શું તમને પણ આવે છે ‘આવા’ ચિત્ર-વિચિત્ર સપનાઓ? તો ચેતજો….નહિં તો પસ્તાશો, જાણો કેવા આપે છે ખરાબ સંકેતો..

મિત્રો, વિશ્વની કોઈ જ એવી વ્યક્તિ નથી કે જેણે સ્વપ્ન જોયા નહિ હોય અને તેનો અનુભવ ના કર્યો હોય. રાતના સમયે ઉંઘમા સ્વપ્ન આવવા એ એકદમ સામાન્ય બાબત છે. જેમ-જેમ બાળકની ઉમર વધતી જાય છે તેમ-તેમ તેના મગજનો વિકાસ પણ થતો જાય છે. જ્યારે પણ મગજ વિકસિત થઇ જાય છે ત્યારે ઉંઘની અવસ્થા દરમિયાન વ્યક્તિને સ્વપ્ન આવવાની શરૂઆત થઇ જાય છે.

image soucre

આપણા આ સ્વપ્નો વિશે જુદા-જુદા લોકો પાસેથી જુદી-જુદી ઘણી વાતો સાંભળી હશે. આપણા બાળપણની વાર્તાઓમા પણ આ અંગે ઘણીબધી વાતો કરવામા આવેલી છે. આપણા ઈતિહાસની અંદર જ્યારે પણ ડોક્યુ કરીએ ત્યારે પણ વધારે પડતી સ્વપ્નની વાતો સાંભળવામા આવે છે.

image soucre

પ્રવર્તમાન સમય સુધી સ્વપ્ન વિશે ઘણા એવા રહસ્ય છે, જે વણઉકેલ્યા રહે છે. વૈજ્ઞાાનિકોના સંશોધનોમા પણ હજુ આ સ્વપ્ન વિશે કોઈ ચોક્કસ તારણ જાણવા મળ્યુ નથી. આ સ્વપ્નો વિશે જ્યારે પણ આપણે વિચારીએ છીએ ત્યારે મનોવિજ્ઞાાન અને મનોચિકિત્સા પણ પાછળ તો ના જ રહે કારણકે, સ્વપ્ન એ મગજમાથી ઉત્પન્ન થતી એક વિશેષ ઉર્જા છે.

image source

મનોસચિકિત્સા ક્ષેત્રે સ્વપ્ન વિશે જો કોઈનું મહાન કાર્ય હોય તો તે વૈજ્ઞાાનિક સીગમંડ ફ્રોઈડને ફાળે જાય છે. આ બાબતમા કોઈ જ શંકા નથી. આ સીગમંડ ફ્રોઈડે ”ડ્રીમ એનાલીસીસ” વિશે પુસ્તક પણ લખવામા આવેલુ છે. આજના આ લેખમા મનોચિકિત્સક હોવાના કારણે માનસીક બીમારી અને સ્વપ્નાઓ વચ્ચે શું સંબંધ છે? તેના વિશે માહિતી મેળવીએ.

image soucre

આપણને આખી રાત સ્વપ્ન આવ્યા રાખે છે પરંતુ, જ્યારે સવારના ઉઠીએ છીએ ત્યારે એકપણ સ્વપ્ન યાદ રહેતુ નથી. આ કારણોસર જ વહેલી સવારથી તમારુ મુડ સાવ ખરાબ જ રહે છે. એવુ જ લાગ્યા કરે છે કે, આખી રાત ઉંઘ આવી જ નથી. અમુક સ્વપ્ન તો એટલા બધા ડરામણા હોય છે કે, ક્યારેક તો ગભરાઈને મોઢામાંથી ચીસ નીકળી જતી હોય છે.

image soucre

ઘણીવાર એવા સ્વપ્ન આવતા હોય છે કે, હુ ક્યાંક દુર પ્રદેશમા ચાલ્યો જાવ. મારા સિવાય અહી કોઈ જ વ્યક્તિ નથી. એકાએક દરિયો દેખાવા લાગે અને તેના ખૂબ જ ઉંચા મોજાના કારણે હુ તણાઈ ગયો તેવુ લાગે. આ સમયે ત્યા જ ઝાડની ડાળખી પકડીને કિનારે આવી જઈએ પરંતુ, તરત જ બીજુ મોજુ આપણને વહેડાવી જાય છે અને આપણે ડૂબી જઈએ છીએ જેથી, એકાએક આપણી ઊંઘ ઉડી જાય છે.

image soucre

આ સ્વપ્નને દૂર કરવા માટે મિત્રો કોઈપણ દવા આવતી નથી પરંતુ, વ્યક્તિને સ્વપ્ન આવવાની સાથે કોઈ માનસિક બીમારી જો હોય તો તે બીમારીની સારવાર કરવી અત્યંત આવશ્યક છે. આ બિમારી નિયંત્રણમા આવતાની સાથે જ તમારા સ્વપ્નની ફરિયાદ દુર થઈ શકે છે તથા તેનો યોગ્ય ઉપચાર પણ કરી શકાય છે. જો ટુંકમા વાત કરીએ તો ચિત્ર-વિચિત્ર સ્વપ્ન આવવા એ કોઈ અસામાન્ય બાબત નથી પરંતુ, મનની એક સામાન્ય ક્રિયા છે.