સામાન્ય રીતે આપણે સંભાળતા હોઈએ છીએ કે ગુરૂ શિષ્યને રાહ ચીંધે છે અને શિષ્ય તેના પગલે ચાલી અને સફળતા મેળવે છે. ગુરૂ શિષ્યને માર્ગદર્શન આપે છે, મદદ કરે છે પરંતુ અહી જે કિસ્સાની વાત થઈ રહી છે તેમાં એક શિષ્ય પોતાનાં ગુરૂની મદદ કરતો જોવા મળે છે. આજના જમાનામાં વિદ્યાર્થીઓ ભણતર પુરૂ થઈ ગયા પછી ભાગ્યે જ તેમનાં ગુરૂને આભાર વ્યકત કરવા કે સંપર્કમાં રહેતાં હોય છે. આજના યુગમાં આ ગુરૂ શિષ્યની જોડી એક શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડી રહી છે.

કોરોના કાળમાં ઘણાં બધા લોકોએ રોજગારી ગુમાવી દીધી છે. અહીં પણ એક આવી જ પરિસ્થિતિની વાત કરવામાં આવી છે. જોસ એક શિક્ષક છે. જ્યારથી સ્કૂલ બંધ થઇ ગઈ ત્યારથી જોસની આર્થિક સ્થિતિ ખુબ ખરાબ થઈ ગઈ હતી. આમ તો ગુરૂ શિષ્યની જિંદગી બનાવે છે પરંતુ અહીં એક વિદ્યાર્થીએ ગુરૂ એટલે શિક્ષક જોસની મદદ કરીને તેમની જિંદગી સારી રીતે જીવી શકે તે માટે મદદ કરી છે.

જોસની આ સમયની પરિસ્થિતિ વિશે વાત કરીએ તો તેમનાં રહેવા માટે જગ્યા પણ ન હતી. આ વાતની સ્ટીવનને જ્યારે જાણ થઇ કે તેમના એક સમયના શિક્ષકની આર્થિક સ્થિતિ એટલી નબળી થઇ ગઇ છે કે આજે તેઓ કારમાં જ જીવન વિતાવવા મજબૂર થયા છે.

પછીની વાત કરીએ તો આ વાતની જાણ સ્ટીવને થતાં જ તેણે તરત તેમને મદદ કરવાનું નક્કી કરી લીધું. પોતાનાં શિક્ષક જોસને મદદ કરવા માટે તેણે એક ફંડ અકાઉન્ટ બનાવ્યું અને ફંડિગ દ્રારા તેમણે શિક્ષક જોસ માટે રકમ એકઠી કરી લીધી હતી. આ વિશે માહિતી આપતાં સ્ટીવે જણાવ્યું હતું કે અમારૂ લક્ષ્ય પાંચ કરોડ ડોલર એકઠા કરવાનું હતું. જો કે અમે લક્ષ્યથી પણ વધારે રકમ ભેગી કરવામા સફળ રહ્યાં છીએ.

આ મળેલાં ફંડમાં તેમને વિચાર્યા કરતા 6 ગણા વધુ પૈસા એકઠા કર્યા છે. આ મુદ્દે સ્ટીવ સાથે થયેલી વાતમાં તેણે કહ્યું હતું કે, ‘એ વ્યક્તિની મદદ કરવી કોઇ સન્માનથી ઓછું નથી. જે એક નહીં અનેક બાળકોના ભવિષ્ય માટે નિસ્વાર્થ ભાવે કામ કરે છે. હાલમાં આ ગુરૂ શિષ્યની બધા વાહ વાહ કરી રહ્યાં છે. સ્ટીવ જેવા વિચારસરીવાળા લોકોની સમાજને જરૂર છે.

હાલમાં મળતી માહિતી મુજબ ગુરૂવારે જોસનો 77મો જન્મ દિવસ હતો. જોસે સપનામાં પણ ન હતું વિચાર્યું કે, તેમને આ રીતની પૂર્વે ભણી ગયેલાં તેમનાં વિદ્યાર્થીઓ સરપ્રાઈઝ આપશે. આ નિમિત્તે સ્ટીવ અને તેના મિત્રોએ જોસને બર્થ ડે વિશ કર્યું હતું. ત્યારબાદ જોસના હાથમાં 27 હજાર ડોલરનો ચેક આપ્યો હતો. હાલમાં આ વાતની ચર્ચા ચારે તરફ થઈ રહી છે.

લોકો કહી રહ્યાં છે કે સ્ટીવે આ રીતે મદદ કરી ખુબ સારી પ્રેરણા બધાને આપી રહ્યાં છે. સ્ટીવે જૉસને ચેક આપ્યા બાદ જોસ સાથે થયેલી વાતચીત દરમિયાન જોસ ખુબ ખુશ દેખાઈ રહ્યાં હતાં. તેઓએ કહ્યું હતું કે, ‘મને હજુ પણ વિશ્વાસ નથી આવતો, મારા માટે આ સૌથી મોટી અને સુંદર સરપ્રાઇઝ ગિફ્ટ છે. મે આવા સરપ્રાઇઝની સપનામાં પણ આશા રાખી ન હતી’
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,