માથા પર તિલક લગાવવાનું આ છે ખાસ મહત્વ, જાણો તમે પણ

હિંદુ અધ્યાત્મની અસલી ઓળખ તિલક કરવાથી થાય છે. એવી માન્યતા છે કે, તિલક લગાવવાથી સમાજમાં મસ્તિષ્ક હંમેશા ગર્વથી ઊંચું થાય છે. હિંદુ પરિવારોમાં કોઈપણ શુભ કાર્યમાં તિલક કે પછી ચાંદલો કરવાનું વિધાન છે. આ તિલક કેટલીક વસ્તુઓ અને પદાર્થોથી લગાવવામાં આવે છે. એમાં હળદર, સિંદુર, કેશર, ભસ્મ અને ચંદન વગેરે મુખ્ય હોય છે, પરંતુ શું આપ જાણો છો કે, આ તિલક લગાવવા પ્રત્યે કઈ ભાવના છુપાયેલી છે?

image source

હિંદુ ધાર્મિક પુરાણોમાં વર્ણન મળે છે કે, સંગમ તટ પર ગંગા સ્નાન કર્યા પછી તિલક લગાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ જ કારણ છે કે, સ્નાન કર્યા પછી પંડિતો દ્વારા વિશેષ તિલક પોતાના ભક્તોને લગાવવામાં આવે છે માથા પર તિલક લગાવ્યા પાછળ આધ્યાત્મિક મહત્વ છે.

image source

ખરેખરમાં આપણા શરીરમાં સાત સુક્ષ્મ ઉર્જા કેન્દ્ર હોય છે, જે અપાર શક્તિના ભંડાર છે. એને ચક્ર કહેવામાં આવે છે. માથાની વચ્ચે જ્યાં તિલક લગાવવામાં આવે છે, ત્યાં આજ્ઞાચક્ર હોય છે. આ ચક્ર આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ સ્થાન છે, ક્યાં શરીરની મુખ્ય ત્રણ નાડીઓ ઈડા, પિંગલા અને સુષુમ્ના આવીને મળે છે એટલા માટે આ ત્રિવેણી કે પછી સંગમ પણ કહેવામાં આવે છે. આ ગુરુ સ્થાન કહેવાય છે. અહિયાથી આખા શરીરનું સંચાલન થાય છે. અહિયાં આપણી ચેતનાનું મુખ્ય સ્થાન પણ છે. આને જ મનનું ઘર પણ કહેવામાં આવે છે. આ જ કારણે આ સ્થાન શરીરમાં સૌથી વધારે પૂજનીય છે. યોગમાં ધય્ન કરતા સમયે આ સ્થાન પર મનને એકાગ્ર કરવામાં આવે છે.

image source

તિલક લગાવવાથી એક તો વ્યક્તિના સ્વભાવમાં સુધાર આવે છે અને જોનાર વ્યક્તિ પર સાત્વિક પ્રભાવ પાડે છે. તિલક જે પણ પદાર્થના લગાવવામાં આવે છે તે પદાર્થની જરૂરીયાત જો શરીરને હોય છે તો તે પણ પૂર્ણ થઈ જાય છે. તિલક કોઈ ખાસ પ્રયોજન માટે પણ લગાવવામાં આવે છે જેમ કે, જો મોક્ષ પ્રાપ્તિ કરવી છે તો તિલક અંગુઠાથી, શત્રુ નાશ કરવા ઈચ્છો છો તો તર્જની આંગળીથી,ધન પ્રાપ્તિના હેતુથી મધ્યમા આંગળીથી અને શાંતિ પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી અનામિકા આંગળીથી તિલક લગાવવામાં આવે છે.

image source

સામાન્ય રીતે તિલક અનામિકા આંગળીની મદદથી લગાવવામાં આવે છે અને તેમાં પણ ફક્ત ચંદન જ લગાવવામાં આવે છે તિલકની સાથે અક્ષત લગાવવાથી માતા લક્ષ્મીને આકર્ષિત કરવા અને ઠંડક અને સાત્વિકતા પ્રદાન કરવાનું નિમિત્ત છુપાયેલ હોય છે. આથી પ્રત્યેક વ્યક્તિને તિલક જરૂરથી લગાવવું જોઈએ.

image source

માન્યતાઓ મુજબ જોઈએ તો સુના મસ્તકને શુભ નથી માનવામાં આવતું. માથા પર ચંદન, રોલી, કુમકુમ, સિંદુર કે પછી ભસ્મના તિલક લગાવવામાં આવે છે. તિલક હિંદુ સંસ્કૃતિમાં એક ઓળખના ચિન્હનું કામ કરે છે. તિલક લગાવવાની ફક્ત ધાર્મિક માન્યતા નથી ઉપરાંત એના કેટલાક વૈજ્ઞાનિક કારણ પણ છે.

હિંદુ ધર્મમાં જેટલા સંતોના મત છે, જેટલા પંથ છે, સંપ્રદાય છે આ બધાને પોતાના અલગ અલગ તિલક હોય છે. તંત્ર શાસ્ત્રમાં પંચ ગંધ કે પછી અષ્ટ ગંધથી બનેલ તિલક લગાવવાનું અત્યંત મહત્વ છે તંત્ર શાસ્ત્રમાં શરીરના તેર ભાગો પર તિલક કરવાની વાત કહેવામાં આવે છે, પરંતુ સમસ્ત શરીરનું સંચાલન મસ્તિષ્ક કરે છે. એટલા માટે એની પર તિલક કરવાની પરંપરા વધારે પ્રચલિત છે. તિલક લગાવવામાં ઉપયોગમાં લેવાતી હાથની અલગ અલગ આંગળીઓનું પણ પોતાનું મહત્વ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ