નોંધનીય છે કે, કંપનીના ઓફલાઈન સ્ટોરથી નવા વીઆઈ સિમ કાર્ડ ખરીદનાર ગ્રાહકોને આ પ્લાનનો ફાયદો નહીં મળે. તેની જગ્યાએ તેમને ‘First Recharge (FRC)’ પ્લાન- 97 રૂપિયા, 197 રૂપિયા, 297 રૂપિયા, 497 રૂપિયા અને 647 રૂપિયાવાળા પ્લાન મળશે.

image source

વીઆઈ નવા ગ્રાહકોને આકર્ષિત કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. હવે કંપનીએ નવા એમએનપી અને રેગ્યુલર ગ્રાહકો માટે 399 રપિયાનો પ્લાન ઓફર કર્યો છે. આમાં રોજ 1.5 જીબી ડેટા, અનલિમિટેડ વોઈસ કોલિંગ અને 56 દિવસ સુધી 100 એસએમએસ મળે છે.

ટેલિકોમ ઓપરેટર્સ જેવા કે એરટેલ અને વીઈ સામાન્ય રીતે પાંચ એફઆરસી પ્લાન 97, 197, 297, 497 અને 647 રૂપિયાનો પ્લાન ઓફર કરે છે. વીઆઈની વેબસાઈટથી નવું કનેક્શન લેવા પર યુઝર્સને 399 રૂપિયાનો પ્લાન ઓફર કરવામાં આવે છે અને આ જ કારણ છે કે, વીઆઈએ આ પ્લાનને ડિજિટલ એક્સક્લૂસિવ પ્લાન નામ આપ્યું છે.

image source

399 રૂપિયાવાળા પ્લાન સિવાય કંપની ઓનલાઈન નવું કનેક્શન લેનાર ગ્રાહકો માટે 297 રૂપિયાના પ્લાનમાં 1.5 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 એસએમએસ મળે છે. આ પેકની વેલિડિટી 28 દિવસની છે. આ સિવાય, વીઆઈ હવે દેશમાં વધુ જગ્યાએ નવા સિમ કાર્ડને ડિલિવર કરવાની સુવિધા આપી રહ્યું છે.

વોડાફોન ટોપ-5 પ્રીપેડ પ્લાન 249 રૂપિયાનો વોડાફોન પ્રીપેડ પ્લાન : દરરોજ 1.5 જીબી ડેટા સાથેનો વોડાફોનનો આ સૌથી સસ્તો પ્લાન છે. આમાં હવે કંપની ડબલ ડેટા આપી રહી છે. એટલે કે ગ્રાહકોને દરરોજ 3GB ડેટા મળે છે. યોજનાની માન્યતા 28 દિવસની છે.

399 રૂપિયાનો વોડાફોન પ્રીપેડ પ્લાન : વોડાફોનનો આ બીજો પ્લાન છે જેમાં કંપની 1.5 જીબીને બદલે 3 જીબી ડેટા આપી રહી છે. આ યોજનાની માન્યતા 56 દિવસની છે.

image source

499 રૂપિયાનો વોડાફોન પ્રીપેડ પ્લાન : વોડાફોનનો 499 રૂપિયાનો પ્લાન દરરોજ 1.5 જીબી ડેટા આપે છે. આ યોજનાની માન્યતા 70 દિવસની છે.

image source

555 રૂપિયાનો વોડાફોન પ્રીપેડ પ્લાન : આ પ્લાનની માન્યતા 77 દિવસની છે. આ તમામ પ્લાનોની જેમ તેમાં પણ દરરોજ 1.5 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ સાથે વોડાફોન એપ્લિકેશન અને ઝી5 એપ્લિકેશન સબ્સ્ક્રિપ્શન મફત મળે છે.

599 રૂપિયાનો વોડાફોન પ્રીપેડ પ્લાન : કંપનીનો આ ત્રીજો પ્લાન છે જેમાં ડબલ ડેટા આપવામાં આવી રહ્યો છે. આ યોજનાની માન્યતા 84 દિવસની છે. તેમાં દરરોજ 3 જીબી ડેટા મળે છે.

બીજી કંપનીઓ સાથે સરખામણી

રિલાયન્સ જિયો પોસ્ટપેડ પ્લાનમાં અનલિમિટેડ વૉઇસ કોલિંગ, મફત ઇનકમિંગ અને આઉટગોઇંગ રોમિંગ કૉલ અને 100 એસએમએસ દરરોજ તેમજ 25 જીબી 4જી ડેટાની સાથે તમામ ગ્રાહકોને જિયો એપ્સનો મફત સબ્સ્ક્રિપ્શન પણ મળે છે.

તો બીજી બાજુ એરટેલના પણ સમાન કિંમતવાળા પેકમાં પોસ્ટપેડ સબ્સક્રાઈબર્સને 20જીબી 4જી ડેટા મળે છે જે રોલઓવરની સુવિધા સાથે આવે છે. તે સિવાય 399 રૂપિયામાં દર મહિને મફત એસટીડી અને લોકલ કોલની સુવિધા પણ આપે છે.

image source

આપને જણાવી દઇએ કે, આ પહેલા વોડાફોને પોતાના પોસ્ટપેડ સબ્સક્રાઇબર્સ માટે 399 રૂપિયાનો વોડાફોન રેડ પ્લાન રજુ કર્યો હતો જેમાં 20 જીબી ડેટા અને અનલિમિટેડ વૉયસ કોલની સુવિધા મળે છે. અને 100 એસએમએસ પણ આપવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ