જો તમારા ઘર પાસે પણ આવેલી છે આવી જગ્યાઓ તો થઇ જાવ સાવધાન નહીતર…

મિત્રો, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો કોઈ વ્યક્તિના જીવનમા વાસ્તુદોષ હોય તો તે વ્યક્તિનુ વર્તમાન અને ભવિષ્ય બંને બગડે છે પરંતુ, આ વાસ્તુદોષ કેવી રીતે ઉભા થાય છે? તેના વિશે ખુબ જ ઓછા લોકો જાણે છે. આજે આ લેખમા અમે તમને અમુક નકારાત્મક પ્રવૃત્તિઓવાળી જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યા રહીને વ્યક્તિનુ જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ જાય છે તો ચાલો જાણીએ કઈ છે આ જગ્યા.

image source

વાસ્તુનિષ્ણાતો દ્વારા એવુ કહેવામા આવી રહ્યુ છે કે, આપણું ભવિષ્ય એ આપણે ક્યા રહીએ છીએ તથા કેવા વાતાવરણમા રહીએ છીએ તેના પર વધુ પડતુ નિર્ભર રહે છે. જો કોઈ વ્યક્તિ એવા સ્થળોએ રહે છે જયાનુ આસપાસનુ વાતાવરણ એકદમ નકારાત્મક છે તો તેમણે જીવનમા અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

image soucre

આજે આ લેખમા અમે તમને ઘરની આસપાસના અમુક વિશેષ સ્થાનો વિષે જણાવીશુ. જો આ સ્થાનો તમારા ઘરની આસપાસ હોય તો તમારે અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તો ચાલો જાણીએ ક્યા છે આ સ્થાનો? અને આ સ્થાનોથી આપણા જીવન પર કેવો-કેવો પ્રભાવ પડી શકે છે?

image soucre

વાસ્તુ મુજબ ઘરની આસપાસ એવી ક્યારેય એવા સ્થાન ના હોવા જોઈએ કે, જ્યા અનૈતિક પ્રવૃત્તિઓ થતી હોય, જુગાર રમાતો હોય, માંસ-મટનની દુકાનો આવેલી હોય. આવી કોઈપણ જગ્યાએ રહેવુ સારુ અને યોગ્ય માનવામા નથી આવતુ માટે જો શક્ય બને તો ઘર હમેંશા એવી જગ્યાએ બનાવવુ કે જ્યા આસપાસ આ કોઈપણ વસ્તુ ના હોય.

image soucre

એવુ માનવામા આવી રહ્યુ છે કે, આ પ્રકારના સ્થળો આપણા જીવનમા ક્યારેય શાંતિ આવવા દેતા નથી, ખાસ કરીને બાળકોના ભવિષ્ય પટ પણ તેનો ખુબ જ ઊંડો પ્રભાવ પડે છે. આ સ્થળોએ ગુનેગારો અને નકારાત્મક પ્રકારના લોકોની અવરજવર સતત વધી રહી છે. વધુ સારા ભવિષ્ય માટે કા તો ઘર પાસે થતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરો અથવા તે જગ્યા છોડી દો.

image source

ઘરની આસપાસ ઓટો ગેરેજ હોય, સાધનો બનાવવાનું કામ હોય, ફર્નિચર બનાવવાનું કામ હોય, પથ્થરો કોતરવા વગેરે હોય અથવા અન્ય કોઈપણ એવા પ્રકારની દુકાન હોય કે, જે અવાજો પેદા કરે તો તે જગ્યાએ ઘર ક્યારેય ના બનાવવુ. આ જગ્યાએ ઘર બનાવવાથી આપણા જીવનમા અનેકવિધ પ્રકારની સમસ્યાઓ આવે છે અને આપણે માનસિક તણાવના શિકાર પણ બન્યા રહીએ છીએ, માટે શક્ય બને તો આ પ્રકારના સ્થળોની આસપાસ ઘર બનાવવાનુ તથા રહેવાનુ ટાળવુ.