માતા-પિતા અકસ્માતમાં ઘવાયા, તો હોમગાર્ડે બાળકીને ખોળામાં લઇને ખવડાવ્યું, વીડિયો જોઈ લોકો દિવાના થઈ ગયાં

કેરળની એક હોસ્પિટલના હોમગાર્ડે દરેકનું દિલ જીતી લીધું છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એક માસૂમ બાળકીને ખોળામાં ખવડાવતો જોવા મળી રહ્યો છે. હોમગાર્ડનું નામ કે.એસ. સુરેશ છે. તેમનો આ વીડિયો કેરળ પોલીસે તેમના ફેસબુક પેજ પર પણ શેર કર્યો છે. મળતી માહિતી મુજબ આ બાળકી 7 મહિનાની છે અને એક માર્ગ અકસ્માતમાં તેનો જીવ જતાં જતાં રહી ગયો હતો. તે જ સમયે, આ અકસ્માતમાં બાળકના માતાપિતા અને અન્ય સંબંધીઓ ખરાબ રીતે ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં મોટી બહેનનો તો જીવ પણ ગયો હતો.

ખરેખર બન્યું એવું કે આ છોકરીનો આખો પરિવાર કાયમકુલમમાં તેના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે તેમની કાર એક ટ્રક સાથે ટકરાઈ હતી અને આ અકસ્માતમાં યુવતીની મોટી બહેનનું મોત નીપજ્યું હતું અને બાકીના પરિવારને ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં વધુ 5 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

બાળકી રડતી રહી જ્યારે હોસ્પિટલમાં ફરજ પરના હોમગાર્ડ તેને તેના ખોળામાં લઇ ગયો અને આસપાસ ચાલવા લાગ્યો જેથી તે રડવાનું બંધ કરે. ત્યારબાદ તેને ખાવાનું પણ ખવડાવ્યું અને આ જોઈને લોકો દિવાના થઈ ગયા. હોમગાર્ડ તેના બાકીના સબંધીઓ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી તે બાળકીને ખોળામાં લઇને ચાલતો રહ્યો. દરેક વ્યક્તિ હોમ હાર્ડના આ કાર્યની પ્રશંસા કરી રહ્યું છે. તેણે પોતાના કામથી લોકોનું દિલ જીતી લીધું છે.

આ હોમગાર્ડ સાથે સાથે એક બીજો વીડિયો પણ હાલમાં કેટલાક દિવસો પહેલાં ચર્ચામાં આવ્યો હતો. આવી જ એક ભારતની મહિલા ટ્રાફિક પોલીસનો વીડિયો વાયરલ થઈ રહ્યો હતો કે જેમાં તે પોતાના દોઢ વર્ષના બાળક સાથે રોડ પર ઉભી રહીને ટ્રાફિક ખોરવાય નહીં તેના પર નજર રાખે છે.

મહિલા દિવસના બે દિવસ પહેલાથી સોશિયલ મીડિયા પર આ માની ચર્ચા થઈ રહી છે, જે પોતાના દોઢ વર્ષના બાળકને સાથે રાખીને ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવતી હોય તેવો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો સામે આવ્યા બાદ મહિલા દિવસ સુધીમાં તેને હજારોની સંખ્યામાં લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યો છે. આ મહિલા ટ્રાફિક કોન્સ્ટેબલનું નામ છે, પ્રિયંકા કે જેઓ ચંદીગઢના સેક્ટર 15-23 ચાર રસ્તા પર ડ્યુટી કરી રહ્યા હતા. પ્રિયંકાનો વિડીયો સામે આવ્યા બાદ તે સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.

પ્રિયંકા જે રીતે કામ કરતી દેખાય છે તેમને લોકો સલામ કરી રહ્યા છે. પોતાના દીકરા અને પરિવાર માટે તેઓ જે રીતે સહાસ કરી રહ્યા છે તેનું સોશિયલ મીડિયા પર ભારે પ્રશંસા થઈ રહી છે. ચંદીગઢ ટ્રાફિક પોલીસની મહિલા કોન્સ્ટેબલને કોઈ ખાસ વ્યવસ્થા મળવી જોઈએ તે અંગે પણ વાત કરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં આ બન્ને વીડિયો ભારે વાયરલ થઈ રહ્યા છે અને લોકો વચ્ચે ચર્ચામાં આવ્યા છે.